Home /News /national-international /

કોરોનાના શિકાર બનેલા શખ્સની અટૉપ્સી નહીં થાય, પરિજનો શબને સ્પર્શી નહીં શકેઃ સરકારે આપ્યા નિર્દેશ

કોરોનાના શિકાર બનેલા શખ્સની અટૉપ્સી નહીં થાય, પરિજનો શબને સ્પર્શી નહીં શકેઃ સરકારે આપ્યા નિર્દેશ

માત્ર એક વ્યક્તિને અંતિમ સંસ્કાર કરવા અને એક નિશ્ચિત અંતરથી શરીર પર ગંગા જળ છાંટવાની મંજૂરી હશે

માત્ર એક વ્યક્તિને અંતિમ સંસ્કાર કરવા અને એક નિશ્ચિત અંતરથી શરીર પર ગંગા જળ છાંટવાની મંજૂરી હશે

  કોલકાતાઃ પશ્ચિમ બંગાળ સરકાર (West Bengal)એ નિર્ણય લીધો છે કે તેઓ પોતાના રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) ના શિકાર બનેલા લોકોના શબ તેમના પરિજનોને નહીં સોંપે. ઉત્તર 24 પરગણા સ્થિત દમદમના રહેવાસી 57 વર્ષીય વ્યક્તિના શરીરના વિભિન્ન અંગોને સોમવારે લગભગ 3.35 વાગ્યે કામ કરવાનું બંધ કરી દીધું હતું જેના કારણે તેમનું મોત થયું. કોરોના વાયરસ (Covid-19)  મહામાર (Pandemic)ની વચ્ચે પડિતોના શબને કેવી રીતે સંભાળવાની છે, તેના વિશે જાગૃતિના અભાવે ભારત સરકારે આ સંબંધમાં અનેક સલાહ જાહેર કરી છે.

  વિશેષજ્ઞોનું કહેવું છે કે સાવધાની રાખતાં સ્વાસ્થ્યકર્મી કે પરિવારના સભ્યોના શરીરથી સંક્રમિત થવાની ખૂબ ઓછી શક્યતા હોય છે. જોકે કોરોના વાયરસ રોગીના ફેફડાથી સંબંધિત જોખમ હોય છે, તેથી સરકારે અટો૫સી ન કરાવવાનો નિર્ણય લીધી છે.

  પશ્ચિમ બંગાળના સ્વાસ્થ્ય વિભાગે સોલ્ટલેકમાં ખાનગી હોસ્પિટલના અધિકારીઓને લખ્યું છે કે, એ સુનિશ્ચિત કરવામાં આવે કે શબને સંભાળનારા સ્વાસ્થ્ય કમર્ચારી હાથની સ્વચ્છતા કાયમ રાખે અને તમામ આવશ્યક સુરક્ષા ઉપકરણોથી સજ્જ રહે, જેમાં વોટરપ્રૂફ એપ્રન, હાથ મોજા, માસ્ક અને આઇ વેર સામેલ છે.

  સરકારી દિશાનિર્દેશમાં કહેવામાં આવ્યું છે કે જે બેગમાં શબને પૅક કરવામાં આવશે તેનું ડિસિન્ફેક્શન જરૂરી છે. કોઈ પણ પ્રકારના ઘાવને 1% હિપોક્લોરિટની મદદથી ડિસઇનફેક્ટેડ કરવામાં આવશે. આરોગય વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, અમે શરીરથી કોઈ પણ પ્રકારના તરલ પદાર્થને બહાર આવતા રોકવા માટે હોસ્પિટલને કહ્યું છે કે તેઓ મોં, નાક બંધ કરી દે. અમે આવું કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના દિશા-નિર્દેશો અનુસાર કરી રહ્યા છીએ.

  આ પણ વાંચો, WHOએ ભારતના વખાણ કર્યા, કહ્યું- તેમની પાસે કોરોના વાયરસથી લડવાની જોરદાર ક્ષમતા

  તેઓએ કહ્યું કે, સીમિત સંખ્યામાં પરિવારના સભ્યોને દૂરથી શરીરના અંતિમ દર્શનની મંજૂરી હશે. અધિકારીએ કહ્યું કે, માત્ર એક વ્યક્તિને અંતિમ સંસ્કાર કરવા અને એક નિશ્ચિત અંતરથી શરીર પર ગંગા જળ છાંટવાની મંજૂરી હશે. ત્યારબાદ તે શખ્સને પણ સેનેટાઇઝ કરવામાં આવશે. કોઈ શરીર સ્પર્શ, સ્નાન, ચુંબન કે ભેટવાની મંજૂરી નહીં આપવામાં આવે. જોકે, અંતિમ સંસ્કાર કર્યા બાદ મૃતકના અવશેષ લેવા જઈ શકે છે. અધિકારીએ જણાવ્યું કે અંતિમ સંસ્કાર દરમિયાન હાજર રહેનારા સ્વાસ્થ્ય કર્મીઓના રેકોર્ડ રાખવા માટે પૂરી પ્રક્રિયાની વીડિયો ગ્રાફી કરવા માટે કહેવામાં આવ્યું છે.

  નોંધનીય છે કે, પડિતે કોઈ વિદેશ પ્રવાસ નહોતો કર્યો. તેમને તાવ અને સૂકી ઉધરણના કારણે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ બંગાળનો ચોથો કેસ હતો જેમાં 20 માર્ચે COVID-19ના પોઝિટિવ ટેસ્ટ કર્યા હતા. છેલ્લા એક સપ્તાહથી તેમના સંપર્કમાં રહેલા પરિજનોને પણ આ ખાનગી હોસ્પિટલમાં આઇસોલેટ કરવામાં આવ્યા છે.

  આ પણ વાંચો, કોરોના વાયરસઃ સાવધાન! NASAના નામે આ Fake Messageને વાયરલ કરાયો
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: Coronavirus, COVID-19, Pandemic, Who, World, ભારત, મોદી સરકાર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन