અનલૉક-4 : કેન્દ્ર સરકારે જાહેર કરી ગાઇડલાઇન્સ, 7 સપ્ટેમ્બરથી શરૂ થશે મેટ્રો સેવા, સ્કૂલ-કોલેજો બંધ રહેશે

21 સપ્ટેમ્બરથી ધોરણ 9થી 12 સુધીના બાળકો ટીચર્સ પાસે માર્ગદર્શન લેવા માટે તેમની ઈચ્છાથી શાળામાં જઈ શકશે. આ માટે તેમણે માતાપિતા કે વાલીની લેખિત મંજૂરી લેવી પડશે

21 સપ્ટેમ્બરથી ધોરણ 9થી 12 સુધીના બાળકો ટીચર્સ પાસે માર્ગદર્શન લેવા માટે તેમની ઈચ્છાથી શાળામાં જઈ શકશે. આ માટે તેમણે માતાપિતા કે વાલીની લેખિત મંજૂરી લેવી પડશે

 • Share this:
  નવી દિલ્હી : કેન્દ્ર સરકારે અનલૉક-4ની ગાઇડલાઇન્સ (Unlock-4 Guidelines)જાહેર કરી દીધી છે. અનલૉક-4માં 7 સપ્ટેમ્બરથી મેટ્રો સેવા શરૂ થઈ જશે. મેટ્રોમાં સરકારના નિર્દેશોને ફરજિયાત પાળવા પડશે. આ 7 સપ્ટેમ્બરથી ગ્રેડેડ તરીકે શરૂ કરાશે. સરકાર દ્વારા જાહેર દિશાનિર્દેશો પ્રમાણે 30 સપ્ટેમ્બર સુધી સ્કૂલ-કોલેજો બંધ રહેશે. આ નિર્ણય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે વાત કરીને લેવામાં આવ્યો છે. સરકારના નિર્દેશો પ્રમાણે ઓપર એર થિયેટર 21 સપ્ટેમ્બરથી ખોલવામાં આવશે.

  સામાજિક અકેડેમી, રમતો સાથે જોડાયેલી, મનોરંજન સાથે જોડાયેલી, સાંસ્કૃતિક અને ધાર્મિક સભાઓની મંજૂરી 21 સપ્ટેમ્બરથી મળશે. જેમાં ફક્ત 100 લોકો સુધી ઉપસ્થિત રહી શકશે.

  આ પણ વાંચો - રાજ્યમાં કોરોનાના નવા 1282 કેસ નોંધાયા, 24 કલાકમાં 13 દર્દીઓના મોત થયા

  રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશે 50% સુધી શિક્ષક અને બિન શિક્ષક સ્ટાફને સ્કૂલમાં બોલાવી લીધા છે. જેથી ઓનલાઇન શિક્ષા, ટેલી કાઉન્સિલિંગથી જોડાયેલા કાર્યો કરી શકે.

  21 સપ્ટેમ્બરથી ધોરણ 9થી 12 સુધીના બાળકો ટીચર્સ પાસે માર્ગદર્શન લેવા માટે તેમની ઈચ્છાથી શાળામાં જઈ શકશે. આ માટે તેમણે માતાપિતા કે વાલીની લેખિત મંજૂરી લેવી પડશે.

  દેશભરમાં સિનેમા હોલ, સ્વિમિંગ પૂલ, થિયેટર બંધ રહેશે. આંતરરાષ્ટ્રીય યાત્રા પર પ્રતિબંધ રહેશે. કોઈપણ રાજ્ય કેન્દ્ર સાથે ચર્ચા કર્યા વગર, કન્ટેઇનમેન્ટ ઝોન બહાર લોકલ લૉકડાઉન લગાવી શકશે નહીં. કન્ટેઇનમેન્ટ ઝોન બહાર જો રાજ્યોએ લૉકડાઉન લાગુ કરવો હશે તો કેન્દ્ર સરકાર પાસે સહમતિ લેવી પડશે.

  ગૃહ મંત્રાલયની ગાઇડલાઇન્સના મતે લોકો અને સામાનોની આંતરરાજ્ય અવરજવર પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં અને આ માટે કોઈ વિશેષ પરમિટ, એપ્રુવલ અને ઇ-પરમિટની જરૂર રહેશે નહીં.
  Published by:Ashish Goyal
  First published: