TikTok વીડિયો પર લાઇક્સ ન મળતાં હતાશ યુવકે આત્મહત્યા કરી લીધી

પ્રતીકાત્મક તસવીર

યુવકને છેલ્લા કેટલાક દિવસથી TikTok વીડિયો પર લાઇક્સ નહોતી મળતી, હતાશામાં જીવન ટૂંકાવ્યું

  • Share this:
    નોઇડાઃ ઉત્તર પ્રદેશના નોઇડામાં TikTok વીડિયો (Tick-talk video) પર લાઇક્સ ન મળતાં હતાશ થયેલા યુવકે આત્મહત્યા (Suicide) કરી લીધી. મળતી માહિતી મુજબ, સેક્ટર-39 પોલીસ સ્ટેશન હદના એક ગામમાં પંખાથી ફંદો લગાવીને કથિત રીતે યુવકે આત્મહત્યા કરી દીધી. સહાયક પોલીસ આયુક્ત કમિશ્નર અરૂણકુમાર સિંહે જણાવ્યું કે સલારપુર ગામ (Salarpur Village)માં ચાંદ મસ્જિદની પાસે રહેતો ઈકબાલ (18 વર્ષ) TikTok વીડિયો બનાવીને અપલોડ કરતો હતો. તેમણે જણાવ્યું કે, થોડાક દિવસોથી તેના TikTok વીડિયોને લાઇફ્સ નહોતી મળી રહી તેથી તે ખૂબ હતાશ રહેતો હતો.

    તેઓએ વધુમાં જણાવ્યું કે, ઈકબાલે ગુરુવાર મોડી રાત્રે પોતાના ઘરે પંખે ફંદો બાંધીને કથિત રીતે આત્મહત્યા કરી દીધી. ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ એ લાશને કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. ACPએ જણાવ્યું કે મૃતકના પરિવારના સભ્યોએ પોલીસને જણાવ્યું કે TikTok વીડિયો પર તેને લાઇક્સ નહોતી મળતી જેના કારણે તે ખૂબ હતાશ રહેતો હતો.

    આ પણ વાંચો, લૉકડાઉનમાં વાંદરાએ ચગાવ્યો પતંગ, Viral Video જોઈને દંગ રહી જશો

    બીજી તરફ, પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે તેની સાથોસાથ ઈકબાલ TikTok એકાઉન્ટ વિશેની માહિતી એકત્ર કરવા અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

    આ પણ વાંચો, ઋત્વિક ધનજાની-આશા નેગીના ‘પવિત્ર રિશ્તા’માં તિરાડ, 6 વર્ષના રિલેશનશિપ બાદ બ્રેકઅપ!
    Published by:Mrunal Bhojak
    First published: