PUBG માટે પૌત્રએ દાદાના પેન્શન ખાતામાંથી ઉડાવી દીધા 2.34 લાખ રૂપિયા

News18 Gujarati
Updated: September 8, 2020, 10:11 AM IST
PUBG માટે પૌત્રએ દાદાના પેન્શન ખાતામાંથી ઉડાવી દીધા 2.34 લાખ રૂપિયા
પ્રતીકાત્મક તસવીર

દાદાને બેન્કે મેસેજ મોકલ્યો કે તેમના ખાતામાં માત્ર 275 રૂપિયા જ બચ્યા છે તો તેમના હોશ જ ઊડી ગયા

  • Share this:
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હી (Delhi)માં એક 15 વર્ષીય કિશોર પર પોતાના દાદાના પેન્શનના ખાતા (Pension Account)માંથી ખોટી રીતે નાણા ટ્રાન્સફર (Money Transfer) કરવાનો આરોપ લાગ્યો છે. PUBG ગેમની ચૂકવણી કરવા માટે પૌત્રએ દાદાના પેન્શન એકાઉન્ટથી 2 લાખ 34 હજાર રૂપિયા ટ્રાન્સફર કરી દીધા. કિશોરે એક ઓનલાઇન વોલેટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા. દીલ્હી પોલીસે સોમવારે આ મામલાનો ખુલાસો કર્યો. કોઈ જાણકારી વગર એકાઉન્ટથી નાણા ઘટી જવાની ફરિયાદ પર પોલીસ તપાસ કરી રહી હતી.

દિલ્હીના દ્વારકા ડેપ્યૂટી પોલીસ કમિશ્નર એન્ટો અલ્ફોંસ મુજબ, બે મહિનામાં કિશોરે પોતાના 65 વર્ષીય દાદાના ખાતામાંથી 2.34 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા. જ્યારે તેના દાદાને પૈસા ટ્રાન્સફર થવાની જાણકારી મળી તો તેઓએ પોલીસને ફરિયાદ કરી. ત્યારબાદ પોલીસે મામલાની તપાસ શરૂ કરી હતી. જોકે કિશોર PUBGના વધુ લેવલ સુધી ન પહોંચી શક્યો. PUBGના હાઇ લેવલ સુધી પહોંચતા પહેલા જ તેનું એકાઉન્ટ હૅક કરી લેવામાં આવ્યું હતું.

આ પણ વાંચો, બર્થડે પાર્ટીમાં દારૂ પીવડાવી બ્યૂટીશિયન સાથે 4 લોકોએ કર્યો ગેંગરેપ

નહીં થાય કાયદાકિય કાર્યવાહી

મીડિયા રિપોર્ટ્સ મુજબ, કિશોરની વિરુદ્ધ કોઈ કાયદાકિય કાર્યવાહી નહીં કરવામાં આવે કારણ કે તેના દાદાએ આ મામલામાં ફરિયાદ પરત લેવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે ગત 8 મેના રોજ દાદાના મોબાઇલ ફોન પર એક મેસેજ આવ્યો જેમાં બેન્કના ખાતામાંથી 2500 રૂપિયા ડેબિટ થવાનું લખ્યું હતું. આટલા રૂપિયા ડેબિટ થયા બાદ તેમના ખાતામાં માત્ર 275 રૂપિયા જ બચ્યા હતા. ત્યારબાદ સ્ટેટમેન્ટ ચેક કરતાં જાણવા મળ્યું કે છેલ્લા બે મહિનામાં તેમના ખાતામાંથી એક Paytm ખાતામાં કુલ 2.34 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા છે.

આ પણ વાંચો, દીકરીને વેચવાની અફવા ફેલાતાં તોફાની તત્વોએ પિતાની જાહેરમાં હત્યા કરી દીધી... તો પોલીસે શરૂ કરી તપાસ

મામલાની ફરિયાદ પર પોલીસે તપાસ શરૂ કરી. પોલીસે ગત 1 સપ્ટેમ્બરે કેસ ઉત્તર દિલ્હી પોલીસ જિલ્લાની સાઇબર શાખામાં ટ્રાન્સફર કરી દીધો છે. ડીસીપીએ કહ્યું કે અમે પેટીએમ ખાતાધારકથી સંપર્ક કર્યો. ખાતાધારકે જણાવ્યું કે તેના સગીર દોસ્તએ તેની પાસેથી પેટીએમ આઇડી અને પાસવર્ડ ઉધાર આપવા માટે કહ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે કિશોર ફરિયાદીનો પૌત્ર હતો. ત્યારબાદ પૂછપરછમાં મામલાનો ખુલાસો થયો.
Published by: Mrunal Bhojak
First published: September 8, 2020, 10:11 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading