100 સંપત્તિ વેચવાની તૈયારીમા સરકાર, એર ઇન્ડિયા-BPCLનો સોદો ઓગસ્ટ સુધી થવાની સંભાવના

100 સંપત્તિ વેચવાની તૈયારીમા સરકાર, એર ઇન્ડિયા-BPCLનો સોદો ઓગસ્ટ સુધી થવાની સંભાવના
પીએમ મોદી (ફાઇલ તસવીર)

Divestment Plan: પીએમ મોદીએ જણાવ્યું કે, "બિઝનેસ કરવો એક સરકારનું કામ નથી. સરકારનું ધ્યાન જન કલ્યાણ પર હોવું જોઈએ. સરકાર પાસે અનેક એવી સંપત્તિ છે જેનો પૂર્ણ ઉપયોગ નથી થયો અથવા બેકાર પડી છે."

 • Share this:
  નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) બુધવારે વેબિનાર (Webinar)ના માધ્યમથી લોકો સમક્ષ હાજર થયા હતા. આ દરમિયાન તેમણે સરકારની ડિસઇન્વેસ્ટમેન્ટ યોજના (Divestment Plan) અંગે ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે સરકાર બહુ ઝડપથી બંધ પડેલી 100 સરકારી સપત્તિને વેચીને 2.5 લાખ કરોડ રૂપિયા એકઠા કરવા પર કામ કરી રહી છે. ખાસ વાત એ છે કે ફેબ્રુઆરીમાં જાહેર થયેલા સામાન્ય બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) જણાવ્યું હતું કે ડિસઇન્વેસ્ટમેન્ટથી 1.75 લાખ કરોડ રૂપિયા એકઠા કરવાની સરકારની યોજના છે. એવું માનવામાં આવી રહ્યું છે કે સરકાર જુલાઇ-ઓગસ્ટ સુધી એર ઇન્ડિયા અને બીપીસીએલ અંગે ડિસઇન્વેસ્ટમેન્ટ યોજના પૂરી કરવાની તૈયારી કરી રહી છે.

  પીએમ મોદીએ જણાવ્યું કે, "બિઝનેસ કરવો એક સરકારનું કામ નથી. સરકારનું ધ્યાન જન કલ્યાણ પર હોવું જોઈએ. સરકાર પાસે અનેક એવી સંપત્તિ છે જેનો પૂર્ણ ઉપયોગ નથી થયો અથવા બેકાર પડી છે. આવી 100 જેટલી સંપત્તિને બજારમાં મૂકીને 2.5 લાખ કરોડ રૂપિયા એકઠા કરવામાં આવશે." પીએમ મોદીએ કહ્યુ કે, સરકાર મુદ્રીકરણ (monatization) અને આધુનિકરણ પર ધ્યાન આપી રહી છે. ખાનગી ક્ષેત્રથી દક્ષતા આવે છે અને રોજગારી મળે છે. ખાનગીકરણ અને સંપત્તિના મોનિટાઇઝેશનથી જે પૈસા આવશે તે લોકો પર ખર્ચ કરવામાં આવશે.  આ પણ વાંચો: પેટ્રોલ-ડીઝલની કિંમત અડધી થવાની સંભાવના, સરકાર આ વિકલ્પ પર કરી રહી છે વિચાર

  પીએમ મોદીએ જાહેર ક્ષેત્રની કંપનીઓ પર યોજાયેલા વેબીનારમાં કહ્યુ કે, બજેટ 2021-22માં ભારતને ઊંચી વૃદ્ધિના રસ્તે લઈ જવા માટે અનેક યોજના ઘડવામાં આવી છે. તેમણે કહ્યુ કે, અને જાહેર ક્ષેત્રો નુકસાન કરી રહ્યા છે, અનેકની લોન આપીને મદદ કરવામાં આવી રહી છે. પીએમ મોદીએ કહ્યુ કે, "સરકારી કંપનીઓને ફક્ત એવું માનીને ન ચલાવી શકાય કે તે વારસામાં મળી છે." તેઓએ જણાવ્યુ કે, જાહેર ક્ષેત્રની બીમાર કંપનીઓને નાણાકીય મદદ કરવાથી અર્થતંત્ર પર બોઝ પડે છે.

  ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની મહામારીને પગલે સરકારની ડિસઇન્વેસ્ટમેન્ટ યોજના પ્રભાવિત થઈ હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સરકાર એર ઇન્ડિયા અને ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડની બોલી લગાવનારને બે મહિનામાં બોલી જમા કરવાનું કહી શકે છે. સરકાર જુલાઇ-ઓગસ્ટ સુધી ડિસઇન્વેસ્ટમેન્ટ કામ પૂર્ણ કરવાની તૈયાર કરી રહી છે.
  Published by:Vinod Zankhaliya
  First published:February 25, 2021, 07:52 am

  ટૉપ ન્યૂઝ