જમ્મુ કાશ્મીરઃ શોપિયામાં આર્મી કેમ્પ પર આતંકી હુમલો, સર્ચ ઓપરેશન શરુ

File Photo

 • Share this:
  જમ્મુ કાશ્મીરમાં આવેલા શોપિયામાં સ્થિત આર્મી કેમ્પ પર હુમલાની ઘટના સામે આવી છે. અહીં સેનાના કેમ્પ પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે. સુત્રોના મતે આતંકી આર્મી કેમ્પ ઉપર ગ્રેનેડ ફેકી ફરાર થઈ ગયા છે.

  સુત્રોના મતે સેનાની 34 RR કેમ્પની બહાર સેનાના જવાનોએ સંદિગ્ધ ગતિવિધી જોઈ હતી. જેથી કેમ્પ પર સુરક્ષામાં રહેલા સંતરીએ કોઈ અપ્રિય ઘટનાની આશંકા જોતા કેટલાક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ પછી સુરક્ષા ડ્યૂટી પર રહેલા જવાનોએ કેમ્પના આસપાસનો વિસ્તાર ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન શરુ કરી દીધું છે.

  જમ્મુ કાશ્મીરના પુલવામામાં CRPFના કાફલા પર હુમલા પછી સુરક્ષાદળોએ આતંકીઓ સામે ઓપરેશન ઝડપી બનાવ્યું છે. જેના કારણે સ્થાનિક આતંકવાદીઓમાં ડરનો માહોલ છે.

  સેનાએ રવિવારે દક્ષિણ કાશ્મીરમાં આતંકવાદીઓ સામે અભિયાન છેડ્યું હતું. જેમાં પુલવામાં હુમલાનો માસ્ટરમાઇન્ડ અને જૈશ એ મોહમ્મદનો કમાંડર કમરાન ઉર્ફે ગાઝી અને એક સ્થાનીય આતંકી હિલાલ અહમદ ઠાર કર્યા હતા.
  Published by:Sanjay Vaghela
  First published: