ગ્રેટા થનબર્ગ ટૂલકિટ મામલામાં કાર્યવાહી, બેંગલુરુથી ક્લાઇમેટ એક્ટિવિસ્ટ દિશા રવિની થઈ ધરપકડ

ગ્રેટા થનબર્ગ ટૂલકિટ મામલામાં કાર્યવાહી, બેંગલુરુથી ક્લાઇમેટ એક્ટિવિસ્ટ દિશા રવિની થઈ ધરપકડ
ક્લાઇમેટ ચેન્જ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગની ફાઇલ તસવીર

ક્લાઇમેટ ચેન્જ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે એક ટૂલકિટને ટ્વીટ કરી હતી, જેમાં કથિત રીતે ખેડૂત આંદોલનને લઈને મોદી સરકારને ઘેરવાનું કાવતરું રચવામાં આવ્યું હતું

  • Share this:
    આનંદ તિવારી, નવી દિલ્હી. ખેડૂત આંદોલન (Farmers Protest)ને લઈ ભારતને કથિત રીતે આંતરરાષ્ટ્રીય સ્તર પર ઘેરવા માટે તૈયાર કરવામાં આવેલી રણનીતિનો ખુલાસો થયા બાદથી મોટો હોબાળો થઈ ગયો છે. મૂળે, ક્લાઇમેટ ચેન્જ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ (Greta Thunberg)એ એક ટૂલકિટ (Toolkit)ને ટ્વીટ કરી હતી, જેમાં કથિત રીતે ખેડૂત આંદોલનને લઈને મોદી સરકાર (Modi Government)ને ઘેરવા અને ભારત (India)ને બદનામ કરવાનું કાવતરું રચવામાં આવ્યું હતું. આ મામલામાં હવે દિલ્હી પોલીસ (Delhi Police)ની સ્પેશલ સેલના સાઇબર યૂનિટે બેંગલુરુથી 21 વર્ષીય ક્લાઇમેટ એક્ટિવિસ્ટ દિશા રવિ (Disha Ravi)ની ધરપકડ કરી છે.

    પોલીસના જણાવ્યા મુજબ, દિશા રવિને આજે દિલ્હીની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. દિશા પર આરોપ છે કે તેણે 26 જાન્યુઆરીએ યોજાયેલી ટ્રેક્ટર રેલીને લઈને સાઇબર સ્ટ્રાઇક માટે બનાવવામાં આવેલા ટૂલકિટને એડિટ કરી હતી, તેમાં કેટલીક ચીજો ઉમેરી અને તેને આગળ સર્કુલેટ કરી હતી. પોલીસે જણાવ્યું કે આ મામલામાં કેટલાક બીજા નામો પણ રડાર પર છે અને ટૂંક સમયમાં અન્ય લોકોની ધરપકડ કરવામાં આવશે.



    આ પણ વાંચો, Pulwama Attack: અમેઝોનથી ખરીદ્યું હતું બોમ્બ બનાવવાનું કેમિકલ, CRPFના 40 જવાન થયા હતા શહીદ

    ‘ફ્રાઇડે ફોર ફ્યૂચર કેમ્પેન’ની ફાઉન્ડર્સમાં દિશા રવિ પણ એક સભ્ય છે. દિલ્હી પોલીસે 4 ફેબ્રુઆરીએ ગ્રેટા દ્વારા શૅર કરેલી ટૂલકિટને લઈ કેસ નોંધ્યો હતો. ટૂલકિટ મામલામાં થયેલી આ પહેલી ધરપકડ છે. દિશાએ માઉન્ટ કાર્મેલ કોલેજથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી છે. સૂત્રોએ જણાવ્યા મુજબ, દિલ્હી પોલીસની સ્પેશલ સેલે જ્યારે તેની ધરપકડ કરી, તે સમયે તે ઘરેથી જ કામ કરી રહી હતી.

    આ પણ વાંચો, આંધ્ર પ્રદેશના કુરનૂલમાં બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર, 13 લોકોનાં મોત, 4 ઘાયલ

    દિશા રવિના પિતા મૈસૂરમાં એથલેટિક્સ કોચ છે, જ્યારે માતા ગૃહિણી છે. નોંધનીય છે કે, દિલ્હી પોલીસની સાઇબર ક્રાઇમ સેલે 4 ફેબ્રુઆરીએ IPCની સેક્શન 124A, 120A અને 153A હેઠળ બદનામ કરવા, અપરાધિક કાવતરું રચવા અને નફરતને પ્રોત્સાહન આપવાના આરોપમાં FIR નોંધી હતી.
    Published by:Mrunal Bhojak
    First published:February 14, 2021, 11:46 am

    ટૉપ ન્યૂઝ