Home /News /national-international /Gujarat assembly election 2022: ગુજરાત જીતવા ભાજપે ઉતારી કેન્દ્રીય મંત્રીઓની ફોજ, રાજ્યના ખૂણે ખૂણે જઈને માહોલ સેટ કરશે

Gujarat assembly election 2022: ગુજરાત જીતવા ભાજપે ઉતારી કેન્દ્રીય મંત્રીઓની ફોજ, રાજ્યના ખૂણે ખૂણે જઈને માહોલ સેટ કરશે

ગુજરાત ફતેહ કરવા કેન્દ્રીય મંત્રીઓની ફોજ તૈયાર

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખતા ભાજપને ચૂંટણી રાજ્યમાં કેન્દ્રીય મંત્રીઓની ફોજ ઉતારવાની ઘોષણા કરી દીધી છે. 6 ઓક્ટોબરથી 10 ઓક્ટોબર સુધી ભાજપના મંત્રીઓ અલગ અલગ વિધાનસભામા જશે અને રણનીતિ પર કામ કરશે.

  નવી દિલ્હી: ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણીને લઈને ભલે સત્તાવાર રીતે જાહેરાત ન થઈ હોય, પણ ભાજપે અત્યારથી ચૂંટણી રણનીતિ ઘડી કાઢી છે. ગુજરાત ચૂંટણીને ધ્યાને રાખીને કેન્દ્રીય મંત્રીઓ અને પોતાના દિગ્ગજ નેતાઓનો ગુજરાત પ્રવાસ ફિક્સ કર્યો છે. 6 ઓક્ટોબરથી 10 ઓક્ટોબરની વચ્ચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીથી લઈને મીનાક્ષી લેખી સુધી, ઢગલાબંધ કેન્દ્રીય મંત્રીઓ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં જશે અને ભાજપ તરફી માહોલ ઊભો કરશે.

  આજે એટલે કે, 6 ઓક્ટોબરે વિદેશ તથા સંસ્કૃતિ મંત્રી મીનાક્ષી લેખી અને બીએલ વર્મા ગુજરાત પ્રવાસે હશે. મીનાક્ષી લેખી વિધાનસભા સીટ વ્યારા અને નિઝારનો પ્રવાસ કરશે. જ્યારે બીએલ વર્મા મહેમદાવાદ અને મહુધાનો પ્રવાસ કરશે. તો વળી 7 ઓક્ટોબરે કેન્દ્રીય મંત્રી વિરેન્દ્ર કુમાર, સ્મૃતિ ઈરાની, સાધ્વી નિરંજન જ્યોતિ, ભૂપેન્દ્ર યાદવ અને કિરેન રિજુજૂ ગુજરાતનો પ્રવાસ કરશે.

  આ પણ વાંચો: સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા હર્ષદ રિબડિયાની વિધિવત ભાજપમાં એન્ટ્રી, કમલમ ખાતે ધારણ કર્યો કેસરિયો

  વીરેન્દ્ર કુમાર કલોલ વિધાનસભા સીટ પર પ્રવાસ કરશે, તો વળી સ્મૃતિ ઈરાની આણંદની પેટલાદ તથા સોજિત્રા સીટનો પ્રવાસ કરશે. સાધ્વી જ્યોતિ વિરમગામ અને ધોળકાનો પ્રવાસ કરશે. જ્યારે અજય ભટ્ટ અરવલ્લી જિલ્લાના મોડાસા વિધાનસભાનો પ્રવાસ કરશે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અમરેલીના સાવરકુંડલા અને રાજૂલાનો પ્રવાસ કરશે. જ્યારે કિરેન રિજિજૂ ભાવનગરના મહુઆના પ્રવાસ કરશે.

  આ ઉપરાંત 8 ઓક્ટોબરે ડો. વીરેન્દ્ર કુમાર પંચમહાલના હાલોલ વિધાનસભાનો પ્રવાસ કરશે. કેન્દ્રીય મંત્રી અજય ભટ્ટ અરવલ્લી જિલ્લાના બાઢ વિધાનસભાનો પ્રવાસ કરશે અને રિજિજૂ ભાવનગરના પાલીતાણા વિધાનસભામાં અડ્ડો જમાવશે. 9 ઓક્ટોબરે કેન્દ્રીય મંત્રી પ્રતિભા ભૌમિક બનાસકાંઠા જિલ્લાના પાલનપુર વિધાનસભાનો પ્રવાસ કરશે.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: Gujarat Assembly Election 2022

  विज्ञापन

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन