સરકારે પરત લીધો CAPF કેન્ટીનમાં સ્વદેશી સામાન વેચવાનો આદેશ

CAPF કેન્ટીનમાંથી લગભગ 50 લાખ અર્ધસૈનિક દળના કર્મચારી અને તેમના પરિવાર સામાન ખરીદે છે

CAPF કેન્ટીનમાંથી લગભગ 50 લાખ અર્ધસૈનિક દળના કર્મચારી અને તેમના પરિવાર સામાન ખરીદે છે

 • Share this:
  નવી દિલ્હીઃ ગૃહ મંત્રાલય (Ministry of Home Affairs)એ ગુરુવારે 15 મેના રોજ આપેલા એ આદેશને હાલ રોકી દીધો છે જેમાં કહેવામાં આવ્યું હતું કે કેન્રી-tય અર્ધસૈનિક દળો (CAPF)ની કેન્ટીનમાં હવે માત્ર સ્વદેશી સામાન (Swadeshi Products) જ વેચવામાં આવશે. ગૃહ મંત્રાલયથી મળેલા આદેશ બાદથી CAPFએ દેશભરમાં ચાલતી કેન્ટીન માટે 400થી વધુ વેન્ડરો પાસેથી પોતાની ખરીદીના તમામ ઓર્ડર સ્થગિત કરી દીધા હતા. આ કેન્ટીનથી લગભગ 50 લાખ અર્ધસૈનિક દળના કર્મચારી અને તેમના પરિવાર સામાન ખરીદે છે.

  કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 13 ફેબ્રુઆરીએ જાહેરાત કરી હતી કે કેન્ટીન 1 જૂનથી માત્ર સ્વદેશી ઉત્પાદનોનું વેચાણ કરશે જેથી ઘરેલૂ ઉદ્યોગોને પ્રોત્સાહન આપી શકાય. Central police welfare storage bodyએ હાલમાં આદેશ જાહેર કરી દરેક પ્રકારની સામગ્રીના આર્ડર પર તાત્કાલિક અસરથી રોક લગાવી દીધી અને રોક ત્યાં સુધી રહેશે જ્યાં સુધી ગૃહ મંત્રાલયથી સ્વદેશી કંપનીઓ અને ઉત્પાદોને લઈને નિર્દેશ પ્રાપ્ત નથી થઈ જતા.

  Central police welfare storage body તરફથી હાલ તમામ અર્ધસૈનિક તથા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળને સૂચના આપવામાં આવી છે કે જે ઓર્ડર પહેલા આપવામાં આવી ચૂક્યા છે અને જેટલી પણ સામાનની આપૂર્તિ થવાની છે તેમાં આગામી આદેશ સુધી સ્વીકાર કરવામાં આવશે. તેની સાથે જ એવું પણ સ્પ્ષ્ટ કરવામાં આવ્યું છે કે જે સામાનને મોકલવાની પ્રક્રિયા હજુ શરૂ નથી થયું તેને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે હાલ સ્ટોરેજમાં રાખવામાં આવેલા માલને વેચવા માટે ડરની જરૂર નથી, જે માલ નથી વેચાયો તેને સપ્લાયરને પરત આપવાની જરૂર નથી.

  આ પણ વાંચો, Lockdownમાં અક્ષય કુમારને થયું સૌથી મોટું નુકસાન, એક સાથે ફસાઈ 7 ફિલ્મો

  જનતાને સ્વદેશી અપનાવવા અપીલ કરી હતી

  ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું હતું કે, હું દેશની જનતાને અપીલ કરું છું કે તમે દેશમાં બનેલા ઉત્પાદોને વધુમાં વધુ ઉપયોગમાં લાવવા તથા અન્ય લોકોને પણ તેમના પ્રતિ પ્રોત્સાહિત કરે. આ પાછળ રહેવાનો સમય નથી પરંતુ આપત્તિને અવસરમાં ફેરવવાનો સમય છે. દરેક ભારતીય જો ભારતમાં બનેલા ઉત્પાદો (સ્વદેશી)નો ઉપયોગ કરવાનો સંકલ્પ લે તો પાંચ વર્ષમાં દેશનું લોકતંત્ર આત્મનિર્ભર બની શકે છે. અમિત શાહે કહ્યું કે આવો આપણે સૌ સ્વદેશી ઉત્પાદોનો ઉપયોગ કરીને આત્મનિર્ભર ભારતની આ યાત્રામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો હાથ મજબૂત કરીએ.  આ પણ વાંચો, BSNLનો ખૂબ સસ્તો પ્લાન! 20 રૂપિયાથી ઓછા રિચાર્જ પર ફ્રી કૉલિંગ, 1.8GB ડેટા પણ
  Published by:Mrunal Bhojak
  First published: