₹2000ની નોટ બંધ થવાના આરે છે ત્યારે 75 રૂપિયાનો સિક્કો લોન્ચ કરશે કેન્દ્ર સરકાર
ભારત સરકાર 75 રૂપિયાનો સિક્કો લોન્ચ કરશે
75 Rupees Coin: ભારત સરકાર દ્વારા 75 રૂપિયાનો સિક્કો લોન્ચ કરવાની જાહેરાત કરી છે. નવી સંસદની ઈમારતના ઉદ્ઘાટન પ્રસંગે આ સિક્કો લોન્ચ કરવામાં આવશે. તેમાં નવી સંસદના ચિત્ર સહિતની મહત્વની બાબતો સમાવવામાં આવશે. નોંધનીય છે કે હાલમાં જ RBI દ્વારા 2000 રૂપિયાની ચલણી નોટ પરત ખેંચવાનો નિર્ણય લીધો છે.
નવી દિલ્હી: કેન્દ્રીય નાણા મંત્રાલયે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનની યાદમાં ₹75નો સિક્કો બહાર પાડવાની જાહેરાત કરી છે. આ સિક્કા પર નવા સંસદ ભવનના ચિત્ર સાથે 'સંસદ સંકુલ' લખેલું હશે. નવી સંસદનો ઉદ્ઘાટન સમારોહ 28 મેના રોજ યોજાવા જઈ રહ્યો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેનું ઉદ્ઘાટન કરશે. કેન્દ્રીય નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ, ₹75નો સિક્કો 44 મીમી વ્યાસનો હશે, તેની કિનારીઓ પર 200 પટ્ટાઓ હશે.
75 રૂપિયાના આ સિક્કાનું વજન 35 ગ્રામ હશે અને તેમાં 50 ટકા ચાંદી, 40 ટકા તાંબુ અને 5-5 ટકા નિકલ અને ઝીંક ધાતુનું મિશ્રણ હશે. નવી સંસદના ચિત્રની નીચે વર્ષ 2023 પણ લખવામાં આવશે. આ સિક્કાની બનાવટ ભારત સરકારની કોલકાતા ટંકશાળમાં કરવામાં આવશે. સિક્કાની પાછળના ભાગમાં અશોક સ્તંભની સિંહ કેન્દ્રમાં હશે અને તેની નીચે 'સત્યમેવ જયતે' લખેલું હશે. સિક્કાની ડાબી બાજુએ દેવનાગરી લિપિમાં ભારત અને અંગ્રેજીમાં ભારત લખેલું હશે.
એ જ રીતે, ઉપલી પેરિફેરીમાં દેવનાગરી લિપિમાં સંસદ ભવન હશે અને નીચલા પેરિફેરીમાં અંગ્રેજીમાં લખેલું સંસદ સંકુલ હશે. સિક્કાની ડિઝાઇન બંધારણની પ્રથમ સૂચિમાં ઉલ્લેખિત માર્ગદર્શિકાને અનુરૂપ હોવી જોઈએ. 18 NDA ઘટક અને 7 બિન NDA પક્ષો સહિત ઓછામાં ઓછા 25 પક્ષો રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપે તેવી અપેક્ષા છે. જ્યારે 21 વિરોધ પક્ષોએ આ કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે.
ભારત સરકાર 75 રૂપિયાનો સિક્કો લોન્ચ કરશે
સમાચાર એજન્સી ANIના સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી સંસદના ઉદ્ઘાટન સમારોહમાં વેદ અનુસાર વિવિધ ધાર્મિક વિધિઓ જોવા મળશે. ઉદઘાટન સમારોહ લગભગ બપોરે 12 વાગ્યે શરૂ થશે, જો કે ધાર્મિક વિધિઓ વહેલી સવારે 7:30 વાગ્યે શરૂ થશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જાહેરાત કરી છે કે ઐતિહાસિક રાજદંડ 'સેંગોલ'ને નવા સંસદભવનમાં રાખવામાં આવશે. તેમણે એ પણ માહિતી આપી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદના નવા બિલ્ડિંગના નિર્માણમાં જોડાયેલા લગભગ 60,000 કામદારોનું સન્માન કરશે.
હાલમાં જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા 2000ની નોટ પરત ખેંચવાની જાહેરાત કરવામાં આવી છે. જેમની પાસે 2000 રૂપિયાની નોટ હોય તેઓ બેંકમાં અને RBI દ્વારા ઉભી કરવામાં આવેલી વ્યવસ્થાઓ પર 30 સપ્ટેમ્બર 2023 સુધીમાં બદલાવી શકાશે. બેંકમાં 2000ની નોટ જમા કરાવવા અંગેની ગાઈડલાઈન્સ પણ RBI દ્વારા જાહેર કરવામાં આવી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર