Home /News /national-international /

5-12 વર્ષના બાળકો માટે કોરોના વેક્સીનેશન જલ્દી, સરકારી પેનલે કોર્બેવેક્સ વેક્સીનના ઉપયોગની આપી મંજૂરી

5-12 વર્ષના બાળકો માટે કોરોના વેક્સીનેશન જલ્દી, સરકારી પેનલે કોર્બેવેક્સ વેક્સીનના ઉપયોગની આપી મંજૂરી

એક્સપર્ટ કમિટીના પેનલે આજે બાળકોના આ આયુ વર્ગના ડેટા અને વેક્સીનના ઉપયોગ પર ચર્ચા કરી હતી (Photo: PTI/File)

Children Covid Vaccine - સબજેક્ટ એક્સપર્ટ કમિટીની આ ભલામણોને હવે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાને મોકલી આપી છે

    નવી દિલ્હી : કોરોના મહામારીના વધી રહેલા કેસો (Coronavirus Cases in India) વચ્ચે 5 થી 12 વર્ષના બાળકોને વેક્સીનની (Children Covid Vaccine)સુરક્ષા પ્રદાન કરવા માટે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાની એક્સપર્ટ કમિટીએ ગુરુવારે કોર્બેવેક્સ વેક્સીનને (Corbevax Vaccine)મંજૂરી આપી છે. આ પહેલા પણ News18 એ આ વિશે જાણકારી આપી હતી. એક્સપર્ટ કમિટીના પેનલે આજે બાળકોના આ આયુ વર્ગના ડેટા અને વેક્સીનના ઉપયોગ પર ચર્ચા કરી હતી.

    સબજેક્ટ એક્સપર્ટ કમિટીની આ ભલામણોને હવે ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાને મોકલી આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અંતિમ મંજૂરી મળ્યા પહેલા હવે ડીસીજીઆઈની મંજૂરીની રાહ છે. હાલ કોરોના વાયરસથી બચાવ માટે કોર્બેવેક્સ વેક્સીન 12 થી 14 વર્ષના ઉંમરના બાળકોને લગાવવામાં આવી રહી છે.

    ભારતમાં વર્તમાન સમયમાં 12 વર્ષથી મોટી ઉંમરના બાળકોને બે કોવિડ વેક્સીન લગાવવામાં આવી રહી છે. દેશમાં બાળકોનું ટિકાકરણ પ્રથમ ચરણમાં આ વર્ષે 3 જાન્યુઆરીથી શરુ થયું હતું. ત્યારે 15 થી 18 વર્ષની ઉંમરના બાળકો માટે કોવિડ વેક્સીનેશનની જાહેરાત કરવામાં આવી હતી. જે પછી 16 માર્ચથી 12 વર્ષથી વધારે ઉંમરના બાળકોને કવર કરવા માટે વિસ્તારિત કરવામાં આવી હતી.

    આ પણ વાંચો - દિલ્હીમાં કાળ બનવા લાગ્યો કોરોના! સતત બીજા દિવસે 500+ કેસ, સંક્રમણ દરથી વાગી ખતરાંની ઘંટડી

    બાળકોને કોરોના વેક્સીનેશન પ્રોગ્રામમાં ભારત બાયોટેકની કોવેક્સીન 15 થી 18 વર્ષના આયુ વર્ગના બાળકોને લગાવવામાં આવી રહી છે. આ વેક્સીન સરકારી અને ખાનગી બન્ને ટિકાકરણ કેન્દ્ર પર ઉપલબ્ધ છે. જ્યારે કોર્બેવેક્સ વેક્સીન ફક્ત સરકારી કેન્દ્રો પર 12 થી 14 વર્ષના બાળકોને આપવામાં આવી રહી છે.

    કોર્બેવેક્સ વેક્સીન ભારતમાં વિકસિત કરવામાં આવી છે. આ વેક્સિન રિસેપ્ટર બાઇડિંગ ડોમેન કે કોવિડ-19 સામે પ્રોટીન સબ યુનિટ વેક્સીન છે. આ પ્રકારની ટેકનિકનો ઉપયોગ ઘણા દશકોથી હેપેટાઇટિસ બી ના ટિકા બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. આ વેક્સીનને ઇંટ્રામસ્ક્યુલર રુટ દ્વારા બે ડોઝ નિર્ધારિત 28 દિવસોમાં લગાવવામાં આવે છે.

    દિલ્હીમાં કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના 97% સેમ્પલમાં જોવા મળ્યો Omicron

    જાન્યુઆરી અને માર્ચ વચ્ચે, દિલ્હીમાં કોવિડથી મૃત્યુ (Death due to covid 19 Delhi) પામેલા લોકોના 97 ટકા નમૂનાઓમાં કોરોના વાયરસનો ઓમિક્રોન (Omicron) પ્રકાર હતો. સરકારી આંકડાઓ અનુસાર આ માહિતી આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મૃતકોમાંથી એકત્ર કરાયેલા 578 નમૂનાઓની જીનોમ સિક્વન્સિંગ દર્શાવે છે કે તેમાંથી 560 ઓમિક્રોન વેરિઅન્ટ ધરાવે છે. જ્યારે બાકીના 18 (ત્રણ ટકા) માં કોવિડ-19ના અન્ય સ્વરૂપો હતા, જેમાં ડેલ્ટાનો (Delta Variant) સમાવેશ થાય છે, જેણે ગયા વર્ષે એપ્રિલ અને મે માં બીજી લહેર લાવી હતી.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Coronavirus, Covid vaccine, Omicron Case

    આગામી સમાચાર