ટ્રમ્પને ગુસ્સામાં ઘૂરતી જોવા મળી આ કિશોરી, Video વાયરલ

News18 Gujarati
Updated: September 24, 2019, 2:08 PM IST
ટ્રમ્પને ગુસ્સામાં ઘૂરતી જોવા મળી આ કિશોરી, Video વાયરલ
ડોનાલ્ડ ટ્રમ્પે ઘૂરતી ગ્રેટાની તસવીરને લોકો સોશિયલ મીડિયા પર બહુ શૅર કરી રહ્યા છે.

ગ્રેટાના ચહેરાના એકદમ બદલાયેલા ભાવવાળો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે

  • Share this:
સંયુક્ત રાષ્ટ્ર : જળવાયુ સંમેલન (Climate summit)માં પોતાના ચોટદાર ભાષણના કારણે ચર્ચામાં આવેલી યુવા ક્લાઇમેટ ઍક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ (Greta Thunberg)નો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ને ગુસ્સામાં ઘૂરતી જોવા મળી રહી છે.

મૂળે, સોશિયલ મીડિયા (Social Medea) પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગ્રેટા સંયુક્ત રાષ્ટ્ર (United nation)ની લૉબીમાં દુનિયાભરના નેતાઓના આગમનની રાહ જોઈ રહી છે. તેના ચહેરા પર ઉત્સુક્તા દેખાય છે, પરંતુ તેના ચહેરાના ભાવ તે સમયે બદલાઈ જાય છે જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે આવે છે.

ગ્રેટાના ચહેરાના એકદમ બદલાયેલા ભાવ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યા છે. યૂઝર્સનું કહી રહ્યા છે કે તેઓએ કોઈ શબ્દ બોલ્યા વગર પોતાની આંખોથી ઘણું બધું કહી દીધું છે.
નોંધનીય છે કે, સંયુક્ત રાષ્ટ્ર (United Nations)માં જળવાયુ પરિવર્તન પર યોજાયેલી સમિટમાં પોતાની સ્પીચના કારણે ગ્રેટા અચાનક સમાચારોમાં છવાઈ ગઈ છે. તેણે દુનિયાભરના નેતાઓ અને નીતિનિર્ધારકો પર આકરા પ્રહારો કરતાં કહ્યું કે, આપણે ખતમ થવાના આરે છીએ. પરંતુ તમે લોકો માત્ર પૈસા અને આર્થિક વૃદ્ધિની વાત કરી રહ્યા છો. આપની હિંમત કેવી રીતે થઈ. આપના બોદા શબ્દોએ અમારું બાળપણ અને સપના ચોરી લીધા. લોકો કષ્ટમાં છે, લોકો મરી રહ્યા છે. પરંતુ હું નસીબદાર લોકો પૈકીનું છું જે અહીં છું.

ટ્રમ્પે મજાક ઉડાવી

સંયુક્ત રાષ્ટ્રમાં ગ્રેટાની સ્પીચે જ્યાં દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું, તો બીજી તરફ ટ્રમ્પે એક પ્રકારે તેની મજાક ઉડાવી છે. ગ્રેટના આંસુ ભરેલા ચહેરા પર ગુસ્સાનો ભાવ જોઈ જ્યાં અનેક લોકો સ્તબ્ધ છે, એવામાં ટ્રમ્પને તેનો ચહેરો ખુશીથી ભરેલો દેખાઈ રહ્યો છે.

ટ્રમ્પે ગ્રેટના નિવેદન બાદ ટ્વિટ કરીને કહ્યુ કે, તે મને એક ખૂબ ખુશ છોકરી લાગી. તેનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ અને સારું છે.

નોંધનીય છે કે, સોમવારે સંયુક્ત રાષ્ટ્રમાં ક્લાઇમટે સમિટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ ખૂબ ટૂંકો સમય રોકાયા હતા.

આ પણ વાંચો, ટ્રમ્પ પાકિસ્તાની પત્રકાર પર ભડક્યા, ઈમરાન ખાનની સામે જ કરી ફજેતી

આ પણ વાંચો, 'આ મંગળ ગ્રહ નહીં ઇન્ડોનેશિયા છે', આ કારણે આકાશમાં લાલ ચાદર છવાઈ
First published: September 24, 2019, 2:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading