Home /News /national-international /Gujarat Election 2022: ભાજપ પાર્લામેન્ટરી બેઠકમાં PM મોદી પહોંચ્યા, ઉમેદવારોના નામ પર લાગી શકે છે મહોર

Gujarat Election 2022: ભાજપ પાર્લામેન્ટરી બેઠકમાં PM મોદી પહોંચ્યા, ઉમેદવારોના નામ પર લાગી શકે છે મહોર

ફાઇલ તસવીર

Gujarat Election 2022: દિલ્હી ખાતે ભાજપ કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠક મળી છે. જેમાં અમિત શાહ, જે પી નડ્ડા, CM ભુપેનદ્ર્ પટેસ, સી આર પાટિલ સહિતના નેતાઓએ હાજરી આપી છે. જણાવવામાં આવી રહ્યું છે કે, આજે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર થઈ શકે છે.

વધુ જુઓ ...
  Gujarat Assembly Election 2022: ભારતીય જનતા પાર્ટી (BJP) ની ટોચની નેતાગીરી આજે એટલે કે બુધવારે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોના નામ પર ચર્ચા કરી શકે છે. ઉમેદવારોના નામ નક્કી કરવા માટે સાંજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળી છે. આ સમિતિમાં પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ સામેલ થયા છે આ ઉપરાંત, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચી શકે છે. જોકે CM ભુપેન્દ્ર પટેલ અને સી આર પાટીલ પણ આ બેઠકમાં પહોંચ્યા છે.

  યુવા ચહેરાઓને સ્થાન મળી શકે છે

  ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, બેઠક દરમિયાન ભાજપ તમામ 182 ઉમેદવારોના નામ નક્કી કરી શકે છે. તેમજ આગામી થોડા દિવસોમાં યાદી પણ જાહેર કરવામાં આવી શકે છે. તેમણે કહ્યું કે, પાર્ટી સીટ વહેંચણીના સંદર્ભમાં નવો રેકોર્ડ બનાવવાના ઉદ્દેશ્ય સાથે સંગઠનમાં નવી ઉર્જા ફેલાવવા માંગે છે. આ જોતાં અનેક વરિષ્ઠ નેતાઓને યાદીમાંથી બહાર રાખવાની શક્યતા નકારી શકાય તેમ નથી. સૂત્રોએ એમ પણ કહ્યું કે, પાર્ટીને સૂચનો મળ્યા છે કે તેણે નવા અને યુવા ચહેરાઓ પસંદ કરવા જોઈએ.  2017માં ભાજપે 99 બેઠકો જીતી હતી

  રાજ્યમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 99 બેઠકો અને તેની મુખ્ય હરીફ કોંગ્રેસને 77 બેઠકો જીતી હતી. તે જ સમયે, કોંગ્રેસના ઘણા ધારાસભ્યોના પક્ષ બદલવાને કારણે, વિધાનસભામાં ભાજપના સભ્યોની સંખ્યા વધીને 111 થઈ ગઈ છે. વળી, ભાજપ તમામ વર્તમાન ધારાસભ્યોને ફરીથી ટિકિટ આપે તેવી શક્યતા નથી. આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના આગમનથી ભાજપ અને કોંગ્રેસ સામે નવો પડકાર ઉભો થયો છે.
  Published by:Samrat Bauddh
  First published:

  Tags: Gujarat Assembly Election 2022, Gujarat Elections

  विज्ञापन
  विज्ञापन