Home /News /national-international /

rajasthan news: બહેનોની ઈચ્છા પૂરી કરવા ભાઈ હેલિકોપ્ટરથી લાવ્યો ભાભી, સ્વાગત કરવા ઉમટી પડ્યું આખુ શહેર

rajasthan news: બહેનોની ઈચ્છા પૂરી કરવા ભાઈ હેલિકોપ્ટરથી લાવ્યો ભાભી, સ્વાગત કરવા ઉમટી પડ્યું આખુ શહેર

. લગ્ન પછી વરરાજા રાજેન્દ્ર સિંહે દુલ્હન સાથે રવિવારે હેલિકોપ્ટરમાં રામદેવરાથી ઉડાન ભરી

wedding in rajasthan - વરરાજાના પરિવારે પલકો બિછાવીને કન્યાનું ઉષ્માભેર સ્વાગત કર્યું

બાડમેર : પશ્ચિમ રાજસ્થાનમાં (rajasthan)ભારત-પાકિસ્તાન બોર્ડર (India-Pakistan border) પર આવેલા બાડમેર (Barmer) માં આયોજિત એક લગ્ન રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. અહીં એક વરરાજા પોતાની વહુ (Bride) ને લેવા માટે હેલિકોપ્ટર (Helicopter) દ્વારા તેના શહેર રામદેવરા પહોંચ્યો હતો. જ્યારે વરરાજાને જાન લાવવાની આ અલગ અને ખર્ચાળ રીત વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જવાબ આપ્યો કે 'મારી ત્રણ બહેનોની ઈચ્છા હતી કે ભાભીને હેલિકોપ્ટરમાં લાવવામાં આવે. તેમની ઈચ્છાને માન આપીને હું મારી દુલ્હન સાથે જેસલમેરના રામદેવરાથી હેલિકોપ્ટરમાં બાડમેર આવ્યો છું.

મળતી માહિતી મુજબ, બાડમેર શહેરના ગાંધીનગરમાં રહેતા શિક્ષક બજરંગ સિંહના એકમાત્ર પુત્ર રાજેન્દ્ર સિંહના લગ્ન રામદેવરાના નારાયણ સિંહની પુત્રી સંતોષ સાથે થયા છે. લગ્ન પછી વરરાજા રાજેન્દ્ર સિંહે દુલ્હન સાથે રવિવારે હેલિકોપ્ટરમાં રામદેવરાથી ઉડાન ભરી હતી. નારાયણ સિંહ વરિષ્ઠ શિક્ષક છે. શિક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રપતિ દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું છે. વરરાજાનું હેલિકોપ્ટર રામદેવરામાં લેન્ડ થતાં જ તેને જોવા લોકોની ભીડ ઉમટી પડી હતી.

આ પણ વાંચો - હાથમાં પિસ્તોલ અને રૂપિયાના બંડલ સાથે બાર બાળાઓનો ડાન્સ, જુઓ Viral Video

પરિવારે કર્યું નવવધુનુ સ્વાગત

લગ્ન સંપન્ન થયા પછી વરરાજા તેની દુલ્હનને રવિવારે હેલિકોપ્ટર દ્વારા બાડમેર લઈ ગયો હતો. બાડમેરમાં વરરાજાના પરિવારે જાણે પલકો બિછાવીને કન્યાનું ઉષ્માભેર સ્વાગત કર્યું. બાડમેરમાં પણ હેલિકોપ્ટરને જોવા માટે લોકો હેલીપેડ પર ઉમટી પડ્યા હતા. બાડમેર શહેરના મહાબર સ્થિત હેલિપેડ પર તેમનું સ્વાગત કરવા આવેલા સામાજિક કાર્યકર રિદમલ સિંહ દાંતાના જણાવ્યા અનુસાર, આ ક્ષણ ગર્વની હતી. બાડમેરમાં સતત પરિવર્તનનું ચિત્ર સકારાત્મક પરિવર્તન લાવી રહ્યું છે.

દીકરીઓની ઈચ્છા પૂરી કરવા માટે પરિવારે આપી સહમતી

બજરંગ સિંહને એક પુત્ર અને 3 પુત્રી છે. એમબીબીએસ કરી રહલા વરરાજાની ત્રણેય બહેનોએ ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેમની ભાભી હેલિકોપ્ટરથી આવે. દીકરીઓની આ ઈચ્છા પૂરી કરવા માટે આખો પરિવાર રાજી થયો અને દુલ્હનને હેલિકોપ્ટરથી લઈને આવ્યો. એમબીબીએસ કરી રહેલા વરરાજા ડો.રાજેન્દ્ર સિંહના કહેવા પ્રમાણે તેમણે બહેનોની ઈચ્છાને માન આપીને આ પગલું ભર્યું છે.

આ પણ વાંચો - Punjab Assembly Elections: રાહુલ ગાંધીએ છેલ્લી ઘડીએ ચન્નીને સીએમ ઉમેદવાર જાહેર કર્યા અને સિદ્ધુને ખબર પણ ના પડી, જાણો ઇન્સાઇડ સ્ટોરી

છ મહિનામાં બીજી વખત આવ્યો આવો અવસર

સમયની સાથે બદલાતા બાડમેરમાં એવું પહેલી વાર નથી કે કોઈ કન્યા હેલિકોપ્ટર દ્વારા અહીં આવી હોય. અહીં પહેલા પણ આવું બન્યું છે. છેલ્લા 6 મહિનામાં આ બીજી વખત છે જ્યારે દુલ્હન હેલિકોપ્ટર દ્વારા તેના સાસરે આવી છે. સમયની સાથે તાલ મિલાવી, છેલ્લા વર્ષોમાં બાડમેરમાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો થયા છે. એક તરફ બાડમેરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર બદલાઈ રહ્યું છે ત્યારે લોકોની વિચારસરણીમાં જબરદસ્ત પરિવર્તન આવી રહ્યું છે.
First published:

Tags: Rajasthan news, રાજસ્થાન

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन