Home /News /national-international /ઓક્ટોબરના પહેલા સપ્તાહથી 12 વર્ષથી ઉપરના બાળકોને આપવામાં આવશે વેક્સીન, આવો છે આખો પ્લાન
ઓક્ટોબરના પહેલા સપ્તાહથી 12 વર્ષથી ઉપરના બાળકોને આપવામાં આવશે વેક્સીન, આવો છે આખો પ્લાન
(ફોટો સાભાર- News18 English)
corona third wave- કોરોનાની ત્રીજી લહેરની ( corona third wave)આશંકાઓ વચ્ચે ભારતમાં 12 વર્ષ અને તેનાથી ઉપરની ઉંમરના બાળકોને કોરોના વેક્સીન (Corona vaccine) આ વર્ષે ઓક્ટોબરમાં પ્રથમ સપ્તાહમાં આપવાની યોજના છે
નવી દિલ્હી : કોરોનાની ત્રીજી લહેરની ( corona third wave)આશંકાઓ વચ્ચે ભારતમાં 12 વર્ષ અને તેનાથી ઉપરની ઉંમરના બાળકોને કોરોના વેક્સીન (Corona vaccine) આ વર્ષે ઓક્ટોબરમાં પ્રથમ સપ્તાહમાં આપવાની યોજના છે. દેશમાં 12 વર્ષથી 17 વર્ષની ઉંમરના લગભગ 12 કરોડ બાળકો છે. જોકે સૌથી પહેલા તે બાળકોને વેક્સીન (vaccine)આપવામાં આવશે જે ગંભીર બીમારી સામે ઝઝુમી રહ્યા છે. 12 વર્ષ અને તેનાથી ઉપરની ઉંમરના બાળકોના વેક્સીનેશન (Vaccination of children) માટે ડીસીજીઆઈની મંજૂરી મળી ગઈ છે. ઝાયડસ કેડિલાની વેક્સીન ઝાયકોવ ડી (Zydus Cadila vaccine Zycov d) ને આ વર્ષે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહથી બાળકોને આપવાની યોજના છે.
કેન્દ્ર સરકારની બનેલી વર્કિગ ગ્રૂપની કમિટીના ચેરમેન ડો એનકે અરોડોના મતે કંપનીએ કહ્યું કે ઝાયકોવ ડી ઓક્ટોબરના પ્રથમ સપ્તાહથી વેક્સીનેશન પ્રોગ્રામમાં સામેલ થવા માટે કહ્યું છે. એટલે કે હવે એક આશા જાગી છે કે 18 વર્ષથી ઉંમરના લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે પણ જલ્દી બાળકોને પણ વેક્સીનેશન અભિયાનમાં સામેલ કરી લેવામાં આવશે.
જોકે 12 વર્ષની ઉપરના ફક્ત તે જ બાળકોને વેક્સીનેશન પહેલા આપવામાં આવશે જે ગંભીર બીમારી સામે ઝઝુમી રહ્યા છે. જે બાળકો સ્વસ્થ છે તેમને વેક્સીનેશન માટે માર્ચ 2022 સુધી રાહ જોવી પડશે. ગંભીર બીમારીની શ્રેણીમાં કઇ-કઇ બીમારી સામેલ થશે તેના માટે જલ્દી નેશનલ ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપ ઓન ઇમ્યુનાઇઝેશનની બેઠક થશે. જેમાં લિસ્ટ તૈયાર કરવામાં આવશે. જાણકારોનો મત છે કે સ્વસ્થ બાળકોમાં કોરોના સંક્રમણ થવા પર હોસ્પિટલમાં ભરતી થવાની કે મોતની આશંકા ઘણી ઓછી હોય છે.
સ્કૂલ ખોલવા માટે ટિકાકરણ જરૂરી નથી
કેન્દ્ર સરકારની બનેલી કમિટી કોવિડ વર્કિંગ ગ્રૂપના ચેરમેન ડો એન.કે. અરોડાના મતે સ્કૂલ ખોલવા માટે બાળકોને ટિકાકરણી જરૂર નથી. જરૂરત એ છે કે જે ઘરોમાં બાળકો છે ત્યાં બધા માતા-પિતા અને ઘરના બીજા વયસ્કોએ વેક્સીન લગાવી લેવી જોઈએ અને સાથે સ્કૂલમાં ટિચર અને બાકી સ્ટાફનું પણ વેક્સીનેશન થવું જોઈએ. આ રીતે બાળકો એક સુરક્ષિત આવરણમાં રહે છે. બાળકોના માનસિક અને શારીરિક વિકાસ માટે એક્સપર્ટ્સ સ્કૂલ ખોલવાની સલાહ આપી રહ્યા છે. કોરોનાની પ્રથમ અને બીજી લહેરના જે પણ વૈજ્ઞાનિક સાક્ષ્ય છે તેમાં સાબિત થયું છે કે બાળકોમાં કોરોનાથી સંક્રમિત બાળકોમાં ગંભીર સમસ્યા થતી નથી. કોરોનાનું સંક્રમણ માઇલ્ડ કે લક્ષણ વગરના હોય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર