Home /News /national-international /

પત્નીની હત્યા કરીને પતિ કરતો રહ્યો નાટક, સ્માર્ટ વૉચે ફોડી નાખ્યો ભાંડો, પોલીસે આ રીતે હત્યા કેસ ઉકેલ્યો

પત્નીની હત્યા કરીને પતિ કરતો રહ્યો નાટક, સ્માર્ટ વૉચે ફોડી નાખ્યો ભાંડો, પોલીસે આ રીતે હત્યા કેસ ઉકેલ્યો

પત્ની સાથે હત્યારો પતિ બાબીસ.

Caroline Crouch murder case: આ કેસમાં જ્યાં સુધી ભેદ ન ઉકેલાયો ત્યાં સુધી તમામ લોકો મહિલાના પતિની વાતો સાંભળીને દુઃખી હતા.

  લંડન: બ્રિટનની એક યુવતી (Britain Woman Murder)ની હત્યાના સમાચાર આજકાલ ચર્ચામાં છે. આ કેસમાં જ્યાં સુધી ભેદ ન ઉકેલાયો ત્યાં સુધી તમામ લોકો મહિલાના પતિની વાતો સાંભળીને દુઃખી હતા. ત્યાં સુધી કે યુવતીની માતાએ પણ પોતાના જમાઈને છાતીએ લગાડીને આંસુ વહાવ્યા હતા. સાસુને ક્યાં ખબર હતી કે તેનો જમાઈ જેટલો દેખાઈ રહ્યો છે એટલો સીધો નથી. દીકરીની હત્યા (Husband Suffocated Wife) પાછળ એક એવી કહાની છૂપાયેલી છે, જેને સાંભળીને તેનો આત્મા પણ કંપી ઉઠશે. આ આખા કેસમાં મૃતક યુવતીની સ્માર્ટ વૉચે પતિનો ભાંડો ફોડી નાખ્યો હતો.

  આ કેસ ગ્રીસનો છે. અહીં એક હેલિકોપ્ટર પાયલટ બાબીસ અનાગ્મોસ્ટોપૉલોસ (Charalambos Babis Anagnostopoulos) પોતાની પત્ની Caroline Crouch અને 11 મહિનાની દીકરી સાથે રહેતો હતો. તાજેતરમાં જ બાબીસે પોતાની પત્નીની હત્યા કરીને પોલીસમાં કેસ દાખલ કરાવ્યો હતો. બાબીસની ફરિયાદ પ્રમાણે તે જ્યાં રહેતો હતો ત્યાં લૂંટારુ ત્રાટક્યાં હતાં. તેમણે પત્નીની હત્યા કરી નાખી હતી અને તેને બાંધી દીધો હતો.  હત્યા પાછળનું સત્ય

  બાબીસની કહાણી સાંભળ્યા બાદ પોલીસે હત્યાની તપાસ શરૂ કરી હતી. જોકે, તપાસ બાદ જે વસ્તુ સામે આવી તેવું પોલીસે પણ વિચાર્યું ન હતું. હકીકતમાં આખો પ્લાન ખુદ બાબીસે (Charalambos Babis Anagnostopoulos) ઘડ્યો હતો. તેણે પોતે પોતાની 20 વર્ષની પત્ની કેરોલિન ક્રૉઉચ (Caroline Crouch)ની હત્યા કરી નાખી હતી. પોતાના ગુનાને છૂપાવવા માટે બાબીસે ખૂબ વિચારીને પ્લાન ઘડ્યો હતો. પત્નીની માતા અને પોલીસ સામે તે મગરના આંસુ સારતો રહ્યો હતો. તમામ લોકોએ તેની વાત પર વિશ્વાસ પણ કરી લીધો હતો. પરંતુ આ દરમિયાન એક એવી વસ્તુ સામે આવી જેણે 33 વર્ષીય હત્યારાનો ભાંડો ફોડી નાખ્યો હતો.

  આ પણ વાંચો: જરૂરી સૂચના: સરકારે જાહેર કર્યો નિયમ, તમામ લોકો 30 જૂન સુધી કરી લે આ કામ નહીં તો...

  ઇલેક્ટ્રોનિક ડિવાઇસે ભાંડો ફોડ્યો

  બાબીસે પોલીસે કહ્યુ હતુ કે લૂંટારુઓએ ચાર-પાંચ કલાક પહેલા સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા અને તેને બંધક બનાવીને પત્ની કેરોલિનની હત્યા કરી નાખી હતી. જતાં જતાં તેમણે કેરોલિનનાં મૃતદેહને છત પરથી લટકાવી દીધો હતો. પોલીસને જ્યારે કેરોલિનની સ્માર્ટવૉચ મળી હતી ત્યારે બાબીસના તમામ દાવાઓની હવા નીકળી ગઈ હતી. સ્માર્ટવૉચ તમારી શારીરિક ગતિવિધિ અને હૃદયના ધબકારા ટ્રેક કરે છે. આ વૉચ પરથી પોલીસને માલુમ પડ્યું કે બાબીસ કહી રહ્યો હતો તેના બહુ પહેલા જ કેરોલિનનું નિધન થઈ ગયું હતું. બાબીસે પોતાને બંધક બનાવવાનો દાવો કર્યો હતો પરંતુ તેના ફોનમાં રહેલી ફિટનેસ ટ્રેકિંગ એપમાં તે સતત આમતેમ ફરી રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું. એટલું જ નહીં, તેણે અમુક ફોન કૉલ પણ કર્યાં હતાં.

  આ પણ વાંચો: RTE: રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ કયા બાળકને પ્રવેશ મળે? પ્રવેશ પહેલા કરી રાખો આટલી તૈયારી

  આ પણ વાંચો: AIIMS ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યુ- દેશમાં છથી આઠ અઠવાડિયામાં આવી શકે છે ત્રીજી લહેર

  પોલીસે પુરાવા બતાવતા બાબીસ ભાંગી પડ્યો

  ગ્રીક પોલીસે આ તમામ પુરાવા બાબીસને બતાવ્યા હતા અને તેની આકરી પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન બાબીસ ભાંગી પડ્યો હતો અને કહ્યુ હતુ કે, તેનો અને પત્નીનો ઝઘડો થયો હતો. તેની પત્ની છેલ્લા એક વર્ષથી બીજી જગ્યાએ જઈને રહેવાનું વિચારી રહી હતી. આ વાત પર બંને વચ્ચે મારામારી થઈ હતી. આ દરમિયાન ગળું દબાવી દેતા કેરોલિનનું નિધન થયું હતું. હત્યાને છૂપાવવા માટે તેણે લૂંટારુંનું નાટક કર્યું હતું. એટલું જ નહીં, બાબીસે ઘરમાં લૂંટારું આવ્યા હતા તેવું સાબિત કરવા માટે તેના પાલતું કૂતરાને પણ મારી નાખ્યો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: British, Husband, Wife, ગુનો, હત્યા

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन