Union
Budget 2023

Highlights

Home /News /national-international /Gujarat Election: જો આપની પાસે ચૂંટણી કાર્ડ નથી, તો આ ડોક્યુમેન્ટ બતાવીને પણ મત આપી શકશો

Gujarat Election: જો આપની પાસે ચૂંટણી કાર્ડ નથી, તો આ ડોક્યુમેન્ટ બતાવીને પણ મત આપી શકશો

Gujarat assembly election 2022

ગુજરાતના 19 જિલ્લાની 89 વિધાનસભા સીટો પર આજે પ્રથમ તબક્કાનું મતદાન છે. કુલ 788 ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થઈ જશે. સવારથી મતદાનની પ્રક્રિયા શરુ થઈ જશે.

    અમદાવાદ: ગુજરાતના 19 જિલ્લાની 89 વિધાનસભા સીટો પર આજે પ્રથમ તબક્કાનું મતદાન છે. કુલ 788 ઉમેદવારોનું ભાવિ આજે ઈવીએમમાં કેદ થઈ જશે. સવારથી મતદાનની પ્રક્રિયા શરુ થઈ જશે. ત્યારે આવા સમયે આપની પાસે વોટર આઈડી રાર્ડ નથી, તો પણ આપ મત આપી શકશો. જો કે તેના માટે સૌથી જરુરી છે કે, આપ આપનું નામ વોટર લિસ્ટમાં છે કે નહીં પહેલા તે ચેક કરી લો, જો હશે તો આપ ચૂંટણી કાર્ડ વગર પણ મત આપવા જઈ શકશો.

    આ પણ વાંચો: Gujarat Elections 2022: ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન, આવી રીતે ચેક કરો મતદાર યાદીમાં આપનું નામ

    જો કે, તેના માટે ચૂંટણી પંચ તરફથી નિર્ધારિત 12 પ્રકારના દસ્તાવેજોમાંથી કોઈ પણ એક આઈડી કાર્ડ આપની પાસે હોવું જોઈએ. પાસપોર્ટ અને ડ્રાઈવીંગ લાયસન્સની મદદથી પણ આપ મત આપી શકશો. આ ઉપરાંત આપ કેન્દ્ર અથવા રાજ્ય સરકારના કર્મચારી છો, અથવા તો PSUs પબ્લિક લિમિટેડ કંપનીમાં કામ કરી રહ્યા છો, તો કંપનીનું ફોટો આઈડી કાર્ડના આધારે પણ મતદાન કરી શકશો.

    આ ઉપરાંત પાન કાર્ડ, આધાર કાર્ડ, પોસ્ટ ઓફિસ અને બેંક દ્વારા આપવામા આવેલી પાસબુક, મનરેગા જોબ કાર્ડ, શ્રમ મંત્રાલય દ્વારા આપવામા આવેલા હેલ્થ ઈંશ્યોરન્સ કાર્ડ, પેન્શન કાર્ડ જેના પર આપનો ફોટો લાગેલો હોય અને અટેસ્ટેડ હોય, નેશનલ પોપ્યુલેશન રજિસ્ટ્રેશન દ્વારા જાહેર કરવામાં આવેલા સ્માર્ટ કાર્ડ, ધારાસભ્ય/સાંસદ/વિધાનપરિષદના સભ્ય તરફથી આપવામાં આવેલા સત્તાવાર ઓળખાણ પત્ર, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય તરફથી આપવામા આવેલ વિશિષ્ટ વિકલાંગતા આઈડી કાર્ડને બતાવીને પણ આપ મત આપી શકશો.

    1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન


    ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે, પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.

    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?


    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.

    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર


    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: 2022 Assembly elections, Gujarat Elections

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन