Home /News /national-international /બિરયાનીનો ઓર્ડર થોડો મોડો આવ્યો એમાં તો વેઇટરને બોચી પકડીને ઝાલ્યો અને ઢોર માર્યો, જુઓ VIDEO

બિરયાનીનો ઓર્ડર થોડો મોડો આવ્યો એમાં તો વેઇટરને બોચી પકડીને ઝાલ્યો અને ઢોર માર્યો, જુઓ VIDEO

ગ્રેટર નોઇડાનો વિડીયો વાયરલ

રેસ્ટોરન્ટમાં જમવાનો ઓર્ડર મોડો આવતા ત્રણ યુવકોએ કર્મચારીઓને ખૂબ જ માર માર્યો હોવાનો VIDEO વાયરલ થયો છે. આ વિડીયો ગ્રેટર નોઇડાનો છે જેને લઈને કાર્યવાહી કરવામાં આવી છે.

  • News18 Gujarati
  • Last Updated :
  • Greater Noida, India
    Greater Noida: દિલ્હીની નજીક આવેલા ગ્રેટર નોઈડાના અંસલ મોલ (Ansal Mall)માંથી એક ખૂબ જ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો આ મામલો અમુક શખ્સોની દબંગાઈનો છે, જ્યાં રેસ્ટોરન્ટમાં જમવાનો ઓર્ડર મોડો આવતા ત્રણ યુવકોએ કર્મચારીઓને ખૂબ જ માર માર્યો (Man Thrashes Restaurant Staffer After order Get Delayed) હતો. કર્મચારી પર થયેલા આ હુમલાનો વિડીયો સીસીટીવીમાં કેદ થયો હતો અને હાલ આ સોશિયલ મીડિયા (Social Media Viral Video) પર આગની જેમ વાયરલ થયો છે. હાલ તો પોલીસે (Noida Police) કાર્યવાહી કરીને દબંગાઇ કરનારા તમામ બદમાશોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

    શું છે સમગ્ર મામલો?

    આ ચોંકાવનારી ઘટના અંગે વિસ્તાર પૂર્વક પ્રાપ્ત વિગતો અનુસાર, ઉત્તર પ્રદેશમાં બિરયાનીના ઓર્ડરમાં વિલંબ થતાં રેસ્ટોરાંના એક કર્મચારીને કથિત રીતે માર મારવામાં આવ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના ગ્રેટર નોઈડાની અંસલ મોલ સ્થિત જોક રેસ્ટોરન્ટમાં બની હતી. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, એક વ્યક્તિ રેસ્ટોરાંમાં પોતાની સીટ પરથી ઊભો થઈને કાઉન્ટર તરફ જઈ રહ્યો છે. જેમ જેમ વિડિઓ આગળ વધે છે, તેમ તેમ તે વ્યક્તિ રેસ્ટોરન્ટના કર્મચારીને માર મારતો અને તેને ગળાથી પણ પકડીને રાખતો જોઇ શકાય છે. અહેવાલો અનુસાર, આ વ્યક્તિ અને તેના મિત્રો વિરુદ્ધ નોલેજ પાર્ક પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અહેવાલ મુજબ દાદરીના ત્રણેય શખ્સોએ રેસ્ટોરન્ટના કર્મચારીને માર માર્યો હતો કારણ કે તેમનો ઓર્ડર તૈયાર કરવામાં વિલંબ થયો હતો.

    આ પણ વાંચો: આવા સ્ટંટ ભારે પડશે હોં! પપ્પાનો રસ્તો હોય એમ સ્કોર્પિયોના બોનેટ પર ચડી ગઈ મહિલા, Video થયો લીક

    શા માટે માર્યો માર?

    રેસ્ટોરન્ટના વેઇટરને માર મારવામાં આવતા અને આ વિડીયો વાયરલ થયા લોકો ખૂબ ગુસ્સે થઇ રહ્યા છે. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રેસ્ટોરન્ટમાં બિરયાની ખતમ થઈ ગઈ હોવાના કારણે ત્રણ લોકોએ કથિત રીતે વેઈટરને માર માર્યો હતો. પોલીસે જણાવ્યું કે જ્યારે વેઇટરે કસ્ટમરને જણાવ્યું કે રેસ્ટોરન્ટમાં બિરયાની ખતમ થઇ ગઇ છે તો તેઓ ગુસ્સે થઇ ગયા અને કહેવા લાગ્યા કે વેઇટરે તેમનો ઓર્ડર લેવામાં મોડું કર્યું જેના કારણે બિરયાની ખતમ થઇ ગઇ હતી. દરમિયાન પોલીસ સ્ટેશન ઇન્ચાર્જે જણાવ્યું હતું કે આરોપીઓની ઓળખ મનોજ, પ્રવેશ અને ક્રિશ તરીકે થઇ છે. પોલીસે પણ આરોપીની નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Greater Noida, Restaurant, Viral videos

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन