હવે દેશનાં આંતરીક વિસ્તારમાં ડ્રોનથી કોરોના વેક્સીન પહોંચાડશે સરકાર
હવે દેશનાં આંતરીક વિસ્તારમાં ડ્રોનથી કોરોના વેક્સીન પહોંચાડશે સરકાર
(file pic)
Corona Vaccination: હવે સરકાર દેશનાં તે આંતરીક વિસ્તારમાં અનમેન્ડ એરિયલ વ્હીકલ (UAV) એટલે કે ડ્રોન (Drones)ની મદદથી કોરોનાની વેક્સીન પહોંચાડશે. જ્યાં રસ્તા દુર્ગમ છે અને ત્યાં સુધી પહોંચવું અઘરું છે.
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ સંક્રમણ (Coronavirus)નાં કેસ હવે સતત ઓછા થઇ રહ્યાં છે. આ વચ્ચે દેશમાં મોટા પ્રમાણમાં વેક્સીનેશન (Corona Vaccination) અભિયાન ચાલી રહ્યું છે. આ ટીકાકરણ અભિયાન (Covid 19 Vaccine)ને સરકાર હવે આંતરિક વિસ્તાર સુધી સહેલાઇથી પહોંચાડવાની યોજના પર કામ કરી રહ્યાં છે. આ હેઠળ હવે સરકાર દેશનાં તે આંતરીક વિસ્તારમાં અનમેન્ડ એરિયલ વ્હીકલ (UAV) એટલે કે ડ્રોન્સ (Drones)નો ઉપયોગ કરી કોરોના વાયરસની વેક્સીન પહોંચાડવાની યોજના બનાવી રહ્યાં છે. જ્યાંનાં રસ્તા દુર્ગમ છે અને ત્યાં સુધી પહોંચવું અઘરું છે. IIT કાનપૂરે આ અંગે કરેલી શોધમાં આ રીતે ડ્રોનની મદદથી કોરોનાની વેક્સીન પહોંચાડવી સંભવ છે.
હાલનાં સમયમાં દેશમાં સરકાર માટે કોરોના વેક્સીન ખરીદવાનું કામ સરકારી કંપની HLL લાઇફકેર કરે છે. તેની સહાયક કંપની HLL ઇન્ફ્રા ટેક સર્વિસ લિમિટેડે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) તરફથી દેશનાં દુર્ગમ વિસ્તારમાં કોરોના વેક્સીન પહોંચાડવા માટે 11 જૂનનાં નિવિદનો મંગાવ્યાં છે. હાલમાં ફક્ત તેલંગનામાં જ ડ્રોન દ્વારા કોરોના વેક્સીન પહોંચાડવાનું કામ શરૂ થયુ છે.
દુર્ગમ વિસ્તારમાં કોરોના વેક્સીન પહોચાડવા માટે ICMR સંપૂર્ણ તૈયારી કરી ચુક્યું છે. આ હેઠળ કામ માટે તે ડ્રોનનો ઉપયોગ કરશે. જે 35 કિલોમીટર સુધી જઇ શકે છે. સાથે જ 100 મીટરની ઉંચાઇ સુધી ઉડાન ભરી શકે છે. ન્યૂઝ 18 પાસે આ સંબંધિત દસ્તાવેજની કોપી છે જે મજુબ, 22 જૂન સુધી આ માટે બિડિંગ કરવામાં આવશે.
દસ્તાવેજમાં આ વાતનો ઉલ્લેખ છે કે, ICMR IIT કાનપૂરની સાથે મળીને આ સંબંધમાં કામ કર્યું છે. જેમાં તેમનાં દ્વારા હાથ ધરવામાં આવેલું પરિક્ષણ પણ સફળ રહ્યું છે.
જાણકારી મુજબ આ ડ્રોન આકાશમાં સીધુ ઉડાન ભરવા અને ચાર કિલો વજનન સામાન લાવવાની ક્ષમતા ધરાવે છે. આ સાતે જ તે વેક્સીનને નક્કી સેન્ટર પર પહોંચી તે ત્યાંથી પરત સ્ટેશન કે કેન્દ્ર પર આવવાને સક્ષમ હશે. ડ્રોનની ટેક ઓફ અને લેન્ડિંગ ડીજીસીએની ગાઇડલાઇન્સ પર આધારિત હશે. જેમાં પેરાશૂટ આધારિત ડિલીવરી સિસ્ટમ નહીં થાય
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર