UP સ્મશાન ઘાટ દુર્ઘટના- 25 મોતનો જવાબદાર મુખ્ય આરોપી અજય ત્યાગી ઝડપાયો

બાંધકામમાં ખરાબ ગુણવત્તાનો સામાનનો ઉપયોગ કર્યો જેના કારણે 15 દિવસ પહેલા બાંધવામાં આવેલી છત ધરાશાયી થઈ ગઈ જેમાં 25 લોકોનાં મોત થયા

બાંધકામમાં ખરાબ ગુણવત્તાનો સામાનનો ઉપયોગ કર્યો જેના કારણે 15 દિવસ પહેલા બાંધવામાં આવેલી છત ધરાશાયી થઈ ગઈ જેમાં 25 લોકોનાં મોત થયા

  • Share this:
    અમિત રાણા, ગાજિયાબાદઃ દિલ્હીની નજીક આવેલા ગાજિયાબાદ (Ghaziabad)ના મુરાદનગર (Muradnagar)માં રવિવારે સ્મશાન ઘાટમાં (Cremation Ground Tragedy) છત ધરાશાયી થવાથી 25 લોકોના મોત થવાના મામલામાં ફરાર કોન્ટ્રાક્ટર અજય ત્યાગી (Contractor Ajay Tyagi) ની સોમવાર મોડી સાંજે પોલીસી સ્પેશલ ટીમે ધરપકડ કરી છે. અજય ત્યાગી દુર્ઘટનાનો મુખ્ય આરોપી છે. તેની પર આરોપ છે કે બાંધકામમાં ખરાબ ગુણવત્તાનો સામાનનો ઉપયોગ કર્યો જેના કારણે 15 દિવસ પહેલા બાંધવામાં આવેલી છત ધરાશાયી થઈ ગઈ અને 25 લોકોનાં મોત થયા. મંગળવારે અજય ત્યાગીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

    એસએસપી કલાનિધિ નૈથાનીએ જણાવ્યું કે પોલીસની સ્પેશલ ટીમે કોન્ટ્રાક્ટર અજય ત્યાગીની ધરપકડ કરી. પોલીસ આરોપીને લઈને મોડી રાત્રે ગાજિયાબાદ પહોંચી. આરોપીને મંગળવારે ગાજિયાબાદની કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આ પહેલા સોમવારની સવારે મુરાદનગરની પાલિકાની EO નિહારિકા સિંહ, જૂનિયન એન્જિનિયર ચંદ્રપાલ અને સુપરવાઇઝર આશીષની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, જ્યાં તમામને 14 દિવસની જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

    આ પણ જુઓ, Viral Video: જ્યારે પાર્કમાં રમતા બાળકે લાકડી સમજીને જીવતા સાપને ઉઠાવી લીધો

    EO નિહારિક સિંહ સસ્પેન્ડ

    બીજી તરફ મામલામાં કાર્યવાહી કરતાં શાસને EO નિહારિકા સિંહને સસ્પેન્ડ કરી દીધી. JE ચંદ્રપાલની વિરુદ્ધ પણ કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે. સાથોસાથ નિર્માણની થર્ડ પાર્ટી તપાસ કરી ક્લીનચિટ આપનારા PWDના અધિકારીઓ વિરુદ્ધ પણ વિભાગીય કાર્યવાહી કરવાની ભલામણ કરી છે.

    આ પણ વાંચો, EPFO ખાતામાં ક્રેડિટ કરી રહ્યું છે વ્યાજ, શું આપના એકાઉન્ટમાં આવ્યા નાણા, આવી રીતે ચેક કરો બેલેન્સ

    મળતી માહિતી મુજબ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુર્ઘટના પર નારાજગી વ્યક્ત કરી છે. કમિશ્નર મેરઠ અનીતા સી મેશ્રામ અને ગાજિયાબાદ ડીએમ અજય શંકર પાંડેય પાસે સ્પષ્ટીકરણ માંગવામાં આવ્યા છે. કમિશ્નર અને ડીએમ સહિત અનેક અધિકારીઓ પર કાર્યવાહી થઈ શકે છે.
    Published by:Mrunal Bhojak
    First published: