Home /News /national-international /ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનું નિધન, CDS બિપિન રાવત સાથે હેલિકોપ્ટર ક્રેશમાં એક માત્ર સર્વાઇવર હતા

ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનું નિધન, CDS બિપિન રાવત સાથે હેલિકોપ્ટર ક્રેશમાં એક માત્ર સર્વાઇવર હતા

નથી રહ્યાં ગ્રુપ કેપ્ટન

તમિલનાડુનાં કુન્નૂરમાં હેલિકોપ્ટર ક્રેશમાં ઘાયલ થયેલાં ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનું પણ નિધન થઇ ગુય છે. વરૂણ સિંહ ગંભીર રૂપે ઘાયલ હતાં. તે લાઇફ સ્પોર્ટ સિસ્ટમ પર હતાં.

  તમિલનાડુનાં કુન્નૂરમાં હેલિકોપ્ટર ક્રેશમાં ઘાયલ થયેલાં ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનું પણ નિધન થઇ ગુય છે. વરૂણ સિંહ ગંભીર રૂપે ઘાયલ હતાં. તે લાઇફ સ્પોર્ટ સિસ્ટમ પર હતાં. 8 ડિસેમ્બરનાં તમિલનાડુનાં કુન્નૂરમાં સીડીએસ બિપિન રાવત, તેમની પત્ની સહિત 13 લોકોનું નિધન થઇ ગયુ હતું. આ દૂર્ધટનમાં ફક્ત વરૂણ સિંહ જ એકલાં જીવીત હતાં. બુધવારે તેઓ પણ જીંદગી સામેનો જંગ હારી ગયા. ભારતીય એરફોર્સ દ્વારા ટ્વિટ કરી આ વાતની જાણકારી આપવામાં આવી છે.

  આ પણ વાંચો-આજનો ઈતિહાસ, 15 ડિસેમ્બર: Sardar Vallabhbhai Patel સરદાર પટેલે દુનિયાને કહ્યું હતું અલવિદા,

  IAFએ ટ્વિટ કરી છે કે, ભારતીય એરફોર્સને આ જણાવતા ખુબજ દુખ થઇ રહ્યું છે કે, ગ્રુપ કેપ્ટનનું ઇલાજ દરમિયાન નિધન થઇ ગયુ છે. તે 8 ડિસેમ્બર 2021નાં થયેલી દૂર્ધટનાનાં એક માત્ર જીવીત હાતં. એરફોર્સ ઓફિસર તેનાં નિધન પર સંવેદના વ્યક્ત કરી છે. અને તેને પરિવારની સાથે મજબૂત ઉભી છે.  વાયુ સેના દ્વારા કરવામાં આવેલું ટ્વિટ

  યૂપીનાં દવરિયાનાં રહેવાસી હતાં વરૂણ-

  ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહ યૂપીનાં દેવરિયાનાં ખોરમા કન્હોલી ગામનાં રહેવાસી હતાં. તેમનું ઇલાજ વેલિંગ્ટન હોસ્પિટલમાં ચાલતું હતું. બેંગલુરુ અને પુણેનાં ડોક્ટર્સ તેમનું ઇલાજ કરતાં હતાં. વરૂણ ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાનનાં બેચમેટ હતાં. અભિનંદન વર્ધમાને જ 27 ફેબ્રુઆરી 2019નાં ભારતની સીમામાં ઘુસેલાં પાકિસ્તાની વિમાનને ભગાવી દીધુ હતું.
  Published by:Margi Pandya
  First published:

  Tags: CDS બિપિન રાવત, Group Captain, Varun Singh Pass Away, ભારતીય વાયુસેના

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन