ગુજરાતથી ઉત્તરાખંડ જતાં પ્રવાસી-ટુર ઓપરેટરોએ આ શરતોનું પાલન કરવું ફરજિયાત

બે વર્ષ પહેલા ભારે વરસાદે મચાવેલી તબાહીનું દ્રશ્ય

  • Share this:
    ગુજરાતમાં પ્રવાસીઓને ઉત્તરાખંડમાં ચારધામની યાત્રા માટે જતા ટુર ઓપરેટરો માટે સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ગુજરાત રાજયના વાહન વ્યવહાર કમિશ્નર (ગાંધીનગર)ના પરિપત્ર અન્વયે, જે વાહન માલિકો ચારધામ પ્રવાસ(ચારધામ યાત્રા) માટે ઉત્તરાખંડ રાજયમાં જતા પ્રવાસીઓની સલામતી જળવાય અને પ્રવાસીઓને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે અંગે ઉત્તરાખંડ રાજયની શરતોનું પાલન કરવાનું રહેશે અને પ્રવાસી વાહન સંચાલન કરતા વાહન માલિકોએ તેમજ ટુર ઓર્ગેનાઇઝરે ઉત્તરાખંડ રાજયની શરતોનું પાલન કરવાનું રહેશે.

    નોંધનીય છે કે બે વર્ષ અગાઉ ઉત્તરાખંડમાં આભ ફાટતા અનેક ગુજરાતી પ્રવાસીઓ ફસાયા હતા અને હજુય કેટલાક લાપતા છે. આવા સમયે, જરૂર પડ્યે ફસાયેલા લોકોને સરકાર મદદરૂપ થઇ શકે એટલા માટે પણ આ તકેદારી રાખવી જરૂરી છે.

    આ શરતોનું પાલન કરવું જરૂરી છેઃ

    • વાહન માલિકનો ફોટો આઇ.ડી. તથા પુરેપુરૂ સરનામા સાથે મોબાઇલ નંબર આપવાનો રહેશે.

    • ટુર ઓર્ગેનાઇઝરે ફોટો આઇ.ડી. તથા પુરૂ પુરા સરનામા સાથે મોબાઇલ નંબર આપવાનો રહેશે.

    • પ્રવાસી વાહન બસો મહત્તમ ૪૬૬૩ મીમી વ્હીલ બેઝ તથા પર્વતીય માર્ગો પર વધુમાં વધુ ૪૨૨૫ મીમી વ્હીલ બેઝ અને વાહનોના મહત્તમ ઓવરેંગ ૬૦ ટકા નક્કી કર્યા છે.

    • તમામ પર્વતીય માર્ગો પર ચાલતી બસોની મહત્તમ પહોળાઇ ૨૫૦૦ મીમી નક્કી કરેલ છે.

    • પ્રવાસી વાહનોમાં એલ.પી.જી.સિલિન્ડર રાખી યાત્રા કરતાં વાહનોને ઉત્તરાખંડમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

    • ટુરીસ્ટ વાહનો (પ્રવાસી)વાહનોના આગળના ભાગમાં ડ્રાઇવર અને મુસાફર માટે બકેટ સીટ હોવી જરૂરી છે.

    • સ્વચ્છતા અભિયાન હેઠળ વાહનમાં બેઠેલ યાત્રીકો રસ્તાઓ પર કચરો ન ફેંકે તે માટે ઉત્તરાખંડમાં પ્રવેશતા બધા વાહનોમાં ડસ્ટબીન ગારબેજ બેગ લગાવવાની રહેશે.

    • તમામ ટ્રાન્સપોર્ટ વાહનોમાં ફરજિયાત લાકડાનો બ્લોક સાથે રાખવાનો રહેશે.

    Published by:Vinod Zankhaliya
    First published: