સ્તનપાનની તસવીર છાપનાર સામયિક અને મોડલ સામે ફરિયાદ દાખલ

ગૃહલક્ષ્મીના કવર પર છપાયેલી મોડલની તસવીર

ગૃહલક્ષ્મી સામયિકના આ કવર પેજની સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે. અમુક લોકો તેની પ્રશંસા કરી રહ્યા છો તો અમુક લોકો તેને નારી અસ્મિતા વિરોધી ગણાવી રહ્યા છે.

 • Share this:
  મલયાલમ સામયિક 'ગૃહલક્ષ્મી'ના કવર પેજ પર નવજાત બાળકને બ્રેસ્ટફીડ કરાવતી એક અભિનેત્રીની તસવીરને લઈને કેરળના કોલ્લમ સ્થિત સીજેએમ કોર્ટમાં કેસ નોંધવામાં આવ્યો છે.

  થોડા દિવસ પહેલા મલયાલમ મોડલ તેમજ અભિનેત્રી ગિલુ જોસેફની એક તસવીર ગૃહલક્ષ્મીમાં પ્રકાશિત થઈ હતી. જેમાં તે એક નવજાતને સ્તનપાન કરાવતી નજરે પડી રહી છે. આ તસવીર સાથે કવર પેજ પર મહિલાઓ જ્યારે બાળકને દૂધ પીવડાવતી હોય છે ત્યારે તેને તાકી તાકીને જોતો લોકો માટે કહેવામાં આવ્યું છે કે, '"મધર્સ ટેલ કેરળ, 'પ્લીઝ ડોન્ટ સ્ટેર, વી નીડ ટુ બ્રેસ્ટફીડ" (માતાઓ કેરળને કહો, 'વિસ્ફરિત આંખે ન જુએ, સ્તનપાન કરાવવું જરૂરી છે".

  આ સામયિક સામે ફરિયાદ દાખલ કરનાર વકીલ વિનોદ મૈથ્યૂ વિલ્સનનું કહેવું છે કે, આ તસવીર કામુક પ્રકૃતિવાળી છે, તેમજ તે મહિલાની ગરિમાને નીચી બતાવે છે. પોતાની અરજીમાં વકીલે કહ્યું છે કે, 'મહિલાઓના અશ્લીલ ચિત્રણ અધિનિયમની કલમ 3 અને 4 પ્રમાણે આ એક સજાપાત્ર ગુનો છે.'

  વિલ્સને પોતાની અરજીમાં મોડલ ગિલુ જોસેફ ઉપરાંત તસવીર છાપનાર સામયિક કંપની માતૃભૂમિ પબ્લિકેશનના મેનેજિંગ ડિરેક્ટર પી વી ગંગાધરણ, સામયિકના મેનેજિંગ એડિટર પીવી ચંદ્રન અને એડિટર ઇન્ચાર્જ એમપી ગોપીનાથને આરોપી બનાવ્યા છે.

  ગૃહલક્ષ્મી સામયિકના આ કવર પેજની સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે. અમુક લોકો તેની પ્રશંસા કરી રહ્યા છો તો અમુક લોકો તેને નારી અસ્મિતા વિરોધી ગણાવી રહ્યા છે.


  Published by:Vinod Zankhaliya
  First published: