દેહરાદૂન/અલ્મોડા : ઉત્તરાખંડના રાનીખેતના ખેડૂત ગોપાલ ઉપ્રેતીએ ઉગાડેલા ધાણાનો છોડનો ગિનિજ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડમાં (Guinness World Records) સમાવેશ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે ગોપાલે 7.1 ફૂટ ઉંચા ધાણા ઉગાડવામાં સફળતા મેળવી છે, તે પણ ઓર્ગેનિક પદ્ધતિથી (Organic farming) ખેતી કરી છે. તમે ઘરમાં શાકભાજી સાથે લાવતા ધાણાને ક્યારેય જોયા છે. ધાણા (coriander plant)ઘણી મહેનત પછી પણ 14-15 ઈંચથી વધુ મોટો હોતા નથી. પરંતુ ગોપાલે ઉગાડેલ ધાણા આપણી ઊંચાઈથી વધુ છે. આ ધાણા જોઈને બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
7 ફૂટ 1 ઇંચ ઉંચા ધાણા
ઉત્તરાખંડના અલ્મોડા જિલ્લાના રાનીખેતનો ગોપાલ ઉપ્રેતી છેલ્લા લગભગ 8 વર્ષોથી પોતાના ફાર્મ પર ઓર્ગેનિક ખેતી કરી રહ્યો છે. તેણે ગત વર્ષે ઓક્ટોમ્બરમાં પૉલી હાઉસમાં 10 નાલી ( અડધો એકર ) જમીનમાં ધાણાનું વાવેતર કર્યુ હતું. પરંતુ છોડ જેમ-જેમ વધી રહ્યો હતો તેમ-તેમ તેને જોઈને લોકો ચકિત થઈ રહ્યા હતા. રાનીખેતના પૉલી હાઉસમાં ઉગી રહેલા ધાણાને જ્યારે માપવામાં આવ્યો તો એવરેજ 5 ફૂટ ઉંચાઈ મળી, જ્યારે સૌથી ઉંચો ધાણાનો છોડ 7 ફૂટ 1 ઇંચ સુધી વધી ગયો હતો.
આ પણ વાંચો - કોરોના વાયરસના કારણે પાકિસ્તાનના ક્રિકેટરનું મોત, પરિવારે ફટાફટ દફનવિધિ કરી નાખી
ગિનિજ રેકોર્ડમાં થયો સમાવેશ
આ વર્ષ 21 એપ્રિલે ગિનિજ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડે 7 ફૂટ 1 ઇંચ લાબા ધાણાનો સમાવેશ કર્યા છે. આ સમાચાર ગોપાલ ઉપ્રેતીને સત્તાવાર રીતે હવે આપવામાં આવ્યા છે. તે કહે છે કે ખેડૂતો માટે આનાથી વધુ ખુશીની વાત શુ હોઈ શકે કે તેની મહેનત સફળ થઈ જાય. ગિનિજ રેકોર્ડમાં ધાણાનો સમાવેશ થવાની કહાની પણ રસપ્રદ છે.
ગોપાલે જણાવ્યું કે ધાણાનો એક ફોટા ફેસબુક પર શેર કર્યો હતા. તેના પછી એક યૂઝરે કહ્યુ હતું કે આને રેકોર્ડમાં સામેલ કરવા માટે ગિનિજ બુકને એપ્રોચ કરો. પછી જિલ્લાના કૃષિ અધિકારીઓએ તેમના ફાર્મ પર વિઝિટ લઈને, ધાણાના છોડની ઉંચાઈ માપી અને સર્ટિફિકેટ આપ્યુ હતું. આ પહેલા 5 ફૂટ 9 ઇંચના ધાણા ગિનિજ રેકોર્ડમાં સામેલ હતા. જેને હવે 7 ફૂટ 1 ઇંચના ધાણા સાથે ગોપાલ ઉપ્રેતીએ પોતાના નામે કર્યો છે.
Published by:Ashish Goyal
First published:June 03, 2020, 20:21 pm