Home /News /national-international /

એક મંડપમાં વરરાજાએ બે દૂલ્હનો સાથે કર્યા લગ્ન, બાળક પણ રહ્યો હાજર

એક મંડપમાં વરરાજાએ બે દૂલ્હનો સાથે કર્યા લગ્ન, બાળક પણ રહ્યો હાજર

રવિવારે બન્ને યુવતીઓના લગ્ન સંદીપ સાથે કરાવવામાં આવ્યા હતા

groom married two brides - આ લગ્નના પ્રસંગે બન્ને યુવતીઓના પરિવારજનો, સંદીપના પરિવારજનો અને ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. બધાએ તેમને આશીર્વાદ આપ્યા હતા

    લોહરદગા, ઝારખંડ : એક વરરાજાએ એક જ મંડપમાં બે દૂલ્હનો સાથે લગ્ન (groom married two brides)કર્યા છે. રવિવારે થયેલા અનોખા લગ્ન ઝારખંડના (jharkhand)લોહરદગામાં જોવા મળ્યા હતા. ખાસ વાત એ છે કે આ લગ્ન (married)ઘર-પરિવાર અને સમાજની સહમતિથી થયા છે. સ્થળ પર રહેલા વડીલોએ વરરાજા અને દુલ્હનોને આશીર્વાદ આપ્યા હતા.

    આ મામલો લોહરદગા જિલ્લાના ભંડરા પ્રખંડનો છે. અહીં બંડા ગામમાં સંદીપ ઉરાંવ બે યુવતીઓને પ્રેમ કરે છે. ધનામુંજી ગામમાં રહેતી સંદીપની એક પ્રેમિકા કુસુમ લકડા છે. ત્રણ વર્ષથી આ બન્ને એકબીજાને પ્રેમ કરે છે. કુસુમ લકડા લગ્ન પહેલા જ સંદીપના બાળકની માતા ગઇ છે. રવિવારે થયેલા આ લગ્નમાં તેમનો બાળક પણ ત્યાં હાજર હતા.

    રવિવારે દૂલ્હન બનેલી બીજી યુવતી બડ્રના પતરાતૂ મહતો ટોલીની રહેવાસી સ્વાતિ કુમારી છે. વર્ષ પહેલા બંગાળના ઇટ ભઠ્ઠા પર કામ કરતા સ્વાતિ અને સંદીપને પ્રેમ થયો હતો. બે યુવતીઓ સાથે ચાલી રહેલા પ્રેમ પ્રકરણને કારણે ઘણી વખત વિવાદ પણ થયા હતા. આ વાત ગામની સામે આવી હતી. આખરે બંડા ગામના લોકો સાથે બેઠક કરીને નક્કી કરવામાં આવ્યું કે આ બન્ને યુવતીઓના લગ્ન સંદીપ સાથે કરાવી દેવામાં આવે.

    આ પણ વાંચો - પત્નીએ બે પ્રેમીઓ પાસે કરાવી પતિની હત્યા, લાશના કર્યા 7 ટુકડા, પત્નીએ કહ્યું - મને કોઇ અફસોસ નથી

    આ નિર્ણય પછી રવિવારે બન્ને યુવતીઓના લગ્ન સંદીપ સાથે કરાવવામાં આવ્યા હતા. આ લગ્નના પ્રસંગે બન્ને યુવતીઓના પરિવારજનો, સંદીપના પરિવારજનો અને ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. બધાએ તેમને આશીર્વાદ આપ્યા હતા.

    કપરાડામાં પણ થયા હતા આવા લગ્ન

    કપરાડા તાલુકાના નાનાપોંઢા ગામે થોડા મહિના પહેલા આવા જ એક અનોખા લગ્ન થયા હતા. કપરાડાના નાનાપોંઢામાં વરરાજા એક જ મંડપમાં, એક જ દિવસે અને સમયે એકી સાથે બે કન્યાઓ સાથે લગ્નગ્રંથિથી જોડાશે તેવી લગ્ન કંકોત્રી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. નાનાપોંઢામાં રહેતો પ્રકાશ ગાવિત છેલ્લા 10થી વધુ વર્ષથી નાનાપોંઢાની નયના અને નાની વહિયાળની કુસુમ સાથે પ્રેમ સંબંધ બંધાયા બાદ સાથે જ રહેતા હતા. નયના અને કુસુમ લાંબા સમયથી પ્રકાશના ઘરે પત્નીની જેમ જ રહેતા હતા. આદિવાસી સમાજમાં સામાન્ય રીતે યુવક યુવતીઓ લાંબો સમય સાથે રહ્યાં બાદ આર્થિક સગવડે લગ્ન કરતાં હોય છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Jharkhand, Jharkhand News

    આગામી સમાચાર