Home /News /national-international /GST Collections: આર્થિક મોરચે સરકાર માટે ખુશખબર, સપ્ટેમ્બર મહિનામાં પણ તિજોરી છલકાઈ

GST Collections: આર્થિક મોરચે સરકાર માટે ખુશખબર, સપ્ટેમ્બર મહિનામાં પણ તિજોરી છલકાઈ

સપ્ટેમ્બર મહિનામાં પણ શાનદાર રહ્યું જીએસટી કલેક્શન

નાણામંત્રાલયે જણાવ્યું છે કે, સપ્ટેમ્બર 2022માં ગ્રોસ જીએસટી રેવેન્યૂ 1,47,686 કરોડ રૂપિયા રહ્યું છે. આ સતત સામનો મહિનો છે, જ્યારે જીએસટી કલેક્શન 1.40 લાખ કરોડ રૂપિયાથી વધારે રહ્યું છે.

    નવી દિલ્હી: આર્થિક મોરચે ગુડ ન્યૂઝ આવ્યા છે. હકીકતમાં જોઈએ તો, જીએસટી કલેક્શન (GST Collection)ના આંકડામાં ફરી એક વાર ઉછાળો આવ્યો છે. નાણા મંત્રાલય (Finance Ministry)એ શનિવારે કહ્યું કે, સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન 26 ટકા વધીને 1.47 લાખ કરોડ રૂપિયાથી વધારે થઈ ગયું છે. સપ્ટેમ્બર મહિનામાં સરકારના ખજાનામાં કુલ 1,47,686 કરોડ રૂપિયા આવ્યા છે.

    સપ્ટેમ્બર 2022માં ગ્રોસ જીએસટી રેવેન્યૂ 147686 કરોડ રૂપિયા રહ્યું


    મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર 2022માં ગ્રોસ જીએસટી રેવેન્યૂ 147686 કરોડ રૂપિયા રહ્યું છે. આ સતત સાતમો મહિનો છે. જ્યારે જીએસટી કલેક્શન 1.40 કરોડ રૂપિયાથી વધારે રહ્યું છે.



    નાણામંત્રાલયે કહ્યું કે, ઓગસ્ટમાં કલેક્શન 1.47 લાખ કરોડ રૂપિયાથી વધારે થઈ ગયું છે. જેમાં સીજીએસટી કલેક્શન (CGST Collection) 25,271 કરોડ રૂપિયા, એસજીએસટી (SGST Collection) 31,813 કરોડ રૂપિયા, આઈજીએસટી (IGST Collection) 80, 464 કરોડ રૂપિયા (વસ્તુઓની આયાત પર કુલ 41,215 કરોડ રૂપિયા સહિત) અને સેસ 10,137 કરોડ રૂપિયા છે.


    સરકાર GST ના અંતર્ગત અમુક કેસોને ગુનાની શ્રેણીમાંથી બહાર લાવવા પર કરી રહી છે વિચાર


    અહીં ઉલ્લેખનિય છે કે, સરકાર જીએસટી અંતર્ગત અમુક કેસોને ગુનાના દાયરામાંથી બહાર લાવવા પર કામ કરી રહી છે. જે અંતર્ગત અભિયાન ચલાવવાથી લઈને મર્યાદા વધારવાની સાથે કરારવાળા સમાધાન યોગ્ય ગુના માટે દરને ઓછા કરવા પર વિચાર કરી રહી છે. હાલમાં જીએસટી ચોરી અથવા ઈનપુટ ટેક્સ ક્રેડિટનો દુરુપયોગ 5 કરોડ રૂપિયાથી વધારે થવા પર ગરબડ કરનારા એકમ વિરુદ્ધ કાર્યવાહી ચલાવાની જોગવાઈ છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: GST, Gst collection

    विज्ञापन
    विज्ञापन