કર્ણાટક ચૂંટણૂી: ઉમેદવારોથી વધારે 'ભગવાન ભરોસે' દેવગૌડા, આવી રીતે માંગી રહ્યા છે વોટ

 • Share this:
  કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના હવે ગણતકરીના દિવસો રહ્યા છે. કોંગ્રેસ, ભારતીય જનતા પક્ષ (બીજેપી) અને જનતા દળ સિક્યોર (જેડીએસ)એ ચૂંટણી પ્રચારમાં સંપૂર્ણ તાકાત લગાવી છે. પૂર્વ વડાપ્રધાન અને જેડીએસ સુપ્રિમો એચડી દેવગૌડા ધાર્મિક સંપ્રદાયો અને આધ્યાત્મિકથી તાત્કાલિક શક્તિ મેળવવા લાગી રહ્યા છે કે રાજકીય શક્તિ માટે મહેનતની સાથે સાથે સિતારાઓનો પણ સાથ
  જરૂરી છે. ભૂતપૂર્વ પી.એમ.નો દાવો છે કે દૈવીય કૃપા હોય તો શક્તિ પણ મળે છે.

  કર્ણાટકમાં 'કરો અથવા મોરો' ના જંગ વચ્ચે દેવગૌડાએ તેમના પાર્ટી ઉમેદવારો કરતાં વધુ ભગવાન અને પૂજા-પાઠ પર ભરોસો કરી રહ્યા છે. દેવગૌડા અને તેમના મોટા પુત્ર ધારાસભ્ય એચડી રેવન્ના બંને માત્ર ધાર્મિક સ્વભાવના છે. બન્ને નામાંકન પત્ર હાથમાં લઇને અનેક મંદિરોની ચક્કર લાગાવી રહ્યા છે. કારણકે તેમને ભગવાનની કૃપા અને આશીર્વાદ મળે જેથી ચૂંટણીમાં તેમની જીત થાય.

  બુધવારના રોજ 85 વર્ષના પૂર્વ પી.એમ. દેવગૌડાએ તેની પત્ની ચેન્નમા સાથે હેલિકૉપ્ટરથી શ્રૃંગરી સ્થિત હિંદુઓના ચોથા મઠની મુલાકાત લીધી હતી. તેની સ્થાપના 13 હજાર વર્ષ પહેલાં એડિ શંકરચાર્યએ કરી હતી. આ દરમિયાન દેવગૌડા પાસે ચૂંટણીના નાંમકરણ પત્ર પણ હતા.


  મઠના હાલના મુખ્ય પ્રમુખ શ્રી ભારતી થિરથા સ્વામી સાથે મુલાકાત બાદ દેવગૌડા અને તેમના પત્નીએ શારદા પીઠમાં વિશેષ પૂજા કરી. સાથે જ ઇશ્વરને પ્રાર્થના પણ કરી કે જનતા તેમની પાર્ટી કોંગ્રેસ અથવા બીજેપીને વધુ મત આપે.

  આ દરમિયાન, દેવગૌડના એક સહયોગીએ જણાવ્યું હતું કે, "તે બેગમાં નામાંકરણ પત્ર લઇ આવ્યા હતા. તેમણે ભગવાનના ચરણોની સામે રાખ્યુ. બન્નેએ લગભગ એક કલાક સુધી પ્રાથના કરી. વિશેષ પૂજા- પાઠ કર્યા. તેમને માનવું છે કે જેડીએસના ઉમેદવારો એટલા મજબૂત નથી કે તેઓ જીતી શકે. આ માટે દેવગૌડા ઈશ્વર અને અને ચમત્કારમાં વિશ્વાસ કરે છે.

  News18 સાથે વાત કરતા દેવગૌડાએ કહ્યું કે તેમને ભગવાન અને તેમની શક્તિઓ પર વિશ્વાસ છે. તેમણે જણાવ્યું હતું કે ,, "લોકો મને હંમેશા માયુસ કર્યો છે.પરંતુ, ભગવાને હંમેશા મારો સાથ આપ્યો. તેઓએ મુશ્કેલીથી મને બચાવ્યાં. દરેક ક્ષણ મારી રક્ષા કરી. ચૂંટણીમાં પણ દૈવી શક્તિ અમારી અને જેડીએસ પક્ષનું ભલુ કરશે."


  ગૌડાના મોટા પુત્ર રેવન્ના નામાંકનપત્રોને લઇને તિરુમાલા હિલ્સ ગયા હતા, જેથી ભગવાન વ્યન્કેટેશ્વરનું બલિદાન મળે. રેવન્ના તિરૂપતથી તમિલનાડુ પાસે સ્થિત શ્રીરંગમ પણ જશે. આ જગ્યાએ પણ હિંદુઓના વિશ્વાસનું કેન્દ્ર છે.

  News18 સાથે વાત કરતા એચડી રેવન્નાએ કહ્યું, "દેવી શક્તિ માત્ર જેડીએસને કર્ણાટકની સત્તામાં પાછી લાવશે. ત્યારબાદ પૃથ્વીની કોઈ પણ શક્તિ અમને હરાવી નહીં શકે."

  કર્ણાટકમાં શનિવારે (12 મે) મતદાન યોજાશે , મંગળવાર (15 મે) રિઝલ્ટ જાહેર કરાશે, આ દિવસે અમાવસ્યા પડી રહી છે. રાજ્યમાં શનિવાર અને મંગળવારને અપશકુંન માનવામાં આવે છે. આમાં ગ્રહ-નક્ષત્રોની ચાલ પર વિશ્વાસ કરનાર દેવગૌડાના પરિવારજનો અપશકુંન અને અશુભ પ્રભાવને રોકવા માટે પૂજા-પાઠ કરી રહ્યા છે.


  જેડીએસના કેટલાક નેતાઓએ જણાવ્યું હતું કે, 'દેવગૌડાએ પરિવારની કેટલાક ઉમેદવારોની કુંડળી પણ મશહૂર જ્યોતિષચાર્યની પાસે મોકલી છે. જેથી, ગ્રહ-નક્ષત્રોના ચાલ અને તેમના પ્રભાવો વિશે જાણી શકાય.

  હવે જોવાનું એ રહ્યુ કે ચૂંટણીમાં જે.ડી.એસ.ને ઇશ્વરના આશીર્વાદ અને જનતાના મત મળે છે કે નહીં.
  Published by:Bhoomi Koyani
  First published: