Home /News /national-international /Gujarat Election 2022: મત આપવા માટે ક્યાં જશો? આ રીતે ચેક કરો આપના ઘરની નજીકનું પોલિંગ બૂથ

Gujarat Election 2022: મત આપવા માટે ક્યાં જશો? આ રીતે ચેક કરો આપના ઘરની નજીકનું પોલિંગ બૂથ

Gujarat assembly election 2022

ગુજરાતના 19 જિલ્લોની 89 સીટો પર આજે પ્રથમ તબક્કાનું મતદાન થશે. ત્યારે આવા સમયે આપ આ 19 જિલ્લોમાંથી કોઈ પણ જિલ્લામાં આવતા હોય તો, આપે મતદાન કરવા જવાનું રહેશે. જેના માટે આપ ઘરે બેઠા આપનું પોલિંગ બૂથ જાણી શકશો.

    અમદાવાદ: ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન સવારે 8 વાગ્યાથી શરુ થઈ જશે. મતદાન પ્રક્રિયા સાંજના 5 વાગ્યા સુધી ચાલું રહેશે. ગુજરાતના 19 જિલ્લોની 89 સીટો પર આજે પ્રથમ તબક્કાનું મતદાન થશે. ત્યારે આવા સમયે આપ આ 19 જિલ્લોમાંથી કોઈ પણ જિલ્લામાં આવતા હોય તો, આપે મતદાન કરવા જવાનું રહેશે. જેના માટે આપ ઘરે બેઠા આપનું પોલિંગ બૂથ જાણી શકશો. કેટલીય વાર મતદારો પોતાના પોલિંગ બૂથને લઈને કંફ્યૂઝ થઈ જાય છે. જેને લઈને મતદાન કરવામાં મોડૂ થઈ જાય છે. એટલા માટે જો આપ મત આપવા જઈ રહ્યા છો અને પોલિંગ બૂથ જાણવા માગો છો, તો બસ આપે ખાલી આટલું કામ કરવાનું રહેશે.

    આ પણ વાંચો: Gujarat Elections 2022: ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન, આવી રીતે ચેક કરો મતદાર યાદીમાં આપનું નામ

    Gujarat Election 2022: ઓનલાઈન મતદાન મથક કેવી રીતે તપાસવું


    હકીકતમાં વિધાનસભા ચૂંટણી હોય કે લોકસભા ચૂંટણી હોય, આપ આપના પોલિંગ બૂથ પર જ વોટ નાખી શકશો. પોલીંગ બૂથ જાણવા માટે રાષ્ટ્રીય મતદાતા સેવા પોર્ટલ (https://www.nvsp.in/)પર જવાનું રહેશે. અહીં આપ વિધાનસભા ક્ષેત્રવાળું ઓપ્શન પસંદ કરવાનું રેહશે. ત્યાર બાદ નવી વિંડો ખુલે તેમાં ચૂંટણી કાર્ડનો નંબર, રાજ્ય અને કોડ ભરો. ત્યાર બાદ નીચે આપના પોલિંગ બૂથની ડિટેલ દેખાશે. આપ તેને ડાઉનલોડ પણ કરી શકશો.

    ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીના કાર્યાલયે એક નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, ગુરુવારે 14,382 મતદાન કેન્દ્રો પર સવારે આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યાની વચ્ચે મતદાન થશે. પહેલા તબક્કામાં જે 89 સીટો પર મતદાન થશે, તેમાંથી 48 પર ભાજપે વર્ષ 2017માં વિધાનસભા ચૂંટણીમાં જીત નોંધાવી હતી, જ્યારે કોંગ્રેસના ખાતામાં 40 સીટો ગઈ હતી અને એક સીટ પર અપક્ષ વિજયી થયા હતા.

    1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન


    ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે, પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.

    ગુજરાતમાં કુલ મતદારો કેટલા?


    ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.

    2017ના ચૂંટણી પરિણામ પર એક નજર


    ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.

    આ પણ વાંચો: ગુજરાત ચૂંટણી 2022 મતદાન લાઈવ અપડેટ્સ
    Published by:Pravin Makwana
    First published:

    Tags: 2022 Assembly elections

    विज्ञापन
    विज्ञापन