ગ્રાઉન્ડ રિપોર્ટઃ ત્રણ રાજ્યમાં જીત બાદ પણ કોંગ્રેસે ખુશ થવાની જરૂર નથી!

News18 Gujarati
Updated: December 13, 2018, 7:41 AM IST
ગ્રાઉન્ડ રિપોર્ટઃ ત્રણ રાજ્યમાં જીત બાદ પણ કોંગ્રેસે ખુશ થવાની જરૂર નથી!

  • Share this:
ભાજપે હિન્દી પટ્ટીના ત્રણ મુખ્ય રાજ્યને ભલે ગુમાવ્યા, પરંતુ ગ્રાઉન્ડ રિપોર્ટમાં ભાજપ હજી મજબૂત છે. મધ્યપ્રદેશમાં ભાજપ મતની ટકાવારી કોંગ્રેસથી વધી છે, જ્યારે રાજસ્થાનમાં કોંગ્રેસને મતની ટકાવારી વધુ છે. સમગ્ર બાજી અપક્ષ અને અન્ય પાર્ટીઓએ બગાડી છે.

અહીં ક્લિક કરી વાંચો આ HOT મહિલા પોલીસ કર્મીની સુંદરતા બની તેની દુશ્મન, લોકો કહે છે 'મારી ધરપકડ કરો'

જો આ વિધાનસભા ચૂંટણીની મતની ટકાવારીની તુલકા 2014માં થયેલી લોકસભાની ચૂંટણી સાથે કરીએ તો આ ભાજપનીમોટી હાર છે, કારણ કે આ ત્રણ રાજ્યની 65 લોકસભા સીટમાંથી 62 પર જીત મેળવી હતી. તેલંગણા અને મિજોરમમાં, ક્ષેત્રીય પાર્ટીની જીત થઇ છે.2014 બાદ આ અનેક રાજ્યમાં નોંધવામાં આવ્યું છે કે ગેર ભાજપ અને ગેર કોંગ્રેસી પાર્ટીઓની સારી મજબૂતી છે.

રાજનીતિક નિષ્ણાંતોનું માનવું છે કે આ સ્થાનિક પાર્ટી 2019ની લોકસભાની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા રહેશે. સામાન્ય ચૂંટણીમાં વડાપ્રધાન મોદી વિરુદ્ધ ગેર ભાજપી પાર્ટીને એક સાથે લાવી એક સંયુક્ત મોર્ચા બનાવવાની કવાયત ચાલી રહી છે.

છત્તીસગઢમાં નજર કરીએ તો કોંગ્રેસને આ ચૂંટણીમાં 43 ટકા મત મળ્યા જે 2013ની વિધાનસભામાં મળેલા 40.3 ટકા અને 2014ની સામાન્ય ચૂંટણીમાં મળેલા 38.7 ટકાથી વધુ છે. ગત લોકસભા ચૂંટણીમાં પાર્ટીને રાજ્યની 11 લોકસભા સીટમાંથી માત્ર 10 પર જ જીત મળી હતી. આ તુલનામાં ભાજપની મોટી હાર છે, કારણ કે પાર્ટીને 2013માં 41 ટકા મત મળ્યા હતા જે આ વખતે ઘટીને 33 ટકા રહી ગયા છે, 2014ની સામાન્ય ચૂંટણીમાં ભાજપને અંદાજે 49 ટકા મત મળ્યા હતા અને રાજ્યની 11 લોકસભા સીટમાંથી 10 પર જીત મેળવી હતી.

અહીં ક્લિક કરી વાંચો આ રહસ્યમય શહેરની અડધાથી વધારે આબાદી કરે છે આત્માઓ સાથે વાતોમત વિશ્લેષણ પર નજર કરીએ તો કેટલીક પાર્ટીઓ અને અપક્ષે વધુ મત મેળવ્યા છે. 2013માં બહુજન સમાજ પાર્ટીને 4.3 ટકા મત મળ્યા હતા. પરંતુ આ વખતે માયાવતીની પાર્ટીએ પૂર્વ મુખ્યમંત્રી અજિત જોગીની જનતા કોંગ્રેસ છત્તીસગઢ સાથે ગઠબંધન કર્યું અને બંનેને 11.5 ટકા મત મળ્યા છે.
First published: December 12, 2018, 11:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading