Home /News /national-international /PM મોદીએ યુવાઓ માટે લૉન્ચ કર્યો ક્રેશ કોર્સ, 2 મહિનામાં તૈયાર થશે એક લાખ ફ્રન્ટલાઇન વર્કર

PM મોદીએ યુવાઓ માટે લૉન્ચ કર્યો ક્રેશ કોર્સ, 2 મહિનામાં તૈયાર થશે એક લાખ ફ્રન્ટલાઇન વર્કર

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, વાયરસ હજુ પણ આપણી વચ્ચે, મ્યૂટેશનની આશંકા બરકરાર, વધુ સાવધાની રાખવી પડશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, વાયરસ હજુ પણ આપણી વચ્ચે, મ્યૂટેશનની આશંકા બરકરાર, વધુ સાવધાની રાખવી પડશે

નવી દિલ્હી. કોરોના વાયરસ (Coronavirus) સામે ચાલી રહેલા જંગની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ શુક્રવારે ક્રેશ કોર્સની શરૂઆત કરી છે. આ કોર્સ અંતર્ગત એક લાખ યુવાઓને ફ્રન્ટલાઇન વર્કર્સ (Frontline Workers) તરીકે તૈયાર કરવાનો લક્ષ્ય રાખ્યો છે. પીએમ મોદીએ કહ્યું કે, આ કોર્સને ટોપ એક્સપર્ટ્સે સાથે મળી તૈયાર કર્યો છે. આ દરમિયાન તેઓએ કોરોના વાયરસ (Covid-19)ને લઈ ચેતવણી પણ આપી છે. તેઓએ કહ્યું કે કોરોના હજુ પણ આપણી વચ્ચે જ છે અને તેના મ્યૂટેશનની થવાની શક્યતા પણ રહેલી છે.

PM મોદીએ જાણકારી આપી છે કે આ ક્રેશ કોર્સ માત્ર બે કે ત્રણ મહિનામાં પૂરો થઈ જશે. જેને કારણે યુવા કામ માટે તાત્કાલિક તૈયાર પણ થઈ શકશે. આ પ્રોગ્રામ દેશભરના 26 રાજ્યોમાં સ્થિત 111 સેન્ટર્સ પર લૉન્ચ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે, દરેક સાવધાનીની સાથે, આવનારા પડકારોનો સામનો કરવા માટે આપણે દેશની તૈયારીઓને વધારવી પડશે. આ લક્ષ્યની સાથે આજે દેશમાં લગભગ 1 લાખ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ તૈયાર કરવાનું મહાઅભિયાન શરૂ થઈ રહ્યું છે.

આ પણ વાંચો, કોરોના કાળમાં પણ PM મોદીની લોકપ્રિયતા બરકરાર, જો બાઇડન અને બોરિસ જોનસનને પાછળ છોડ્યા

વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે, આ મહામારીએ દુનિયાના દરેક દેશ, દરેક સંસ્થા, દરેક સમાજ, દરેક પરિવાર, દરેક મનુષ્યના સામર્થ્યને વારંવાર પરખ્યું છે. બીજી તરફ આ મહામારીએ સાયન્સ, સરકાર, સમાજ, સંસ્થા અને વ્યક્તિનના રૂપમાં આપણને પોતાની ક્ષમતાઓનો વિસ્તાર કરવા માટે સતર્ક પણ કર્યા છે. વારંવાર રૂપ બદલી રહેલા વાયરસને લઈને વડાપ્રધાને કહ્યું કે કોરોનાની બીજી લહેરમાં આપણે જોયું કે આ વાયરસનું વારંવાર બદલાતું સ્વરૂપ કેવા પ્રકારના પડકારો આપણી સામે લાવી રહ્યું છે.

આ પણ વાંચો, COVID-19 in India: દેશમાં 73 દિવસ બાદ એક્ટિવ કેસ 8 લાખથી ઓછા નોંધાયા, રિકવરી રેટ 96 ટકા થયો

" isDesktop="true" id="1106124" >



મળશે બે લાખ રૂપિયાનો વીમો

મળતા અહેવાલો મુજબ, આ પ્રશિક્ષણ કાર્યક્રમ હેઠળ મફત તાલીમ આપવામાં આવશે. આ ઉપરાંત સ્ટાઇપેન્ડ અને પ્રમાણિત ઉમેદવારોને બે લાખ રૂપિયાનો દુર્ઘટના વીમો મળશે. તેના માટે 273 કરોડ રૂપિયાની રકમ આ કોર્સ માટે ફાળવવામાં આવી છે. કોર્સ પૂરો કર્યા બાદ ઉમેદવાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને હૉસ્પિટલોમાં કામ કરી શકશે.
First published:

Tags: Corona Frontline Workers, Corona Second Wave, Coronavirus, COVID-19, India Fights Corona, નરેન્દ્ર મોદી

विज्ञापन