Covid Vaccine Death : કોરોના મહામારીને ડામવા માટે લોકડાઉન લાગુ થયું હતું. આ દરમિયાન લોકોના જીવ બચાવવા સરકાર દ્વારા વેક્સિન લેવા માટે વારંવાર અનુરોધ કરવામાં આવતો હતો. આ પ્રકારની કોવિડ વેક્સિન લેવાથી કેટલાક મોત થયા હોવાના આક્ષેપ થયા હતા ત્યારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે, કોવિડ રસીકરણની પ્રતિકૂળ અસરો માટે સરકારને જવાબદાર ઠેરવી શકાય નહીં.
સોગંદનામામાં કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, રસીના કારણે મૃત્યુ થયાનું જણાયું હોય તેવા કિસ્સામાં સિવિલ કોર્ટમાં દાવો દાખલ કરીને વળતર મેળવવાનો એકમાત્ર ઉપાય છે.
શું છે કેસ ?
આ સોગંદનામું કોરોના રસીકરણ બાદ ગયા વર્ષે મૃત્યુ પામેલા બે યુવતીઓના માતાપિતા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં આવ્યું છે. અરજીમાં બે દિકરીઓની મૃત્યુની સ્વતંત્ર તપાસ અને રસીકરણ પછી પ્રતિકૂળ અસરો(AEFI)ની ઝડપી તપાસ અને સમયસર સારવાર માટે પ્રોટોકોલ તૈયાર કરવા નિષ્ણાત તબીબી બોર્ડની માંગણી કરવામાં આવી હતી.
ગત અઠવાડિયે અરજીનો જવાબ આપતાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે, AEFIને કારણે રસીના ઉપયોગને કારણે અત્યંત દુર્લભ કેસમાં મૃત્યુ માટે જવાબદાર ઠેરવીને વળતર પૂરું પાડવા રાજ્ય કાયદેસર રીતે બંધનકર્તા ન બનાવી શકાય. બંને મોત પ્રત્યે ઉંડી શોક વ્યક્ત કરતા કેન્દ્રએ કહ્યું કે માત્ર એક જ કેસમાં રાષ્ટ્રીય AEFI સમિતિ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં રસી સંબંધિત AEFI મૃત્યુનું કારણ હોવાનું જણાયું હતું.
હેલ્થ વિભાગે વળતરની અરજી ફગાવી :
વળતર માટે અરજદારની અરજીને નકારી કાઢતાં મંત્રાલયે જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિને AEFIથી શારીરિક ઈજા અથવા મૃત્યુ થાય તો તેમના પરિવારો પાસે નુકસાન/વળતર મેળવવા માટે સિવિલ કોર્ટનો સંપર્ક કરવા સહિતના વિકલ્પો ખુલ્લા છે. બેદરકારી માટેના આ દાવા માટે કેસને આધારે નિર્ણય લેવાનો રહેશે.
આડઅસરથી મૃત્યુનો આંકડો ખૂબ જ ઓછો
વરિષ્ઠ એડવોકેટ કોલિન ગોન્સાલ્વિસ દ્વારા કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું કે, જો રસી પછીની અસરો સાથે જાણકારી આપવામાં આવી હોત તો આ મૃત્યુ ન થયા હોત. સામે પક્ષે કેન્દ્રએ કોર્ટને જણાવ્યું કે, સૂચિત સંમતિનો ખ્યાલ રસી જેવી દવાના સ્વૈચ્છિક ઉપયોગ પર લાગુ પડતો નથી. AEFIના આંકડા આપતા સરકારે કહ્યું કે, કુલ ડોઝની તુલનામાં આડઅસરથી મૃત્યુનો આંકડો ખૂબ જ ઓછા છે.
AEFIનું ઉંડાણપૂર્વક વિશ્લેષણ હજુ બાકી
એફિડેવિટમાં જણાવ્યું હતું કે, 19 નવેમ્બર, 2022 સુધી દેશમાં આપવામાં આવેલ કોવિડ-19 રસીના 219.86 કરોડ ડોઝમાંથી 92,114 AEFIs નોંધવામાં આવ્યા છે, તેમાંથી 89,332 (0.0041%) સામાન્ય/ગૌણ AEFIs હતા, જ્યારે માત્ર 2782 (0.00013%) મૃત્યુ સહિત ગંભીર અથવા ગંભીર AEFIમાં પરિણમ્યા હતા. કેન્દ્રએ સ્વીકાર્યું કે આ તમામ ગંભીર AEFIનું ઉંડાણપૂર્વક વિશ્લેષણ હજુ બાકી છે પરંતુ તેને કારણે રસીને જ પ્રત્યક્ષ જવાબદાર ઠેરવવી ખૂબ જ ઉતાવળ ગણાશે.
પ્રથમ અરજદારની પુત્રી રચના ગંગુને ગયા વર્ષે 29 મેના રોજ કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો અને 19 જૂનના રોજ એક મહિનાની અંદર તેનું નિધન થયું હતું. બીજા અરજદાર વેણુગોપાલન ગોવિંદનની પુત્રીને કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ 18 જૂને મળ્યો અને ગયા વર્ષે 10 જુલાઈના રોજ તેનું અવસાન થયું.
સોગંદનામામાં હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા જણાવાયું છે કે, પ્રથમ અરજદારની પુત્રીને થ્રોમ્બોસિસ અને થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS) થયો હતો જે વૈશ્વિક સ્તરે નોંધાયેલ COVID-19 રસીને કારણે થતું એક દુર્લભ AEFI છે. 30 સપ્ટેમ્બર સુધી ભારતમાં TTSના 26 AEFI કેસ નોંધાયા છે, જેમાંથી માત્ર 12 જ મૃત્યુ પામ્યા છે.
કેનેડામાં નોંધાયેલા 105 TTS અને ઓસ્ટ્રેલિયામાં 173 કેસ કરતાં આ આંકડા ઓછા હતા. અરજદારોએ ગયા વર્ષે 14 જુલાઈ અને 16 જુલાઈના રોજ વડાપ્રધાન કાર્યાલયને અલગ-અલગ રજૂઆતો મોકલી હતી, જેનો કોઈ જવાબ મળ્યો ન હોવાનો દાવો પણ કર્યો હતો. જોકે, કેન્દ્રએ દાવો કર્યો હતો કે ડિસેમ્બર 2021 અને માર્ચ 2022માં એક વખત અગાઉ તેમની રજૂઆતોનો જવાબ આપ્યો હતો. પિટિશનમાં તેણે ઓટોપ્સી રિપોર્ટ અને વળતરની વિગતો માંગી હતી અને તેને ચેરિટીમાં દાન કરવાની ઓફર પણ કરી હતી.
Published by:Mayur Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર