હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મનમર્જી નહીં ચાલે. સોશિયલ મીડિયા સામગ્રી પર લગામ લગાવવા માટે મોદી સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે. સરકારે શુક્રવારે સોશિયલ મીડિયાને લઈને નવા નિયમો તૈયાર કર્યા છે. આ અંતર્ગત લોકો સોશિયલ મીડિયા પર ચાલી રહેલા કન્ટેન્ટ અંગે ફરિયાદ કરી શકશે, સરકાર આગામી ત્રણ મહિના માટે અપીલ સમિતિની રચના કરશે.
નવી દિલ્હી: ફેસબુક-ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હવે મનમર્જી કામ નહીં કરી શકે. તેવી સામગ્રી પર લગામ લગાવવા માટે મોદી સરકારે તમામ તૈયારીઓ કરી લીધી છે. સરકારે શુક્રવારે સોશિયલ મીડિયાને લઈને નવા નિયમો તૈયાર કર્યા છે. આ અંતર્ગત લોકો સોશિયલ મીડિયા પર ચાલી રહેલા કન્ટેન્ટ અંગે ફરિયાદ કરી શકશે, આ માટે સરકાર આગામી ત્રણ મહિનામાં અપીલ સમિતિની રચના કરશે.
નવા નિયમ અનુસાર, જો દેશનો કોઈપણ વ્યક્તિ સંબંધિત કંપની સામે ફરિયાદ કરે છે અને તેના અધિકારીના જવાબથી સંતુષ્ટ નથી, તો તે આ અપીલ સમિતિનો ઓનલાઈન સંપર્ક કરી શકે છે. અપીલ સમિતિ દ્વારા પસાર કરવામાં આવેલ કોઈપણ આદેશ સંબંધિત વેબસાઈટ પર અપલોડ કરવાનો રહેશે અને અપીલનો 30 દિવસમાં નિકાલ કરવાનો રહેશે. તમને જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા ઈન્ડસ્ટ્રીએ સુનાવણી માટે પોતાનો રેગ્યુલેટરી વિભાગ બનાવવાની વાત કરી હતી, પરંતુ તેની અપીલ ઠુકરાવી દેવામાં આવી હતી.
30 દિવસમાં અપીલ કરવાની રહેશે
નવા નિયમ મુજબ, અપીલ સમિતિમાં એક અધ્યક્ષ અને કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત બે સંપૂર્ણ સમયના સભ્યો હશે. જેમાંથી ચેરમેન ભૂતપૂર્વ અધિકારી હોઈ શકે છે, જ્યારે બે સ્વતંત્ર સભ્યો હશે. કોઈપણ વ્યક્તિ જે કંપનીના ફરિયાદ અધિકારીના જવાબથી સંતુષ્ટ નથી તે સરકારની ફરિયાદ અપીલ સમિતિમાં અપીલ કરી શકે છે. ફરિયાદીએ ફરિયાદ અધિકારી સાથે વાત કર્યાના 30 દિવસમાં અપીલ સમિતિ સમક્ષ અપીલ કરવાની રહેશે.
નિયમ સંબંધિત 10 મહત્વની બાબતો
જો અપીલ સમિતિને લાગે તો તે આ અંગે કોઈ નિષ્ણાતની મદદ લઈ શકે છે.
આ નવા નિયમનું નામ છે ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (ઇન્ડરમિડિયરી ગાઇડલાઈન એન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) સુધારા નિયમો 2022.
જે કંપનીને ફરિયાદ કરવામાં આવી છે તે કંપનીના અધિકારીઓએ 24 કલાકમાં આ બાબતની તપાસ કરવાની રહેશે.
ત્યાર બાદ 15 દિવસમાં વિવાદનો ઉકેલ લાવવાનો રહેશે
જો 6 વિશેષ કેટેગરીમાં ફરિયાદો હોય તો તેને 72 કલાકમાં ઉકેલવાની રહેશે
આ 6 વિશેષ શ્રેણીઓમાં અશ્લીલતા, પોર્નોગ્રાફી, ગોપનીયતાનો ભંગ, લિંગ ઉત્પીડન, મની લોન્ડરિંગને પ્રોત્સાહન, જુગારને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે.
જૂથમાં દુશ્મનાવટ, જાતિવાદ, બાળકો માટે હાનિકારક, ખોટી માહિતી, અન્ય કોઈના નામનો ઉપયોગ
દેશની અખંડિતતા, એકતા, સંરક્ષણ, એકતા માટે હાનિકારક, બીજા દેશની મજાક ઉડાવવી
કોઈપણ કમ્પ્યુટર સોફ્ટવેરના દુરુપયોગમાં સંખ્યાબંધ મુદ્દાઓનો સમાવેશ થાય છે
સંબંધિત કંપનીએ તેની વેબસાઇટ પર આ માહિતી અપલોડ કરવાની રહેશે
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર