Home /News /national-international /Dowry Case: વિદાય સમયે માંગ્યું દહેજ: માંગ પૂરી ન કરતા જાન દૂલ્હન લીધા વગર જ પરત ફરી, પોલીસ ફરિયાદ

Dowry Case: વિદાય સમયે માંગ્યું દહેજ: માંગ પૂરી ન કરતા જાન દૂલ્હન લીધા વગર જ પરત ફરી, પોલીસ ફરિયાદ

દૂલ્હનના પિતાએ દહેજની માંગ પૂરી કરવામાં અસમર્થતા વ્યક્ત કરી તો વરરાજા અને તેનો પરિવાર દૂલ્હનોને લીધા વિના જાન લઈને પરત ફર્યા

Rajasthan News - દહેજમાં બે બાઇક અને સોનાના દાગીના સહિત 5 લાખ રૂપિયા માંગ્યા હતા. આટલું અપાશે તો જ બંને દૂલ્હનોને લઈ જશે તેવી ચીમકી આપી હતી

ભરતપુર : દેશમાં દહેજ (Dowry)નું દૂષણ આજે પણ દીકરીના પરિવાર માટે મુશ્કેલી સર્જે છે. ક્યારેક દહેજના કારણે પત્નીનો જીવ જાય છે તો ક્યારેક તેને માનસિક અને શારીરિક રીતે પરેશાન કરવામાં આવે છે. ત્યારે ભરતપુર જિલ્લા (Bharapur district)ના બયાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં સાત ફેરા લીધા બાદ દહેજ (Dowry demand)ની માંગણી પૂરી ન થતા નવવધૂઓને લીધા વગર જ જાન પાછી જતી થઈ હતી. આથી ખળભળાટ મચી ગયો હતો. બાદમાં આ બાબતે કોઈ નિરાકરણ ન આવતા તકલીફમાં મુકાયેલા દૂલ્હનના પરિવારજનો પોલીસ મથકે પહોંચી ગયા હતા અને ત્યાં વરરાજાના પરિવાર સામે દહેજનો કેસ (Dowry Case)નોંધાવ્યો હતો. પોલીસ સમગ્ર કેસની તપાસ કરી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના બયાના પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના સિકંદરા ગામની છે. સિકંદરાના રહેવાસી શિવશંકર અને તેના ભાઈ હરિશંકરની પુત્રીઓના લગ્ન 10 મેના રોજ થયા હતા. આ લગ્નમાં જાન ગઢી બજાણા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રામપુરાથી આવી હતી. જાનૈયા અને વરરાજા ગૌરવ તથા પવનનું દૂલ્હનના પરિવારજનોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. લગ્નની તમામ વિધિઓ આનંદથી હસતાં હસતાં વિધિ વિધાન સાથે થઈ હતી. રાત્રે બંને દીકરીઓના સાત ફેરા થયા હતા.

આ પણ વાંચો - કોંગ્રેસમાં થઇ શકે છે ‘એક પરિવાર-એક ટિકિટ’ નિયમની ફરી વાપસી, ચિંતન શિબિર પર નજર

વિદાય સમયે કરી દહેજની માંગ

બંને દૂલ્હનના પિતાએ મળીને દહેજમાં બાઇક, સોનાના દાગીના, ઘરવખરીનો સામાન અને ફર્નિચર આપ્યું હતું. બીજા દિવસે સવારે 11 મેના રોજ જાન વિદાય થવાનો સમય થયો, ત્યારે વરરાજાના પિતા જલસિંહ અને ઉદયસિંહે તેમના ભાઈ અને અન્ય સંબંધીઓ સાથે મળીને કન્યાના પિતા પાસે દહેજની માંગણી કરી હતી. તેમણે દહેજમાં બે બાઇક અને સોનાના દાગીના સહિત 5 લાખ રૂપિયા માંગ્યા હતા. આટલું અપાશે તો જ બંને દૂલ્હનોને લઈ જશે તેવી ચીમકી આપી હતી.

દૂલ્હનને લીધા વિના જ જાન પરત ફરી

આનાથી દૂલ્હનના પરિવારના સભ્યો આઘાતમાં આવી ગયા હતા. તેમણે વરરાજાના પરિવારોને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ તેઓ જીદે ચડ્યા હતા. દૂલ્હનના પિતાએ દહેજની માંગ પૂરી કરવામાં અસમર્થતા વ્યક્ત કરી તો વરરાજા અને તેનો પરિવાર દૂલ્હનોને લીધા વિના જાન લઈને પરત ફર્યા હતા. હવે બયાણા પોલીસ સ્ટેશન સમગ્ર કેસની તપાસ કરી રહ્યું છે. આ ઘટનાને કારણે દૂલ્હનના લગ્નમાં આવેલા સંબંધીઓ પણ ખૂબ ભાવુક થઇ ગયા હતા, પરંતુ તેઓ કંઇ કરી શક્યા ન હતા.
First published:

Tags: Dowry, Dowry case, રાજસ્થાન

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો