સાત ફેરા લીધા બાદ અચાનક વરરાજાએ કાપી દીધી દુલ્હનના હાથની નસ!

સાત ફેરા લીધા બાદ અચાનક વરરાજાએ કાપી દીધી દુલ્હનના હાથની નસ!
વરરાજાએ દુલ્હનના હાથની નસ કાપી દેતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી.

કોઈ વિધિ મામલે બંને પક્ષ વચ્ચે થયેલો હિંસક ઝઘડો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો

 • Share this:
  સંદીપ મિશ્ર, સીતાપુર : ઉત્તર પ્રદેશના સીતાપુરમાં લગ્ન સમારોહ (Marriage Function) દરમિયાન શુક્રવારે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં કોઈ વિધિને લઈ વર-વધુ પક્ષની વચ્ચે વિવાદ થઈ ગયો. ઝઘડી એ હદે વણસી ગયો કે વરરાજા (Groom)એ ધારદાર હથિયારથી દુલ્હન (Bride)ના હાથની નસ કાપી દીધી. જેના કારણે દુલ્હન ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ. વરરાજાનું આ કૃત્ય જોઈ દુલ્હનના પરિજનો વધુ આક્રોશિત થઈ ગયા. જોતજોતામાં જ દુલ્હનના પરિજનોએ જાનૈયાઓ સાથે મારઝૂડ શરૂ કરી દીધી. જેમાં વરરાજા સહિત લગભગ 6 લોકો ઘાયલ થઈ ગયા. ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલ (Hospital)માં દાખલ કરવામાં આવ્યા.

  આ સમગ્ર મામલો લહરપુર પોલીસ સ્ટેશનની હદના ગૌરિયા પ્રહલાદપુરનો છે. નોંધનીય છે કે પડોશી જનપદ લખીમપરુ ખીરીના મેલા મેદાનમાં રહેનારા બાબૂના દીકરા છોટુની જાન લહરપુર પોલીસ સ્ટેશન હદના ગૌરિયા પ્રહલાદપુરના રહેવાસી બદલૂના ઘરે આવી હતી. જ્યાં લગ્ન વિધિ દરમિયાન બંને પક્ષોની વચ્ચે વિવાદ થઈ ગયો. જોતજોતામાં મારપીટ શરૂ થઈ ગઈ. આ દરમિયાન વરરાજા છોટુ ઘરની અંદર ગયો જ્યાં દુલ્હન પર જીવલેણ હુમલો કરતાં ચાકૂથી તેના હાથની નસ કાપી દીધી. જેમાં દુલ્હન ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ.  આ પણ વાંચો, ભારતીય કપલ કરાવી રહ્યું હતું ફોટોશૂટ ત્યારે જિરાફે કરી દીધું કંઈક આવું

  દીકરીને ઘાયલ જોઈને પિતા સહિત ઘરના અન્ય સભ્ય ક્રોધે ભરાઈ ગયા અને જાનૈયાઓ સાથે મારઝૂડ શરી કરી. મારપીટમાં વરરાજા સહિત બંને પક્ષોના 6 લોકો ઘાયલ થયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી. પોલીસે વરરાજા અને દુલ્હન સહિત તમામ ઘાયલોને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાવ્યા. પોલીસ મુજબ, હાલ બંને પક્ષો તરફથી કોઈ ફરિયાદ નોંધાવામાં આવી નથી. તેઓએ જણાવ્યું કે જો કોઈ અરજી આપશે તો તપાસ બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે.

  આ પણ વાંચો, આ ગામમાં બેન્ડ-વાજા સાથે ભેંસના બચ્ચાની થઈ મુંડનવિધિ, જાણો કારણ
  Published by:News18 Gujarati
  First published:March 13, 2020, 10:49 am