Home /News /national-international /પેટન્ટ માટે અરજી કરતી શૈક્ષણિક સંસ્થાઓને થશે ફાયદો, સરકારે ફીમાં 80% ઘટાડો કરવાની કરી જાહેરાત

પેટન્ટ માટે અરજી કરતી શૈક્ષણિક સંસ્થાઓને થશે ફાયદો, સરકારે ફીમાં 80% ઘટાડો કરવાની કરી જાહેરાત

પિયુષ ગોયલની ફાઈલ તસવીર

ભારતને ટોપ 25 દેશોમાં લાવવા માટે પ્રયાસ હાથ ધરાયા છે. જેથી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે (Minister Piyush Goyal )પેટન્ટ માટે અરજી કરતી તમામ માન્ય શૈક્ષણિક સંસ્થાઓ(educational institutions)ની ફીમાં 80 ટકા ઘટાડો કરવાની જાહેરાત કરી છે.

વધુ જુઓ ...
piભારતમાં પેટન્ટ મામલે અન્ય વિકસિત કે વિકાસશીલ દેશ જેટલી જાગૃતિ નથી. અમેરિકા અને ચીન પેટન્ટ મામલે ભારત કરતા ખૂબ આગળ છે. આવી સ્થિતિમાં ભારતને ટોપ 25 દેશોમાં લાવવા માટે પ્રયાસ હાથ ધરાયા છે. જેથી વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે (Minister Piyush Goyal )પેટન્ટ માટે અરજી કરતી તમામ માન્ય શૈક્ષણિક સંસ્થાઓ(educational institutions)ની ફીમાં 80 ટકા ઘટાડો કરવાની જાહેરાત કરી છે. અગાઉ સરકાર(Goverment) હસ્તકની તમામ માન્ય શૈક્ષણિક સંસ્થાઓ માટે 80 ટકા ફી માફી ઉપલબ્ધ હતી.

કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)ના બૌદ્ધિક સંપત્તિ પર વેબિનરને સંબોધતી વખતે ગોયલે કહ્યું હતું કે, સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓ સહિત તમામ માન્ય શૈક્ષણિક સંસ્થાઓને 80 ટકા ફી મુક્તિની રાહત મળશે. આ સંસ્થાઓ વિદેશમાં હોય તો પણ છૂટ મેળવી શકશે.

ફી રૂ. 4,24,500 થી ઘટીને રૂ. 85,000 થઈ જશે

તેમણે વધુમાં કહ્યું કે, તમામ માન્ય શૈક્ષણિક સંસ્થાઓ, યુનિવર્સિટીઓ, શાળાઓ - કોલેજોને 80 ટકા ફી કપાતનો લાભ મળશે. આનો અર્થ એ છે કે, સંસ્થા માટે પબ્લીકેશન અથવા રિન્યુઅલ માટેની ફી રૂ. 4,24,500 થી ઘટીને રૂ. 85,000 થઈ જશે.

વિશ્વમાં સૌથી ઓછી પેટન્ટ ફી

પિયુષ ગોયલે ઉમેર્યું કે, મને લાગે છે કે આ નિર્ણયથી યુનિવર્સિટીઓને પ્રોત્સાહન મળશે અને ઘણી નવી યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓ તેમાં ભાગ લેશે. આ ફી વિશ્વ બધી પેટન્ટ ઓફીસ પૈકીની સૌથી ઓછી પેટન્ટ ફી થઈ જશે. હું ભારત અને વિદેશમાં તમામ યુનિવર્સિટીઓને લાભ લેવા આહવાન કરું છું.

તેમણે ઉદ્યોગ અને આંતરિક વ્યાપાર સંવર્ધન વિભાગ (DPIIT)ને આ જાહેરાત સંદર્ભે મંજુરી આપવાની પ્રક્રિયા શરૂ કરવાનું કહ્યું હતું. નાણાંકીય સંસ્થાઓ અને બેંક માટે કોલેટરલ તરીકે આઈપીઆરનો ઉપયોગ કરવાના સૂચન પર મંત્રીએ કહ્યું કે, આ મુદ્દો નાણાં મંત્રાલય સામે ઉઠાવી શકાય છે.

ઔદ્યોગિક બોડી CII હવે આ આઈડિયા પર વિચાર કરવા માટે નાણા મંત્રાલય સમક્ષ રજૂઆત કરી શકે છે. આ બાબતે ગોયલે કહ્યું કે, હું આ આઈડિયા આગળ વધારવા માટે DPIIT અને CIIને બેંકિંગ વિભાગ સાથે કામ કરવા વિનંતી કરીશ. તેમણે ડીપીઆઇઆઇટીને IP ઇકોસિસ્ટમ સંબંધિત કાયદાનો અભ્યાસ કરતા અને આર્થિક રીતે નબળા વર્ગમાંથી આવતા 75 વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની પદ્ધતિઓ પર કામ કરવાનું સૂચન કર્યું હતું.

વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ

ગોયલે અભ્યાસક્રમમાં IPRને ઉમેરવા બાબતે કહ્યું હતું કે, આપણે આગામી 52 અઠવાડિયામાં 10 લાખ વિદ્યાર્થીઓમાં IPR (બૌદ્ધિક સંપદા અધિકારો) વિશે જાગૃતિ ફેલાવવાનું લક્ષ્ય નિર્ધારિત કરવું જોઈએ અને ત્યારબાદ આપણે તેને અભ્યાસક્રમમાં શામેલ કરવાનું વિચારી શકીએ.

આ પણ વાંચો: અફઘાનિસ્તાનમાં શરૂ થયો તાલિબાનનો ત્રાસ, શિયા નેતાની મૂર્તિ તોડી, ફાયરિંગમાં 3 ના મોત

વૈશ્વિક ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતનને ટોપ 25માં લાવવા કવાયત

ગોયલે એમ પણ કહ્યું કે, મંત્રાલય વૈશ્વિક ઇનોવેશન ઇન્ડેક્સમાં ભારતનને 48માં ક્રમેથી ટોપ 25માં લાવવા માંગે છે. જેથી આપણે તે માટે મિશન મોડમાં કામ કરવું પડશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉના 75 વર્ષ (1940-2015) જેટલા લાંબા અગાળામાં માત્ર 11 લાખ ટ્રેડમાર્ક નોંધાયા હતા. જ્યારે 2016 અને 2020ના ચાર વર્ષ ગાળામાં 14.2 લાખ ટ્રેડમાર્કની નોંધણી થઈ છે. પેટન્ટ પરિક્ષણ માટેનો સમય પણ 72 મહિનાથી ઘટાડીને 12-24 મહિનાનો કરવામાં આવ્યો છે અને આ સમય વધુ ઘટાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પેટન્ટની અરજીઓ ગુપ્ત અને પ્રક્રિયા પારદર્શક રાખવાનો પ્રયાસ પણ થશે.
Published by:kuldipsinh barot
First published:

Tags: Education News, PIyush Goyal

विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन