Home /News /national-international /

Gujarat Board 12th result 2022: આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ

Gujarat Board 12th result 2022: આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ

ધોરણ 12નું પરિણામ (પ્રતિકાત્મક તસવીર)

Gujarat Board 12th result 2022 : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવામાં આવેલી 12ની પરિક્ષાના પરિણામની રાહ હવે ખતમ થઈ ગઈ છે. આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ સવારે 8 કલાકે https://www.gseb.org/ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે

વધુ જુઓ ...
    Gujarat Board 12th result 2022 : ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલ ધોરણ 10 અને ધોરણ 12 સમાન્ય પ્રવાહની પરીક્ષાના પરિણામની તારીખ શુક્રવારે જાહેર કરવામાં આવી હતી. જેમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે એટલે કે શનિવારે, છે તો ધોરણ 10નું પરિણામ 6 જૂને જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું.

    પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવામાં આવેલી 12ની પરિક્ષાના પરિણામની રાહ હવે ખતમ થઈ ગઈ છે. આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ સવારે 8 કલાકે https://www.gseb.org/ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. તો, 6 જુનના રોજ ધોરણ 10નું પરિણામ ગુજરાત બોર્ડની વેબસાઈટ પર સવારે 8 કલાકે જાહેર કરવામાં આવશે.

    કેવી રીતે પરિણામ જોઈ શકાશે

    સ્ટેપ 1- પરિણામ જોવા માટે તમારે વેબસાઇટ gseb.org પર જવું પડશે
    સ્ટેપ 2- GSEB વેબસાઈટ પર તમારે આવતીકાલે સવારે 8 વાગ્યા બાદ HSC Result 2022 લીક પર ક્લિક કરવાનું રહેશે, જ્યારે 6 જૂને SSC Result 2022 લિંક પર ક્લિક કરશો
    સ્ટેપ 3- પછી છ અંકનો સીટ નંબર (રોલ નંબર) ટાઈપ કરો.
    સ્ટેપ 3- ત્યારબાદ Submit બટન પર ક્લિક કરો.
    સ્ટેપ 4- તમારૂ પરિણામ તમને સ્ક્રીન પર જોવા મળશે

    ઉલ્લેખનીય છે કે, ગુજરાત બોર્ડની પરીક્ષા આ વર્ષે નિયત સમય કરતા મોડી શરૂ થઈ હતી. માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજરાત બોર્ડ (Board Exam )ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 28 માર્ચથી 12 એપ્રિલ દરમિયાન યોજાઈ હતી. બોર્ડમાં SSCEની પરીક્ષા તારીખ 28 માર્ચ 2022થી લઈને 9 એપ્રિલ 2022 સુધી યોજાઈ હતી, જ્યારે HSCE ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને ઉત્તર બુનિયાદી પ્રવાહની પરીક્ષા 28 માર્ચ 2022થી શરૂ થઈ 12 એપ્રિલ 2022 સુધી યોજાઈ હતી.

    આ પણ વાંચોSBI Report: SBIએ GDP વૃદ્ધિનું અનુમાન વધાર્યું, FY23માં વૃદ્ધિ દર 7.5% પર રહી શકે છે

    તમને જણાવી દઈએ કે, ગત વર્ષે કોરોના વચ્ચે ધોરણ-10નું 60.64 ટકા પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું હતું. 2019માં ધો.10નું પરિણામ 66.97 ટકા જાહેર થયું હતુ, જે તેના આગળના વર્ષ કરતા લગભગ 5 ટકા ઓછું પરિણામ જાહેર થયું હતું. માર્ચ 2020માં લેવાયેલી ધોરણ -12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ 76.29 ટકા આવ્યું હતું. જે 2019 કરતા પરિણામ 3.02 ટકા વધારે હતું
    Published by:kiran mehta
    First published:

    Tags: 10th Results, 12th result, GSEB, GSEB Results 2022

    આગામી સમાચાર