J&K: અનંતનાગમાં ડીસી ઓફિસ બહાર આતંકી હુમલો, 10 લોકો ઘાયલ

News18 Gujarati
Updated: October 5, 2019, 1:06 PM IST
J&K: અનંતનાગમાં ડીસી ઓફિસ બહાર આતંકી હુમલો, 10 લોકો ઘાયલ
પ્રતીકાત્મક તસવીર

બુકાનીધારી બાઇકસવારે ગ્રેનેડ હુમલો કર્યો, ઘાયલોમાં એક ટ્રાફિક પોલીસકર્મી અને પત્રકાર પણ ઘાયલ

  • Share this:
જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)ના અનંતનાગ (Anantnag)માં આતંકી હુમલો થયો છે. મળતી માહિતી મુજબ, અહીં બાઇકસવાર બુકાનીધારી હુમલાખોરોએ ડેપ્યુટી કમિશ્નરની ઓફિસ પર ગ્રેનેડ (Grenade)થી હુમલો કર્યો, જેમાં ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા છે. હુમલા બાદ બાઇકસવાર આતંકવાદી (Terrorist) ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા. સુરક્ષાદળો (Security Agencies)એ વિસ્તારને ઘેરી લીધો છે અને આતંકવાદીઓની ધરપકડ માટે અનેક સ્થળે શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

ગ્રેનેડ હુમલામાં ઘાયલ થયેલા લોકોમાં એક ટ્રાફિક પોલીસકર્મી અને પત્રકાર પણ સામેલ છે. એએનઆઈના રિપોર્ટ મુજબ, તમામને સામાન્ય ઈજાઓ થઈ છે. સુરક્ષા દળો વળતી કાર્યવાહીમાં લાગી ગઈ છે. હુમલાખોરોને ઓળખીને તેમને ઝડપી લેવા માટે સર્ચ ઓપરેશન (Search Operation) હાથ કરવામાં આવી રહ્યું છે.

જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવાન બે મહિના થઈ ચૂક્યા છે. આતંકવાદીઓ દ્વારા સતત જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવવાના વિરોધમાં સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન અનંતનાગમાં હુમલાને અંજામ આપ્યો છે. બીજી તરફ, LoCથી પણ છેલ્લા કેટલાક દિવસોમાં આતંકવાદી ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાના સતત પ્રયાસો કરી રહ્યા છે.આ પહેલા ગત સપ્તાહે પણ જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે બે અલગ-અલગ સ્થળે એક સાથે એન્કાઉન્ટરની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં 6 આતંકવાદી ઠાર મરાયા હતા. જેમાંથી ત્રણ પાકિસ્તાની નાગરિક હતા. એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થયો હતો, જ્યારે બે પોલીસકર્મી ઘાયલ થયા હતા.

આ પણ વાંચો,

વિદેશ મંત્રીએ પાક.ને ટાર્ગેટ કરતાં કહ્યુ, એકને બાદ કરતાં તમામ પાડોશી દેશો સાથે સારા સંબંધ
વાયુસેના પ્રમુખ રાકેશ ભદૌરિયાએ કહ્યુ- બાલાકોટ એરસ્ટ્રાઇક ન થતી તો આતંકવાદ વધી જતો
First published: October 5, 2019, 12:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading