નવી દિલ્હી : શનિવારે ગુજરાતના (Gujarat)મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીના રાજીનામા (CM Vijay Rupani Resignation)પછી કોંગ્રેસે (Congress)દાવો કર્યો છે કે આ ઘટનાક્રમથી વિભિન્ન રાજ્યોમાં ભાજપાની અંદરની લડાઇ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi)અને ગૃહ મંત્રી અમિત શાહની (Amit Shah)નિષ્ફળતા સામે આવી છે. કોંગ્રેસ પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ એ પણ કહ્યું કે હવે ગુજરાતને ભાજપાથી મુક્તિ અપાવવાનો સમય આવી ગયો છે.
રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કર્યું કે બે વસ્તુઓ આજે સામે આવી છે. પ્રથમ એ છે કે બધા ભાજપા શાસિત રાજ્યોમાં અંદરની લડાઇ છે, પછી તે ગુજરાત હોય, ઉત્તર પ્રદેશ હોય, મધ્ય પ્રદેશ હોય, અસમ હોય કે હરિયાણા હોય. બીજી કે ભક્ત મીડિયા ભાજપામાં ચાલી રહેલી અંદરની લડાઇથી બેખબર બનેલું છે કારણ કે તેમનું કામ ફક્ત વિપક્ષી શાસિત રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે.
સુરજેવાલાએ દાવો કર્યો કે આ મોદી અને અમિત શાહની નિષ્ફળતાને બતાવે છે. તેમના દ્વારા બનાવવામાં આવેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાંચ વર્ષ પછી ગુજરાતના લોકોને નિરાશ કર્યા. તેની જવાબદારી મોદી જી ની પણ છે. તેમણે ભાર આપીને કહ્યું કે ગાંધી-પટેલની કર્મભૂમિથી કુટિલ ભાજપા અને તેના નેતૃત્વથી મુક્તિ અપાવવાનો સમય આવી ગયો છે.
કોંગ્રેસ પ્રવક્તા ગૌરવ વલ્લભે ભાજપા પર કટાક્ષ કરતા ટ્વિટ કર્યું કે ત્રિવેન્દ્રસિંહ રાવત, તીરથ સિંહ રાવત, બીએસ યેદિયુરપ્પા પછી હવે વિજય રૂપાણી પણ ભાજપાના માર્ગદર્શક મંડળમાં સામેલ થશે.
ઉલ્લેખનીય છે કે ભાજપાએ વધુ એક આશ્ચર્યકારક નિર્ણય કરતા શનિવારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને (CM Vijay Rupani)મુખ્યમંત્રી પદથી હટાવી દીધા છે. ગુજરાતમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Election 2022) 15 મહિના પહેલા પાર્ટીએ આ પગલું ભર્યું છે. આ ચોથા મુખ્યમંત્રી છે જેણે ભાજપાએ આ વર્ષે પદ પરથી હટાવી દીધા છે. આ પહેલા ઉત્તરાખંડના બે મુખ્યમંત્રી બદલવામાં આવ્યા છે. જ્યારે કર્ણાટકમાંથી બીએસ યેદિયુરપ્પા પાસેથી કમાન લઇ લેવામાં આવી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર