મહારાષ્ટ્રમાં એક સરકારી અધિકારીએ તેના સાથીઓને એક એવો મેસેજ મોકલ્યો કે, હવે તેને પસ્તાવો થઇ રહ્યો છે.
વાત એમ છે કે, મહારાષ્ટ્રનાં અહમદનગર કોર્પોરેશનમાં સેનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા કિશોર દેશમુખે તેના સાથી કર્મચારીઓને વોટ્સએટ પર એવો સંદેશો મોકલ્યો કે, જે લોકો એક ઝાડ વાવશે તેમને તેઓ દારૂની એક બોટલ મફતમાં આપશે.
આ મેસેજ તેમણે તમામ વિભાગનાં કર્મચારીઓને મોકલ્યો. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા જ, મહારાષ્ટ્ર સરકારે અહમદનગર કોર્પોરેશનને વૃક્ષો વાવવાનો એક લક્ષ્યાંક આપ્યો છે. આ આ લક્ષ્યાંકને પહોંચી વળવા માટે દેશમુખે સાથી કર્મચારીઓને આ ઓફર આપીને વૃક્ષો વાવવા માટે અપીલ કરી.
પણ આ મામલો સરકાર સુધી પહોંચ્યો અને તેની ગંભીરતાને ધ્યાનમાં લઇ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા.
ટાર્ગેટની ચિંતા
આધારભૂત સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ, કોર્પોરેશનને વૃક્ષો વાવવા માટે એક ચોક્કસ ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. આ ટાર્ગેટને પુરો કરવા માટે દેશમુખે બધા લોકોને ઝાડ વાવવા માટે અપીલ કરી અને એના માટે મફતમાં દારૂની બોટલ આપવાની વાત કરી. તેમની આ ઓફરનો કેટલાક લોકોએ વિરોધ કર્યો અને કહ્યું કે, વૃક્ષો વાવવા માટે આવી રીતે અપીલ કરવી એ ખોટુ છે.
કેટલાક કર્મચારીઓએ દેશમુખની આ ઓફર બદલ તેમને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી. આ મામલે કોર્પોરેશનના કમિશ્નરે તપાસ કરી અને સરકારની યોજનાની મજાક ઉડાડવા બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર