નવી દિલ્હી: ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીની જ્યારે ગુરુવારે મતગણતરી થશે, તો સત્તાધારી ભાજપની નજર અમુક નવા રેકોર્ડ બનાવવા પર રહેશે. ગુજરાતમાં જીત તેને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી ઉપરાંત એક માત્ર પાર્ટી બનાવી દેશે, જેણે સતત સાત વિધાનસભા ચૂંટણી જીતી હોય, વર્ષ 1977 અને 2011 સુધી 34 વર્ષ સુધી પશ્ચિમ બંગાળ પર શાસન કરનારી માકપાએ સતત 7 ચૂંટણી જીતી હતી, બીજી તરફ હિમાચલ પ્રદેશમાં 1985 બાદ કોઈ પાર્ટી સતત બે વિધાનસભા ચૂંટણી જીતી શકી નથી. જો ભારતીય જનતા પાર્ટી આ પહાડી રાજ્યમાં સત્તામાં આવશે, તો આ એક નવો રેકોર્ડ બનશે.
જો કે, ભાજપની સૌથી મોટી ઈચ્છા એક્ઝિટ પોલના પૂર્વાનુમાનોને સાચા સાબિત થતાં જોવાનું છે. જે અંતર્ગત હિમાચલ પ્રદેશમાં સત્તા જાળવી રાખતા ગુજરાતમાં અત્યાર સુધીનું સૌથી શાનદાર પ્રદર્શન નોંધાવાનું છે. ગુજરાતમાં ભાજપનો ગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 2002માં હતું, જ્યારે તેણે 182 સભ્યોવાળી વિધાનસભામાં 127 સીટ પર જીત નોંધાવી હતી. આ વખતે એક્ઝિટ પોલીના અનુમાનોમાં પાર્ટીને 117થી 151ની વચ્ચે સીટો આપી રહ્યા છે. જો પરિણામો આ ભવિષ્યવાણીની આસપાસ રહેશે, તો ભાજપ 2002નો પોતાનો રેકોર્ડ તોડી એક નવો રેકોર્ડ બનાવશે.
જો કે, સોનામાં સુગંધ ત્યારે ભળશે, જ્યારે પાર્ટીની જીત એક્ઝિટ પોલના આંકડા સુધી પહોંચી શકશે. એટલે કે, જો તે 149 સીટના અત્યાર સુધઈના રેકોર્ડને પાર કરી લે જે કોંગ્રેસને 1985માં માધવસિંહ સોલંકીના નેતૃત્વાં જીતી હતી, નવી દિલ્હીમાં આવેલ સેન્ટર ફોર દ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝમાં લોકનીતિના સહ નિર્દેશક સંજય કુમાર કહે છે કે, ભાજપ જો ગુજરાતમાં મોટી જીત મેળવશે અને હિમાચલ પ્રદેશમાં બહુમત મેળવી શકે છે, તો આ પરિણામોથી મનોબળ વધશે. તેના નેતાઓ અને કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધશે અને આ ધારણને મજબૂતી મળશે કે, તે 2024ની લોકસભા ચૂંટણી જીતવાના રસ્તા પર ચાલી રહી છે.
દિલ્હીની જીસસ એન્ડ મેરી કોલેજમાં રાજનીતિ વિજ્ઞાન વિભાગના પ્રોફેસર સુશીલા રામાસ્વામીએ કહ્યું કે, પાર્ટી પોતાની 2024ની યોજના વિશે વધારે બિંદાસ્ત દેખાઈ રહેશે. જો કે, એક્ઝિટ પોલ ખોટા પણ સાબિત થઈ શકે છે. વધતી મોંઘવારી, મોટી સંખ્યામાં નોકરી જવી, ભ્રષ્ટ્રાચાર, વિશેષ કરીને ગ્રામિણ વિસ્તારોમાં નારાજગી જોવા મળી છે. અંતિમ પરિણામ એક્ઝિટ પોલની ભવિષ્યવાણી અને ભાજપની આશા, બંને ઘણા ઓછા થઈ શકે છે. સૌથી ખરાબ પરિણામ એ આવી શકે છે કે, પાર્ટી હિમાચલ પ્રદેશમાં હારી જાય છે અને તેમની ગુજરાતમાં જીત મામૂલી રહે છે, જેટલી ગત ચૂંટણીમાં હતી, જ્યારે તેને ફક્ત 99 સીટ મળી હતી, તેમ છતાં કુમાર અને રામાસ્વામીનું માનવું છે કે, વ્યવહાર્ય રાષ્ટ્રીય વિકલ્પના અભાવમાં પરિણામોમાં રાષ્ટ્રીય રાજનીતિમાં ભાજપ માટે કોઈ ગંભીર પરિણામ નહીં આવે.
Published by:Pravin Makwana
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર