હરિદ્વાર: ગુજરાત એટીએસને આસારામ કેસમાં હરિદ્વારથી મોટી સફળતા મળી છે. આસારામ કેસના સાક્ષીની હત્યા આરોપી પ્રવીણ ઝડપાયો છે. ગુજરાત એટીએસ દ્વારા તેને હરીદ્વારથી પકડી પાડવામાં આવ્યો છે. પ્રવિણ હરિદ્વારમાં સાધુ બનીને રહેતો હતો. અખિલ સગીરા પર યૌન શોષણ કેસમાં સાક્ષી હતો. મેરઠમાં તેની હત્યા થઈ હતી. આ હત્યા આસારામના સાગરીતોએ કરી હતી.
આ કેસમાં આરોપી પ્રવીણ 2015થી ફરાર હતો. જેને ગુજરાત એટીએસ દ્વારા હરિદ્વારથી પકડી પાડવામાં આવ્યો છે. અહીં ઉલ્લેખનિય છે કે, તેણે આરોપીની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. જે બાદ તે 2015થી આ ગુનામાં ફરાર હતો. આ સમગ્ર ઘટના મુઝફ્ફરનગરમાં થઈ હતી.
શું હતી સમગ્ર ઘટના
સુરતમાં બે બહેનો પર આસારામ દ્વારા બળાત્કાર ગુજારવના કેસમાં એક સાક્ષી અખિલ ગુપ્તાની મુજફ્ફરનગરમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. અખિલ પોતાના ઘરે પરત ફરી રહ્યો તે સમયે તેની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આપને જણાવી દઈએ કે, અખિલ ગુપ્તા આસારામનો રસોઈયો અને અંગત સહયોગી હતો. સુરતની બે બહેનો પર આસારામ અને નારાયણ સાંઈ દ્વારા દુષ્કર્મ ગુજારવાના કેસમાં અખિલ મહત્વનો સાક્ષી હતો. ગાંધીનગરની કોર્ટમાં તેણે જૂબાની પણ આપી હતી. બળાત્કારના કેસમાં હાલમાં આસારામ જોધપુરની જેલમાં બંધ છે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર