Home /News /national-international /Gujarat Election 2022: ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન, આવી રીતે ચેક કરો મતદાર યાદીમાં આપનું નામ

Gujarat Election 2022: ગુજરાતમાં આજે પ્રથમ તબક્કાનું મતદાન, આવી રીતે ચેક કરો મતદાર યાદીમાં આપનું નામ

Gujarat assembly election 2022

How to check name in Voter List Gujarat: આ દરમિયાન મત આપવા જાવ તે પહેલા એ જાણી લેવું જરુરી છે કે, આપનું નામ વોટર લિસ્ટમાં છે કે નહીં, અને આ રીતે આપ ખૂબ જ સરળતાથી તે જાણી શકશો.

  અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ગુરુવારે સવારે 7 વાગ્યાથી વોટ નાખવાના શરુ થઈ જશે. પ્રથમ તબક્કામાં દક્ષિણ ગુજરાતના 19 જિલ્લા અને કચ્છ સૌરાષ્ટ્રની 89 સીટો માટે 788 ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યમાં પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર થતી હોય છે, પણ આ વખતે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી ત્રીજો વિકલ્પ પણ મેદાનમાં છે. જેમાં વિધાનસભાની કુલ 182 સીટમાંથી 181 સીટ પર પોતાના ઉમેદવારો ઉતાર્યા છે.

  આ દરમિયાન મત આપવા જાવ તે પહેલા એ જાણી લેવું જરુરી છે કે, આપનું નામ વોટર લિસ્ટમાં છે કે નહીં, અને આ રીતે આપ ખૂબ જ સરળતાથી તે જાણી શકશો. તો આવો જાણીએ કેવી રીતે મીનિટોમાં આપ આપનું નામ ચેક કરી શકશો.

  આ પણ વાંચો: ગુજરાત ચૂંટણી 2022 મતદાન લાઈવ અપડેટ્સ

  Gujarat Election 2022: મતદાર યાદીમાં તમારું નામ કેવી રીતે જોવું


  સ્ટેપ 1. સૌથી પહેલા આપ https://nvsp.in/ વેબસાઈટ પર જવાનું રહેશે

  સ્ટેપ 2. અહીં એક ઓપ્શન દેખાશે, જેમાં Electoral Role પર ક્લિક કરવાનું રહેશે

  બાદમાં એક નવું વેબપેજ https://electoralsearch.in/ઓપન થશે
  અહીં આપને વોટર આઈ઼ડીની ડિટેલ જેમ કે નામ,ઉંમર, જન્મતારીખ, લિંગ, રાજ્ય જેવી જાણકારી આપવાની રહેશે.

  બધી ડિટેલ આપ્યા બાદ નીચે આપેલા કેપ્ચા કોડ પણ એન્ટર કરવાનો રહેશે, બાદમાં સર્ચ પર ક્લિક કરો.

  એક બીજી પણ રીતે છે, જેનાથી આપ વોટર લિસ્ટમાં આપનું નામ ચેક કરી શકશો. https://electoralsearch.in/ પેજ પર જ પોતાનું નામ મતદાર યાદીમાં ઓળખાણ પત્ર ક્રમાંક નાખીને સર્ચ કરી શકો છો. વોટર આઈડીથી નામ સર્ચ કરવાથી વધારે સરળતાથી રહે છે કેમ કે પહેલાની માફક આમાં ફક્ત EPIC નંબર, રાજ્ય અને કેપ્ચા કોડ જ નાખવાનો હોય છે.

  Gujarat Chunav  2022: એસએમએસ દ્વારા કેવી રીતે ચેક કરવું


  સ્ટેપ 1. આપને ફોનમાંથી એક ટેક્સ્ટ મેસેજ કરવાનો રહેશે
  મેસેજમાં EPIC લખીને તેની સાથે આપનું વોટર આઈડી કાર્ડ નંબર નાખો

  સ્ટેપ 2. બાદમાં મેસેજને 9211728082 અથવા 1950 પર મોકલી દો
  ત્યાર બાદ આપના મોબાઈલ નંબર પર એક મેસેજ આવશે, જેમાં આપ પોલિંગ નંબર અને નામ હશે.

