Home /News /national-international /

મોનસૂન સત્રમાં ભારત-ચીન સરહદ વિવાદ પર ચર્ચા થવાની સંભાવના ઓછી : સૂત્ર

મોનસૂન સત્રમાં ભારત-ચીન સરહદ વિવાદ પર ચર્ચા થવાની સંભાવના ઓછી : સૂત્ર

પ્રતિકાત્મક તસવીર

14 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલ સંસદના મોનસૂન સત્રમાં કોરોનાના કારણે પ્રશ્નકાળ નહીં હોય. આ સત્ર 1 ઓક્ટોબર સુધી ચાલશે

  નવી દિલ્હી : સોમવારથી શરૂ થઈ રહેલ સંસદનું મોનસૂન સત્ર (Monsoon session 2020) ઘણું હંગામાથી ભરેલું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. એક તરફ સરકાર આ સત્રમાં 11 અધ્યાદેશોને પ્રાથમિકતા પર પારિત કરાવવા માંગશે તો બીજી તરફ વિપક્ષ કોરોના મહામારી(Coronavirus Pandemic), દેશની ઘટી રહેલી જીડીપી અને પૂર્વ લદાખમાં ચીન સાથે ભારતના સરહદ વિવાદને પ્રાથમિકતા સાથે ઉઠાવવાનો પ્રયત્ન કરશે.

  કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી (Rahul Gandhi)સતત ટ્વિટ કરીને કહી રહ્યા છે કે દેશને એ જાણવાની જરૂર છે કે સરહદ પર શું થઈ રહ્યું છે? લોકસભામાં કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ પણ સંસદને વિકાસ વિશે બતાવવાનો અનુરોધ કર્યો છે. એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું કે સરકારે એલએસી પર થનાર ઘટનાક્રમ વિશે સંસદને બતાવવું જોઈએ. ઘણા વિપક્ષી સાંસદોએ આ મુદ્દા પર ચર્ચાની માંગણી કરતા બંને સદનોમાં નોટિસ પણ આપી દીધી છે. એક તરફ વિપક્ષ સરહદ વિવાદ પર ચર્ચાને મુદ્દા બનાવી રહ્યું છે. બીજી તરફ સરકારના સૂત્રોનું કહેવું છે કે આ મુદ્દા પર ચર્ચાની મંજૂરી મળે તેવી સંભાવના ઓછી છે.

  આ પણ વાંચો - સચિન પાયલટે પોતાની જ સરકારને યાદ કરાવ્યો ઘોષણાપત્રનો વાયદો, CM ગેહલોતને લખ્યો લેટર

  રાષ્ટ્રીય સુરક્ષા અને અખંડતાનો હવાલો

  કેન્દ્ર સરકારના એક વરિષ્ઠ મંત્રીએ કહ્યું કે અમારી સરકાર કોઇપણ ચર્ચાથી દૂર રહી નથી. પણ આ રાષ્ટ્રના વિષયમાં સંવેદનશીલ છે. રાષ્ટ્રીય સુરક્ષા અને અખંડતા સંબંધિત રણનીતિક મુદ્દા પર ખુલ્લી રીતે ચર્ચા કરી શકાય નહીં.

  એક અન્ય કેબિનેટ મંત્રીએ સીએનએન ન્યૂઝ 18ને જણાવ્યું કે વિપક્ષ લાંબા સમયથી સત્તામાં છે ખાસ કરીને કોંગ્રેસ. અમે તેના આ પ્રકારના મામલાને રાજનીતિથી દૂર રાખવાની આશા કરીએ છીએ. આપણે અત્યારથી પોતાની સેના સાથે ઉભા રહેવાની જરૂર છે.

  14 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહેલ સંસદના મોનસૂન સત્રમાં કોરોનાના કારણે પ્રશ્નકાળ નહીં હોય. આ સત્ર 1 ઓક્ટોબર સુધી ચાલશે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: Coronavirus, Coronavirus Pandemic, Monsoon-session, Parliament monsoon session, ચીન, રાહુલ ગાંધી

  આગામી સમાચાર