Home /News /national-international /

Ground Report: કોંગ્રેસના હાથથી કેવી રીતે સરકી ગયું ભટ્ટા પારસૌલ? જેણે રાહુલ ગાંધીને છબિને આપી હતી ધાર

Ground Report: કોંગ્રેસના હાથથી કેવી રીતે સરકી ગયું ભટ્ટા પારસૌલ? જેણે રાહુલ ગાંધીને છબિને આપી હતી ધાર

લગભગ એક દાયકા બાદ ઉત્તર પ્રદેશના ભટ્ટા અને પારસૌલના લોકોમાં રાહુલ ગાંધી અંગે નિરાશા જોવા મળી રહી છે

Rahul Gandhi - 2011માં ભટ્ટા પારસૌલમાં ખેડૂતોની જમીન અધિગ્રહણ (Farmers Land acquisition)ના વિરોધમાં રાહુલ ગાંધીએ પહેલી વાર સફળ વિરોધ સંઘર્ષ કર્યો હતો

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના ભટ્ટા પારસૌલ (Bhatta-Parsaul) વિસ્તારથી રાહુલ ગાંધી (Rahul Gandhi)ની રાજનૈતિક કારકિર્દી સફળ થઈ હતી. રાષ્ટ્રીય રાજનીતિમાં ખેડૂતોના મુદ્દે રાહુલ ગાંધી લડાયક નેતા સાબિત થયા હતા. જોકે આજે કોંગ્રેસ (Congress)ના હાથમાંથી ભટ્ટા પારસૌલની જમીન સંપૂર્ણ રીતે જતી રહી છે. બંને ગામના લોકોમાં રાહુલ ગાંધી અંગે કોઈ ઉત્સાહ જોવા મળી રહ્યો નથી. ઉપરાંત કોંગ્રેસે આ સ્થળ પરથી સંપૂર્ણપણે રાજનીતિક જમીન ગુમાવી છે. વર્ષ 2011માં ભટ્ટા પારસૌલમાં ખેડૂતોની જમીન અધિગ્રહણ (Farmers Land acquisition)ના વિરોધમાં રાહુલ ગાંધીએ પહેલી વાર સફળ વિરોધ સંઘર્ષ કર્યો હતો.

આ સંઘર્ષના કારણે રાહુલ ગાંધીની રાષ્ટ્રીય સ્તર પર લડાયક નેતા તરીકેની છાપ ઊભી થઈ હતી. આ આંદોલનમાં બે સ્થાનિક અને બે પોલીસકર્મીના મૃત્યુ થયા હતા. ત્યારબાદ કોંગ્રેસ સરકારે આ મુદ્દે જમીન અધિગ્રહણ કાયદો બનાવ્યો હતો, જેમાં ખેડૂતોની સહમતિને પ્રાથમિકતા આપવામાં આવી.

ભટ્ટા પારસૌલના લોકો રાહુલ ગાંધીથી નિરાશ છે

લગભગ એક દાયકા બાદ ઉત્તર પ્રદેશના ભટ્ટા અને પારસૌલના લોકોમાં રાહુલ ગાંધી અંગે નિરાશા જોવા મળી રહી છે. આ બંને ગામ જેવર વિધાનસભાના ક્ષેત્ર હેઠળ આવે છે. ન્યૂઝ 18એ આ મુદ્દે ગ્રાઉન્ડ રિપોર્ટ રજૂ કર્યો છે. ગ્રાઉન્ડ રિપોર્ટમાં જમીન અધિગ્રહણ વિરોધી આંદોલનમાં મૃત્યુ પામેલ રાજપાલ તેવતિયાની પત્ની ઓમવતીએ કેટલીક જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, તેઓ કોંગ્રેસ નેતા તેમને ઠગી ગયા હોય તેવું તેમને લાગી રહ્યું છે. તેમણે દાવો કર્યો છે કે, તેમને કોઈપણ પ્રકારની સહાય કરવામાં આવી નથી અને રાહુલ ગાંધીના બે રૂપિયા પણ મળ્યા નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, રાહુલ ગાંધી આવ્યા હતા, પરંતુ તેમણે અમને કોઈ સહાય કરી નથી અન્ય લોકોને કદાચ કરી હોય તો તે અંગે અમને જાણ નથી.

આ પણ વાંચો - જમ્મુ-કાશ્મીરમાં ક્યારે થશે ચૂંટણી અને ક્યારે પાછો મળશે રાજ્યનો દરજ્જો? અમિત શાહે આપી વિગતો

ખેડૂતો રાહુલ ગાંધી સાથે સંપર્ક ટકાવી શક્યા નહીં: ભાજપ ધારાસભ્ય

જેવરથી ભાજપ ધારાસભ્ય ધીરેન્દ્ર સિંહે આ અંગે કેટલીક જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, તે સમયે એવું લાગ્યું હતું કે રાહુલ ગાંધી ખેડૂતોનો અવાજ બનીને આવ્યા છે. ખેડૂતો વધુ સમય સુધી રાહુલ ગાંધી સાથે સંપર્ક ટકાવી શક્યા નહીં. એક એવો સમય હતો કે ખેડૂતો રાહુલ ગાંધી પર વિશ્વાસ કરવા લાગ્યા હતા, પરંતુ રાહુલ ગાંધી અને તેમની ટીમ ખેડૂતોનો વિશ્વાસ ટકાવી રાખી શકી નથી.

રાહુલ ગાંધીને બાઈક પર બેસાડીને ભટ્ટા પારસૈલ લઈ જનાર આજે ભાજપ ધારાસભ્ય છે

ધીરેન્દ્ર સિંહ પોતાના બાઈક પર રાહુલ ગાંધીને બેસાડી ભટ્ટા પારસૌલ લઈ ગયા હતા. તે સમયે તેઓ કોંગ્રેસના કર્મનિષ્ઠ કાર્યકર્તા હતા. વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં ધીરેન્દ્ર સિંહ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યા હતા પરંતુ, ખૂબ જ ઓછા મતથી હારી ગયા હતા. વર્ષ 2017 ની વિધાનસભા ચૂંટણી પહેલા તેમણે ભાજપની ટિકિટ પરથી ચૂંટણી લડી હતી અને ત્યારબાદ ધારાસભ્ય બની ગયા. ધીરેન્દ્ર સિંહને લાગી રહ્યું છે કે, પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વ હેઠળ ખેડૂતોની સમૃદ્ધિ રહેલી છે. ધીરેન્દ્ર સિંહ વર્ષ 2022 ની વિધાનસભા ચૂંટણીમાં આ જ ક્ષેત્ર પરથી ચૂંટણી લડી રહ્યા છે.

રાહુલ ગાંધીએ જમીન અધિગ્રહણ વિરુદ્ધ કર્યો હતો ઉગ્ર સંઘર્ષ

કેટલાક મતદાતાઓ તમામ પાર્ટીઓથી નિરાશ છે. જેમાં મોટાભાગના એવા લોકો છે જે જમીન અધિગ્રહણના આંદોલનમાં સામેલ હતા અને તેમને જેલ જવું પડ્યું હતું. તેમને જમીનને બદલે કોઈ વળતર મળ્યું નથી. 7 મે 2011 ના રોજ ભટ્ટા પારસૌલ ગામમાં જમીન અધિગ્રહણના વિરોધમાં પોલીસ અને ખેડૂત વચ્ચે હિંસક આંદોલન થયું હતું. આ આંદોલનમાં બે ખેડૂત અને બે પોલીસકર્મીઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તે સમયે માયાવતીની સરકાર હતી અને રાહુલ ગાંધીએ આ મુદ્દે ઉગ્ર વિરોધ કર્યો હતો. અનેક દિવસો સુધી આ મુદ્દો ચર્ચામાં રહ્યો હતો.
First published:

Tags: Uttar Pradesh News, રાહુલ ગાંધી

આગામી સમાચાર