Home /News /national-international /Weather Update: ગુજરાત, MPમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની શક્યતા, મહારાષ્ટ્રમાં યલો એલર્ટ
Weather Update: ગુજરાત, MPમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની શક્યતા, મહારાષ્ટ્રમાં યલો એલર્ટ
ભારતીય મોસમ વિભાગે મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
Weather Update: ભારત મોસમ વિભાગ(IMD)ના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસોમાં મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને ગુજરાત સહિત દેશના ઘણા ભાગમાં ભારે વરસાદની શક્યતા છે. મોસમ વિભાગે આ રાજ્યોના કેટલાક ભાગમાં ભારે વરસાદની પણ ચેતવણી આપી છે. આ સિવાય આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાત અને મધ્યપ્રદેશના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદની આગાહી છે.
નવી દિલ્હીઃ ભારત મોસમ વિભાગ(IMD)ના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસોમાં મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ અને ગુજરાત સહિત દેશના ઘણા ભાગમાં ભારે વરસાદની શક્યતા છે. મોસમ વિભાગે આ રાજ્યોના કેટલાક ભાગમાં ભારે વરસાદની પણ ચેતવણી આપી છે. આ સિવાય આગામી પાંચ દિવસ દરમિયાન ગુજરાત અને મધ્યપ્રદેશના કેટલાક ભાગમાં પણ ભારે વરસાદની આગાહી છે.
આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે, તેના પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મોસમ વિભાગે મુંબઈ, થાણે અને સિંધુદર્ગ સહિત મહારાષ્ટ્રના કેટલાક હિસ્સાઓમાં યલો એલર્ટ આપી છે. મુંબઈના કેટલાક હિસ્સાઓમાં સોમવારે રાતે ભારે વરસાદ થયો હતો અને વરસાદ પછી મુંબઈના સાયન વિસ્તારમાં પાણી ભરાયા હતા. એક રિપોર્ટ મુજબ મોસમ વિભાગે ઉત્તરાખંડના ગઢવાલ અને કુમાઉં ક્ષેત્રોના અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની રેડ એલર્ટ આપી છે.
રાજસ્થાનમાં આગામી ચાર-પાંચ દિવસ દરમિયાન વરસાદની આગાહી
ઉત્તરાખંડના જિલ્લાઓમાં છુટીછવાઈ જગ્યાઓ પર વીજળીના કડાકા સાથે વરસાદ પડવાની શક્યતા છે. આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં મંગળવારે પડેલા ભારે વરસાદ પછી હાઈવે અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. મોસમ વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે-ત્રણ દિવસોમાં રાજસ્થાનના ઘણા હિસ્સાઓમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. મોસમ વિભાગના એક પ્રવક્તાએ પીટીઆઈને જણાવ્યું કે આ પ્રણાલીના પ્રભાવથી પૂર્વી રાજસ્થાનના મોટાભાગના હિસ્સાઓમાં આગામી ચાર-પાંચ દિવસો સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
13-15 સપ્ટેમ્બરના ગાળા દરમિયાન કોટા, જયપુર, ઉદયપુર અને ભરતપુરમાં છુટોછવાયો વરસાદ થવાની શક્યતા છે. સ્કાઈમેટ વેધર રિપોર્ટ મુજબ, આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ બંગાળ, તટીય ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના ઉત્તરી તટ પર મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. સ્કાઈમેટ વેધરના રિપોર્ટ મુજબ આગામી 24 કલાક દરમિયાન, પશ્ચિમ બંગાળ, તટીય ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના ઉત્તરી તટ પર મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. આ સિવાય બિહાર, ઝારખંડ, ઓરિસ્સા, મધ્ય પ્રદેશ, ગુજરાત અને કોંકણ અને ગોવામાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સિવાય અહીં કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદની શક્યતા છે. પૂર્વોતર ભારત, દક્ષિણ છત્તીસગઢ, દક્ષિણ-પૂર્વ રાજસ્થાન, તટીય કર્ણાટક, કેરળ, ઉત્તરાખંડ અને તેલંગાનાના કેટલાક હિસ્સાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર