Home /News /national-international /Digital Rape: ગ્રેટર નોઈડામાં સગીર ભાઈ-બહેન સાથે ડિજિટલ રેપ, આરોપીની ધરપકડ; શું છે ડિજિટલ રેપ?
Digital Rape: ગ્રેટર નોઈડામાં સગીર ભાઈ-બહેન સાથે ડિજિટલ રેપ, આરોપીની ધરપકડ; શું છે ડિજિટલ રેપ?
ફાઇલ તસવીર
Digital Rape: ગ્રેટર નોઈડાના દનકૌર પોલીસ સ્ટેશન વિસ્તારના ખેરલી શહેરમાં 52 વર્ષીય વ્યક્તિએ બે સગીર બાળકીઓ પર ડિજિટલી રેપ કર્યો છે. થાણા દનકૌર પોલીસે પરિવારના સભ્યોની ફરિયાદ પર કેસ નોંધ્યો છે અને આરોપી રાશિદની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, આપણામાંથી ઘણા લોકો 'ડિજિટલ રેપ'ને ઈન્ટરનેટ સંબંધિત અપરાધ માને છે, પણ તેવું નથી અને તે સંપૂર્ણરીતે ફિઝિકલી જ કરવામાં આવે છે.
ગ્રેટર નોઈડાઃ ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાંથી ડિજિટલ રેપનો મામલો સામે આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે, એક આધેડ વ્યક્તિએ સગીર ભાઈ અને બહેનને પોતાની હવસનો શિકાર બનાવ્યો છે. ખેરલી ગામના આ કેસમાં પોલીસે કેસ નોંધીને આરોપી રાશિદની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, આરોપીએ દારૂના નશામાં દનકૌર પોલીસ સ્ટેશન વિસ્તારની આ ઘટનાને અંજામ આપ્યો છે.
મળતી માહિતી પ્રમાણે, ગ્રેટર નોઈડાના દનકૌર પોલીસ સ્ટેશન વિસ્તારના ખેરલી શહેરમાં બનેલી ઘટનામાં 52 વર્ષીય વ્યક્તિએ બે સગીર સાથે ડિજિટલી રેપ કર્યો છે. દનકૌર પોલીસે પરિવારના સભ્યોની ફરિયાદ પર કેસ નોંધ્યો હતો અને આરોપી રાશિદની ધરપકડ કરી હતી અને તેને મેડિકલ તપાસ માટે મોકલ્યો હતો.
મળતી માહિતી મુજબ, ગ્રેટર નોઈડામાં સ્થિત ખેરલી શહેરમાં એક પરિવાર રહે છે. પરિવારમાં પતિ-પત્ની સહિત પાંચ સગીર બાળકો છે. શુક્રવારે રાબેતા મુજબ પતિ-પત્ની કામ કરવા ગયા હતા. તે સમયે તેના બાળકો ઘરે હતા અને રમતા હતા. ત્યારે પડોશમાં રહેતા રાશિદે બંને બાળકોને રમવાના બહાને પોતાની પાસે બોલાવ્યા હતા અને તક મળતાં જ આરોપીઓએ બાળકીઓ સાથે ડિજિટલ રેપની ઘટનાને અંજામ આપ્યો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે, આ બંને બાળકોની ઉંમર લગભગ 6થી 7 વર્ષની છે. સગીર બાળકોએ મજૂરી કરીને ઘરે આવેલા માતા-પિતાને સમગ્ર વાત જણાવી હતી. ત્યારબાદ પરિવારજનોએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી હતી.
ડિજિટલ રેપ શું છે?
આપણામાંના મોટાભાગના લોકો 'ડિજિટલ રેપ'ને ઇન્ટરનેટ સંબંધિત અપરાધ માને છે. પરંતુ એવું નથી અને તે સંપૂર્ણપણે ફિઝિકલ રીતે કરવામાં આવે છે. 'ડિજિટલ રેપ' શબ્દ બે અંગ્રેજી શબ્દોથી બનાવવામાં આવ્યો છે, તે છે 'ડિજિટ' અને 'રેપ'. અંગ્રેજીમાં 'ડિજિટ' નો અર્થ હિન્દીમાં નંબર થાય છે. બીજી તરફ, અંગ્રેજી શબ્દકોશમાં આંગળી, અંગૂઠો, પગની આંગળીને પણ ડિજિટ કહેવામાં આવે છે.
જો કોઈ વ્યક્તિ સંમતિ વિના કોઈના અંગૂઠા કે આંગળી વડે કોઈના પ્રાઈવેટ પાર્ટને સ્પર્શ કરે તો તેને 'ડિજિટલ રેપ' કહેવાય છે. મતલબ કે જો કોઈ વ્યક્તિ પોતાના ડિજિટથી જાતીય સતામણી કરે છે, તો તેને ‘ડિજિટલ રેપ’ કહેવામાં આવે છે. વિદેશની જેમ ભારતમાં પણ તેને માટે કાયદો બન્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર