Corona: સીનિયર સિટીઝન માટે સરકારે જાહેર કરી એડવાઇઝરી, આ બાબતોનું રાખો ધ્યાન

Corona: સીનિયર સિટીઝન માટે સરકારે જાહેર કરી એડવાઇઝરી, આ બાબતોનું રાખો ધ્યાન
દેશના સીનિયર સિટીઝનોએ કોરોના સંકટ સમયે શું કરવું અને શું ન કરવું?

દેશના સીનિયર સિટીઝનોએ કોરોના સંકટ સમયે શું કરવું અને શું ન કરવું?

  • Share this:
    નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)થી અત્યાર સુધી 300થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્યા છે. જ્યારે 8 હજારથી વધુ લોકો કોરોના પોઝિટિવ (COVID-19)છે. આ બીમારીથી સૌથી વધુ ખતરો સીનિયર સિટીઝન (Senior Citizen) એટલે કે વૃદ્ધોને રહે છે. એવામાં કેન્દ્ર સરકાર અને અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થાન (AIIMS) તરફથી વૃદ્ધો માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે.

    એડવાઇઝરીમાં કહેવામાં આવ્યું છે કે 2011ની વસ્તીગણતરી મુજબ, દેશમાં લગભગ 16 કરોડ સીનિયર સિટીઝન છે. તેમાંથી 8.8 કરોડ સીનિયર સિટીઝનની ઉંમર 60-69 વર્ષની વચ્ચે છે. જ્યારે 70-79 વર્ષની વચ્ચેની ઉંમરના દેશમાં 6.4 કરોડ સીનિયર સિટીઝન છે. એવામાં આ સૌને પોતાનું ખાસ ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે. આવો એક નજર કરીએ કે સરકારે તેમને શું કરવા અને શું ન કરવા માટે કહ્યું છે...



    શું કરવું?

    > હંમેશા ઘરની અંદર રહેવાનો પ્રયાસ કરો. કોઈ બહારના લોકોને ન મળો.
    > જો મળવું ખૂબ જરૂરી હોય તો એક મીટરનું અંત્ર રાખીને મળો.
    > ઘરે યોગ અને વ્યાયામ કરતા રહો.
    > ભોજન લેતાં પહેલા અને વૉશરૂમનો ઉપયોગ કર્યા બાદ હાથ ચોક્કસ ધૂવો.. ઓછામાં ઓછી 20 સેકન્ડ સુધી હાથોને સાબુથી સાફ કરો.
    > ઘરે રાંધેલું પૌષ્ટિક ભોજન લો અને ઇમ્યૂનિટી મજબૂત રાખવા માટે તાજા જ્યૂસ પીઓ.
    > નાક-મોં ઢાંકીને રાખો.

    આ પણ વાંચો, સરકાર બનાવી રહી છે 20 લાખ ‘સુરક્ષા સ્ટોર’ ખોલવાનો પ્લાન! સલૂન, કરિયાણું, કપડા સહિત મળશે આ વસ્તુઓ

    શું ન કરવું?

    > એવા લોકોના સંપર્કમાં ન આવો જેમનામાં કોરોના સંક્રમણના લક્ષણ જોવા મળ્યા હોય.
    > ભીડવાળી જગ્યાઓએ ન જવું જોઈએ.
    > આંખ, નાક કે ચહેરને સ્પર્શ ન કરવો જોઈએ.
    > નિયમિત ચેકઅપ માટે હૉસ્પિટલ જવાથી બચવું. પોતાના ડૉક્ટર સાથે ફોનના માધ્યમથી સંપર્કમાં રહો.
    > ડૉક્ટરની સલાહ વગર કોઈ દવા ન લો.

    આ પણ વાંચો, મળો ‘કોરોના યમરાજ’ને, જાગૃતિ ફેલાવવા માટે પોલીસની અનોખી પહેલ

     
    First published:April 14, 2020, 07:39 am