  જરુરી વાત, જો આપનું નામ વોટર લિસ્ટમાં નથી, તો આપને કોઈ જાણકારી મળશે નહીં.

  Gujarat Election 2022 Voting: આ બેઠકો પર આજે થશે મતદાન


  આ 89 બેઠકો પર મતદાન મળતી માહિતી અનુસાર અબડાસા, માંડવી, ભુજ, અંજાર, ગાંધીધામ, રાપર, દસાડા, લીંબડી, વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા, મોરબી, ટંકારા, વાંકાનેર, રાજકોટ પૂર્વ, રાજકોટ પશ્ચિમ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય, જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી, કાલાવડ, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા, પોરબંદર, કુતિયાણા, માણાવદર, જુનાગઢ, વિસાવદર, કેશોદ, માંગરોળ, સોમનાથ, તલાલા, કોડીનાર, ઉના, ધારી, અમરેલી, લાઠી, સાવરકુંડલા, રાજુલા, મહુવા, તળાજા, ગારીયાધાર, પાલીતાણા, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, ભાવનગર પશ્ચિમ, ગઢડા, બોટાદ, નાંદોદ, દેડિયાપાડા, જંબુસર, વાગરા, ઝગડિયા, ભરૂચ, અંકલેશ્વર, ઓલપાડ, માંગરોળ, માંડવી, કામરેજ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા રોડ, કારંજ, લિંબાયત, ઉધના, મજુરા, કતારગામ, સુરત પશ્ચિમ, ચોર્યાસી, બારડોલી, મહુવા, વ્યારા, નિઝર, ડાંગ, જલાલપોર, નવસારી, ગણદેવી, વાંસદા, ધરમપુર, વલસાડ, પારડી, કપરાડા, ઉમરગામ મતદાન યોજાયું છે.

  1 અને 5 ડિસેમ્બરના રોજ મતદાન


  ગુજરાતમાં બે તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાત ચૂંટણી માટે 1 અને 5 ડિસેમ્બરનાં રોજ મતદાન થશે. આ સાથે 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર કરવામાં આવશે. પ્રથમ તબક્કા માટે પાંચ નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જ્યારે, પ્રથમ તબક્કા માટે 14 નવેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ. પ્રથમ તબક્કા માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ચકાસવામાં આવશે. 17 નવેમ્બર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે. બીજા તબક્કા માટે 10 નવેમ્બરે નોટિફિકેશન જાહેર થશે. જેમાં 17 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. જ્યારે 18 નવેમ્બરે ફોર્મ ચકાસણી હાથ ધરાશે અને 21 તારીખ સુધી ફોર્મ પરત ખેંચી શકશે.

  ગુજરાતમાં કુલ મતદારો કેટલા?


  ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને (gujarat election 2022) લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.

  2017ના ચૂંટણી પરિણામ પર એક નજર


  ગુજરાતમાં 14મી વિધાનસભાની ચૂંટણી 9મી ડિસેમ્બર, 2017 અને 14 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. 18મી ડિસેમ્બરના રોજ મતગણતરી કરવામાં આવી હતી. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી હતી. જોકે, 2012ની ચૂંટણીની સરખામણીમાં કૉંગ્રેસનો વોટ શેર અને બેઠકમાં વધારો થયો હતો. ગુજરાતમાં 1985 પછી કોંગ્રેસ પાર્ટીએ સૌથી વધારે બેઠક મેળવી હતી. આ ચૂંટણીમાં બીજેપીને 99 બેઠક મળી હતી. કૉંગ્રેસને 77 બેઠક મળી હતી. એનસીપીને એક બેઠક મળી હતી. બીટીપીને બે બેઠક મળી હતી. અપક્ષના ફાળે ત્રણ બેઠક રહી હતી.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: 2022 Assembly elections, Gujarat Elections

  विज्ञापन
  विज्ञापन