નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ (Coronavirus) થી સંક્રમિતના મામલા વધતાં ICMRએ માન્યતા પ્રાપ્ત ખાનગી લેબોરેટરીઓને મંજૂરી આપી દીધી છે. તેની સાથે જ પ્રત્યેક કોવિડ-19ની તપાસની કિંમત 4,500 રૂપિયા નક્કી કરવામાં આવી છે. હવે 4,500 રૂપિયા આપીને કોરોના વાયરસની તપાસ કરાવી શકાય છે. તેમાં ચાર્જમાં 3,000 રૂપિયા ચાર્જ અને 1,500 રૂપિયા સ્ક્રીનિંગ સામેલ છે. જોકે સરકારે લોકોને કારણ વગર તપાસ ન કરાવવાની અપીલ કરી છે. તપાસ કરાવવા માટે આપને ક્વોલિફાઇડ ફિજિશિયનથી લખાવવું પડશે.
તેની પર સ્વાસ્થ્ય મંત્રાલયનું કહેવું છે કે આ તપાસ દરેકને કરાવવાની જરૂર નથી. જે લોકો વિદેશથી પ્રવાસ કરીને પરત ફર્યા છે કે જે પછી એ લોકો કોઈ વિદેશથી પરત ફરેલા નાગરિકોના સંપર્કમાં આવ્યા છે, તે લોકોને આ તપાસ કરાવવી જોઈએ.
આ પહેલા ICMRના એક અધિકારીએ કહ્યું હતું કે, એવું લાગે છે કે કોઈ પણ તેને મફતમાં નથી કરાવવા માંગતા અને આ કારણે ખાનગી લેબને કોવિડ-19 માટે દરેક તપાસની કિંમત 4,500 રૂપિયાથી 5,000 રૂપિયાની વચ્ચે રાખવાનું કહેવામાં આવ્યું છે. અધિકૃત સૂત્રો મુજબ લગભગ 51 ખાનગી લેબોરેટરીઓએ સરકારને સંપર્ક કરી તેને આ શ્વસન રોગ માટે તપાસની મંજૂરીનો અનુરોધ કર્યો છે.