Home /News /national-international /'પ્રમોશનમાં આરક્ષણ' રદ થયું તો સાડા ચાર લાખ સરકારી કર્મચારીઓ થશે પ્રભાવિત, ફેલાઇ શકે અશાંતિ, કેન્દ્રએ SCને કહ્યું

'પ્રમોશનમાં આરક્ષણ' રદ થયું તો સાડા ચાર લાખ સરકારી કર્મચારીઓ થશે પ્રભાવિત, ફેલાઇ શકે અશાંતિ, કેન્દ્રએ SCને કહ્યું

સુપ્રિમ કોર્ટ (File Photo)

Govt defends quota in promotion: કેન્દ્ર સરકરે સુપ્રીમ કોર્ટમાં તેમનાં તરફથી એફિડેવિટ આપી કહ્યું કે, 2007થી લઇ 2020 સુધી આશરે સાડા ચાર લાખ કર્મચારીઓને પ્રમોશનમાં આરક્ષણ નીતિનો લાભ આપવામાં આવ્યો છે. જો તેને પરત લઇ લેવામાં આવે છે તો, SC-ST કર્મચારીઓને આપવામાં આવેલાં લાભ પરત લેવાં પડશે. તેમનાં મૂળ પદ પર પરત મોકલવાં પડશે. તેમનો પગાર ધોરણ ફરી નક્કી કરવો પડશે. આ ધરમિયાન રિટાયર્ડ થયેલાં કર્મચારીઓને પેન્શન ફરીથી ફિક્સ કરવી પડશે. હાલમાં કર્મચારીઓ અને પેંશનરોને જે અતિરિક્ત પૈસા મળે છે તેની રિકવરી કરવી પડશે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: સરકારી નોકરીઓમાં કર્મચારીઓને પ્રમોશનમાં મળનારાં આરક્ષણ (Reservation in Promotion)નો કેન્દ્ર સરાકરે સુપ્રીમ કોર્ટમાં ભરપૂર બચાવ કર્યો છે. સરકારે કોર્ટમાં જણાવ્યું કે, 2007થી લઇ 2020 સુધી આશરે સાડા ચાર લાખ કર્મચારીઓને આ નીતિનો લાભ આપવામાં આવ્યો છે. જો આ નીટિને પરત ખેંચવામાં આવે છે તો, તેનાં ગંભીર પરિણામ થશે. કર્મચારીઓનાં પદમાં ભારે ફેરબદલ કરવું પડશે. કર્મચારીઓને આપવામાં આવેલાં લાભ પરત લેવાં પડશે. તેમનાં મૂળ પદ પર પરત મોકલવાં પડશે. તેમનો પગાર ધોરણ ફરી નક્કી કરવો પડશે. આ ધરમિયાન રિટાયર્ડ થયેલાં કર્મચારીઓને પેન્શન ફરીથી ફિક્સ કરવી પડશે. હાલમાં કર્મચારીઓ અને પેંશનરોને જે અતિરિક્ત પૈસા મળે છે તેની રિકવરી કરવી પડશે. મૂળ વાત કરીએ તો, પ્રમોશનમાં કોટા પૂર્ણ કરવા પર કર્મચારીઓમાં અશાંતિ (Employee unrest) ફેલાઇ શકે છે.

'પ્રમોશનમાં કોટાથી કામ પર અસર નહીં'
કેન્દ્ર સરકારે પ્રમોશનમાં અનામત પ્રણાલીને રદ્દ કરવાના દિલ્હી હાઈકોર્ટના 2017ના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને તેની નીતિનો બચાવ કર્યો હતો. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ અનુસાર, સરકારે કહ્યું કે આ નીતિ બંધારણની જોગવાઈઓ અને સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશો અનુસાર છે. આમાં, સરકારી નોકરીઓમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ (SC-ST) વગેરેના પ્રતિનિધિત્વનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવ્યું છે. સરકારે કહ્યું હતું કે એસસી-એસટી જાતિના કર્મચારીઓ માટે પ્રમોશનમાં અનામત વહીવટી કાર્યને અસર કરતું નથી કારણ કે આ ક્વોટાનો લાભ ફક્ત તે જ લોકોને મળે છે જેઓ કામગીરીના નિર્ધારિત ધોરણોને પૂર્ણ કરે છે અને પાત્ર હોવાનું જણાયું છે.

કેન્દ્રીય કર્મચારીઓમાં 17.3% SC, 16.5% OBC
સરકારે 75 કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોનો ડેટા પણ સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂક્યો હતો. જણાવવામાં આવ્યું હતું કે સરકારના આ વિભાગો અને મંત્રાલયોમાં કર્મચારીઓની કુલ સંખ્યા 27,55,430 છે. આમાંથી 4,79,301 કર્મચારીઓ SC છે જ્યારે ST કામદારોની સંખ્યા 2,14,738 છે. OBC વિભાગમાંથી આવતા કર્મચારીઓની સંખ્યા 4,57,148 છે. જો આપણે ટકાવારી પર નજર કરીએ, તો આ આંકડો SC માટે 17.3, ST માટે 7.7 અને OBC માટે 16.5 ટકા છે.

આ પણ વાંચો- Good News: કેન્દ્ર સરકારે કર્મચારીઓનું DA વધારીને 31 થી 34 ટકા કર્યું, જાણો સંપૂર્ણ વિગતો

... તો અતિરિક્ત સેલરી-પેંશનની રિક્વરી કરવી પડશે
TOI મુજબ, સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું કે જો પ્રમોશનમાં ક્વોટા સમાપ્ત થાય છે, તો એસસી-એસટી કર્મચારીઓને આપવામાં આવતા લાભો પાછા ખેંચવા પડશે. જેના કારણે કર્મચારીઓને તેમની મૂળ પોસ્ટ પર પાછા મોકલવા પડશે. તેમનો પગાર ફરીથી નક્કી કરવો પડશે. જે કર્મચારીઓ આ સમયગાળા દરમિયાન નિવૃત્ત થયા છે, તેમનું પેન્શન પણ ફરીથી નક્કી કરવું પડશે. હાલના કર્મચારીઓ અને પેન્શનરોને અત્યાર સુધી જે વધારાના પૈસા મળ્યા હશે તે વસૂલવામાં આવશે. આનાથી કર્મચારીઓમાં મુકદ્દમો અને અસંતોષનું પૂર આવશે.

દરેક ધોરણ પર ખરા ઉતરવાં પર મળે છે પ્રમોશન-
સરકારે કહ્યું કે વિવિધ વિભાગોમાં એસસી, એસટી અને ઓબીસી કર્મચારીઓના પ્રતિનિધિત્વ પર દરેક મંત્રાલય-વિભાગ, કર્મચારી મંત્રાલય, એસસી-એસટી કમિશન, સંસદીય સમિતિના સંબંધિત અધિકારીઓ દ્વારા ધ્યાન રાખવામાં આવે છે અને તમામ સાંસદો પણ તેના પર નજર રાખે છે. કર્મચારીઓના કામની ગુણવત્તાનું મૂલ્યાંકન APAR એટલે કે વાર્ષિક પ્રદર્શન મૂલ્યાંકન અહેવાલ દ્વારા કરવામાં આવે છે. આમાં તેમનું વર્ક આઉટપુટ, અંગત વર્તન અને કામ કરવાની ક્ષમતા વગેરેની ચકાસણી કરવામાં આવે છે. તે પછી પ્રમોશન ગણવામાં આવે છે.
First published:

Tags: Employee unrest, Promotion Quota, Sc, Supreme Court