Home /News /national-international /

ગ્રેટ કન્ટ્રી, સ્ટૂપિડ ટ્રેડ- જાણો ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને લઈ આવું કેમ કહ્યું...

ગ્રેટ કન્ટ્રી, સ્ટૂપિડ ટ્રેડ- જાણો ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને લઈ આવું કેમ કહ્યું...

ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

ડોનાલ્ડ ટ્રમ્પે વેપાર અસંતુલન માટે વડાપ્રધાન મોદીને જવાબદાર ઠેરવ્યા

    અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ફરી એકવાર નિશાન સાધ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકાના અનેક ઉત્પાદનો પર ભારત 100 ટકાથી વધુ ટેરિફ લગાવે છે, જ્યારે અમેરિકા સમાન ઉત્પાદનો પર કોઈ ટેરિફ નથી લગાવતું. ટ્રમ્પે પોતાના અધિકારીઓને સ્ટૂપિડ ટ્રેડ પોલિસી પર કામ કરવા કહ્યું છે.

    ટ્રમ્પનું આ નિવેદન ભારતની ટીકા કરવાના થોડા દિવસો બાદ આવ્યું છે. હાલમાં ટ્રમ્પે ભારતને 'ઉચ્ચતમ ટેક્સ લગાડનારા દેશો'માં એક ગણાવ્યું હતું. અમેરિકન રાષ્ટ્રપતિએ વારંવાર દાવો કર્યો કે ભારત ટેરિફ કિંગ છે અને અમેરિકન ઉત્પાદનો પર અતિશય 'ટેરિફ' લગાવે છે.

    લાસ વેગાસમાં શનિવારે રિપબ્લિકન યહૂદી ગઠબંધનને સંબોધિત કરતાં ટ્રમ્પે કહ્યું કે, કેટલાક દેશ, ભારત અમારી પાસેથી શુલ્ક લઈ રહ્યા છે...શું મહાન દેશ છે, મહાન દોસ્ત, વડાપ્રધાન મોદી- અમારી પાસેથી અનેક વસ્તુઓ માટે 100 ટકાથી વધુ ચાર્જ કરી રહ્યા છે.

    આ પણ વાંચો, F-16ની ગણતરીના દાવા અંગે અમેરિકાએ કહ્યું,આવી કોઈ ગણતરીની કરાઈ નથી

    તેઓએ કહ્યું કે અમેરિકા સમાન ઉત્પાદનો માટે ભારત પર કોઈ શુલ્ક નથી લગાવતું. ટ્રમ્પે સંકેત આપ્યો કે ભારત પર શુલ્ક લગાવવા તેમને સેનેટરો તરફથી અડચણનો સામનો કરવો પડી રહ્યો છે.

    ટ્રમ્પે ભારતને ચીન બાદ એવો બીજો દેશ ગણાવ્યો જે અમેરિકન ઉત્પાદનો પર ઉચ્ચ ટેરિફ લગાવે છે. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે ભારત સ્ટૂપિડ ટ્રેડ અને અયોગ્ય વેપાર પ્રથાઓને ચાલુ રાખી રહ્યું છે. ટ્રમ્પે વેપાર અસંતુલન માટે વડાપ્રધાન મોદીને જવાબદાર ઠેરવ્યા.

    ઉલ્લેખનીય છે કે, આ વર્ષની શરૂઆતમાં વ્હાઇટ હાઉસે આ વાત પર સંતુષ્ટિ વ્યક્ત કરી હતી કે ભારતે હાર્લે-ડેવિડસન બાઇક પર આયાત શુલ્કને 100 ટકાથી ઘટાડીને 50 ટકા કરી દીધી હતી.

    ટ્રમ્પે કહ્યું કે તેમનું એડમિનિસ્ટ્રેશન અમેરિકન શ્રમિકો માટે તૂટેલા વેપારી સોદાઓને ઠીક કરી રહ્યું છે
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Donald trump, US, અમેરિકા, નરેન્દ્ર મોદી, ભારત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन